લીમડો પીપળો શોધવા આવશે,
પાનમાં ગામડું કોતરી લાવશે.
શ્વાસની શુદ્ધતા જાળવી રાખવા,
ઝાડવાને હવા ગર્ભમાં વાવશે.
લોભની વાનગી ના પચી એટલે,
વ્યાજની રોટલી તે વધુ ચાવશે.
કેદ છે આંખમાં સ્વપ્ન ગઈકાલનું,
પોપચાં તોડવાનું મને ફાવશે.
લાગણીની દવા હોય તો આપ તું,
કલ્પની કલ્પનાને બધું ભાવશે.