પારકી પંચાતસરકારમાંથી કોણ કરે છે બધું 'લીક'?:ગોપનીય દસ્તાવેજો બહાર કેવી રીતે આવ્યા એ ચર્ચાનો વિષય; ગુજરાતના મંત્રી ઘરભેગા થશે!
પારકી પંચાતસરકારમાંથી કોણ કરે છે બધું 'લીક'?:ગોપનીય દસ્તાવેજો બહાર કેવી રીતે આવ્યા એ ચર્ચાનો વિષય; ગુજરાતના મંત્રી ઘરભેગા થશે!
આગામી સમયમાં દેશનાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે અને એ પહેલાં મોદી કેબિનેટમાં મોટા ફેરફારની શક્યતા છે. ચર્ચા છે કે મોદી-શાહ સિવાયના ગુજરાતના પાંચ મંત્રીમાંથી અમુકનું મંત્રીપદ જઈ શકે છે. સરકારમાંથી અંદરની વાતો લીક કોણ કરી દે છે એ સરકાર માટે અત્યારે ચિંતાનો વિષય બન્યો છે. પહેલાં IAS ધવલ પટેલનો પત્ર લીક થઈ ગયો અને હવે ચર્ચા છે કે સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની દિશામાં વિચાર કરી રહી હતી, એના ગોપનીય દસ્તાવેજો પણ લીક થઈ ગયા. સરકારે ચોખવટ કરવી પડી કે હાલ કોઈ વિચારણા નથી ચાલી રહી. એક સાંસદ પોતાના ભાષણને લઈને ચર્ચામાં આવ્યા છે. લોકો કહે છે કે સાંસદને હવે ખબર પડી ગઈ છે કે તેમને આ વખતે ટિકિટ નથી મળવાની, એટલે તેઓ એક યા બીજી રીતે પોતાની નોંધ લેવડાવવા માગે છે.