એક ઉદાસી હતી એની આંખમાં,
અને શૂન્યતા ચાલમાં,
શબ્દો સાથે નું મૌન,
અને ભીડમાં એકલું મન,
ભીતરમાં કૈંક છુપાવેલું હતું એના,
કોઈ ને ના કહી શકાય એવું રહસ્ય કદાચ,
એક યુગ વીત્યો અને તમે મળ્યા,
ગમગીન ઉદાસી ઉજાણી બની,
અને શૂન્યતા અંકમાં ફેરવાઈ ગઈ,
મૌનને સધિયારો અને મનને વિસામો મળ્યો,
જીવન આપ્યું એમ કહીશ હું,
જયારે દુનિયા પૂછશે હક વગર અગણિત સવાલો,
સાચે જ ....જીવન એ નથી જે જીરવી લીધું,
જીવન તો એ છે જેને જીવી લીધું,
જેની એક એક ક્ષણ ને યાદગાર બનાવી દીધી,
અને અંતે એવા પોઢ્યા કે,
સ્મશાનમાં શામેલ થયેલ માણસો કરતા હૈયે રાખનાર માણસોની સંખ્યા વધી ગઈ....!