સાગરની છે વિશાળતા, ધરતી જેવી ધૈર્યવાન છે,
ચાંદની જેવી આપે ઠંડક, વૃક્ષ જેવી વરદાન છે,
ભગવાન નથી પહોંચી શકતા બધી જગ્યાએ
એટલે દુનિયામાં બનાવ્યુ મા નું સ્થાન છે.
સુખ, સુવિધા અને સ્નેહનું સમૃદ્ધ ગાન છે,
મા ના આદરમાં ભગવાનનું સન્માન છે,
મા ની મહાનતા ને શબ્દોમાં સમાવી શકે,
દુનિયામાં એવો ક્યાં કોઇ વિદ્વાન છે ?
દરેક પીડામા ‘ઓય મા’ પુકાર નીકળે ખાસ છે,
મા નજરે પડતા જ થઇ જાય હાશ છે,
મા સાથે બંધાયેલ સંબંધ છે નાડ નો,
જીંદગીના દરેક તબક્કે, મા નો એહસાસ છે,
જ્યાં મા છે ત્યાં જ આનંદ મંગલ છે,
મા વિનાનું ઘર જાણે એક જંગલ છે,
મા વિનાનું ઘર બની જાય છે સ્મૃતિ ઘર,
મા ની યાદમાં ટપકેલ આંસુ ગંગાજળ છે.