બંધ આંખે નજરાણું આવે.
સપનાં સૂરજ સાથે સજે.
ઢળતી સાંજ વાહલી લાગે.
અને હેત ભર્યાં સમણા સજે.
શાયદ એ જ પ્રેમ....?
સુખ દુઃખ હૈયાનું બાટી શકો.
હળવું હૈયું થાય જ્યારે.
મળે કોઈનો ખોળો દુઃખ ઠલવવાને.
અતૂટ બંધન બંધાઈ.
શાયદ એ જ પ્રેમ....?
છું હું સાથ સદા તારી...
ના ગમ ના દુઃખ, આંખે આંસુ.
બસ હસતો ચહેરો ખિલાવતા રહું.
પળ પળ માટે કરવી ફિકૅ એમની.
શાયદ એ જ પ્રેમ....?
ધૂપ, છાવ, બારીસ, આંધીમાં પણ.
બસ યાદ એમની સંગ સંગ રહે.
તળપતી તળપતી પ્યાસ લાગે.
બુજી બસ નજરોથી આપે.
શાયદ એ જ પ્રેમ....?
નથી રૂપને પ્રેમ કે, નથી કાયાને પ્રેમ.
બસ શબ્દો જ મનનાં સમજી લેવા.
તનમન ને ચાહી ,
જેવા છે એવાં જ કબુલાત થાય.
શાયદ એ જ પ્રેમ....?
વિપદી આવે જીવનમાં.
સંગ સંગ રહે સદા તું,
ના શખ્ખ, ના શીકાયત.
વિશ્વાસોની લાગણીમાં બંધાઈ રહે.
શાયદ એ જ પ્રેમ....?
અતૂટ બંધંનથી સાથ બાંધી.
નથી કોઈ મારું સતા છે .
કોઈ દુનિયામાં મારું...,
અહેસાસ એવો સદા થાય.
શાયદ એ જ પ્રેમ....?
હું કહુને તું સમજે .. ના..ના..ના
કહ્યા વગર તન મન જાણે,.
ઈચ્છાઓ કરે સૌ પૂરી.
શબ્દો જ એનાં સાંભળી થવું રાજી રાજી.
શાયદ એ જ પ્રેમ....?
હું અહિં છું અને...
આત્મા મળ્યાનો અહેસાસ થાય.
તું વિચારો કરે મારા અને મને તારી યાદ આવે.
મારી યાદોમાં થોડો થોડો અહેસાસ તને થાય.
જ્યારે તનમન આપણા એક થાય.
શાયદ એ જ પ્રેમ....?
હવે તો સાથે રહેવું અને સાથે જીવવું.
જીવવા મરવવાનાં વચન એક સાથ રહે.
તારો મારો જીવ એક લાગે.
શાયદ એ જ પ્રેમ....?
પાપણ જેમ પલકારો થાય.
તેમ એકબીજાને યાદ કરવું.
એક જલક જોઈ એમની.
મળે જીવન ભરનું સુખ.
શાયદ એ જ પ્રેમ....?
પ્રેમ માટે તો જેટલું લખું તેટલું ઓછું.
બસ આ પંક્તિ મારા પ્રેમ પ્રત્ય અનુભવો.
અને ચાલ્યો રહો સમયને સાથે.
વિતરણ કરું છું હું.....,
બધું જ ગમી જાય છે.
શાયદ એ જ પ્રેમ....?