પિતા,
લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય,
પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
હેપ્પી ફાધર્સ ડે 2023 ની શુભેચ્છાઓ :- ફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આજે, 18 જૂન, આ વર્ષે ફાધર્સ ડે છે. ફાધર્સ ડે પિતૃઓને સમર્પિત છે. આ દિવસને ખાસ બનાવવા માટે, કોઈ તેના પિતાને ભેટ આપે છે તો કોઈ તેમને કાર્ડ પર લખીને સંદેશ મોકલે છે.
પિતા ઘરની બધી જ જવાબદારીઓ ઉપાડીને ઘરની બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે. જેમકે બાળકોને ભણાવવા, વ્યવસાય કે કામની કરવી, ઘરનો સમાન લાવવો વગેરે કામ પિતા જ કરે છે. પિતા એ ઘરનો મોભો છે. જો પિતા નહોય તો ઘર તાકી શકે નહિ. જે પરિવાર પિતાની છત્રછાયા ગુમાવે છે તે ગરીબ અને ઓશિયાળું બની જાય છે. પિતાને પોતાના સંતાનો પર અપાર પ્રેમ હોય છે. એમાંય દીકરી પર તો વિશેષ લાગણી હોય છે. વળી એક દીકરી જ પોતાના પિતાની વેદનાને સમજી શકે છે.
દુનિયાને નિહાળવાની સકારાત્મક દ્રષ્ટિ જે આપે છે તે પિતા છે. જેલણ ગાડીથી માંડીને મંગલ ફેરા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુનિયાના વ્યવહારો અને રીવાજો નિભાવી કડવા ઘૂંટ પીને પણ જે મીઠાશનું પાન કરાવે છે તે પિતા છે. પોતાના પરિવાર અને સંતાન માટે એક ધબકતું હદય જેણે આપ્યું છે તે દેહ એટલે પિતા. પ્રકૃતિની હુંફ જે બીજાને બહાર લઇ આવે છે તે જન્મ આપનારી માતા છે. પણ એ બીજને યોગ્ય વાતાવરણ અને સિંચન કરીને ઉછેરના એ માળી સમાન પિતા છે.
જે ટાઢ, તાપ અને વરસાદની પણ પર્વ કર્યા વગર પોતાના પરિવાર માટે સતત સંઘર્ષો સામે ઝઝૂમતો રહે છે તે પિતા છે. આપણા ઘરમાં જયારે અડધો રોટલો હોય ત્યારે અડધામાંથી અડધો ખાઈને ચલાવે તે આપણી મા છે, પણ જયારે ઘરમાં અડધો રોટલો જ હોય ત્યારે, ‘મેં તો ક્યારનું એ ખાઈ લીધું.’ એમ કહીને ભૂખે રહેનાર પિતા છે. તેની કોઈને ખબર પણ પડતી નથી. મૃત્યુ પછી સ્વર્ગ આપનાર ભગવાન છે, પણ આ ધરતી પર જે સ્વર્ગ આપે છે તે પિતા જ છે.
કવિઓ અને ઋષિ-મુનિઓએ માતાના તો ખૂબ ગુણગાન ગાયા, પણ મૌન રહીને પરિવારનું લાલન પાલન કરનાર પિતા વિષે કોઈએ હજી વધારે કહ્યું નથી.