મળીશું તો પહેલા પ્રહરમાં મળીશું,
ધરા પર નહીં તો ગગનમાં મળીશું,
જીવનભર મળી ના શકો તો થયું શું ?
ફરી કોઈ બીજા જનમમાં મળીશું,
હકીકતની દુનિયાનુ સપનું ભુલાવી,
વસાવીને શમણું નયનમાં મળીશું,
મધુર લયસ્તરો મેળવીલો તમે પણ,
ગઝલના પછી એક સ્વરમાં મળીશું,
અમે ઓસ બુંદો અને આપ ખુશ્બુ,
કળી ફૂટશે તો સુમનમાં મળીશું.