ખોટું કરું તો આવે સાવજ બનીને પપ્પા,
નહિતર સદાય વરસે પ્યાર જ બનીને પપ્પા.
ચમકી રહ્યો છે ચાંદો તેને જ કારણે તો,
આપે ચમક ઉછીની સૂરજ બનીને પપ્પા.
દિલ ના કહે ને તો પણ મારે છે એક તમાચો,
નિર્ણય કરે છે સાચા એક જજ બનીને પપ્પા.
તડકોને ટાઢ વેઠે વરસાદમાંય પલળે,
આરામ દે બધાને ગુંબજ બનીને પપ્પા.
ચાલી શકે ન પપ્પા, ને જાવું તારે મક્કા?
ઘરમાં સદા રહે છે "જય" હજ બનીને પપ્પા.