એક અધિકારી ઘરે બેસીને એક અગત્ય ની મિટિંગની તૈયારી કરી રહ્યા હતા. એમનો પાંચ વર્ષનો દીકરો વારે ઘડીયે આવીને એમને ડિસ્ટર્બ કરતો હતો.
થોડીવાર આવું ચાલ્યા કર્યું. છોકરાને સમજાવ્યો ખરી પણ તે માન્યો જ નહિ.
અંતે પેલા અધિકારીએ કંટાળી જઈને એક રસ્તો નીકાળ્યો.
એમને એક છાપું શોધી કાઢ્યું, જેના પાર દુનિયાનો નકશો ચીતરેલો હતો. એમને એ છાપાના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પછી દીકરાને એ ફરી વ્યવસ્થિત ગોઠવી આપવાનું કહ્યું. એમને થયું કે આ નકશો ગોઠવવામાં બે-ચાર કલાક નીકળી જશે અને તે દરમ્યાન એ પોતાની મિટિંગ નું કામ પૂરું કરી દેશે.
અરે! આ શું? છોકરો તો ત્રણેક મિનિટમાં જ નકશો ગોઠવીને પિતા પાસે હાજર થઇ ગયો.પિતાને આશ્ચર્ય થયું.કલાકોનું કામ આ છોકરાએ મિનિટોમાં કાઉ રીતે કરી નાખ્યું? એમને એને કારણ પૂછ્યું. નાનકડા ધમાલિયાએ જવાબ આપ્યો, "પપ્પા, આની પાછળની બાજુએ એક માણસનું ચિત્ર હતું. એટલે મેં કાગળને ઉલટાવીને આખો માણસ બનાવી દીધો. માણસ બરાબર ગોઠવાઈ ગયો તો આખી દુનિયા પણ બરાબર ગોઠવાઈ ગઈ."
જીવન નું પણ આવું જ છે. બહુ મુશ્કેલ જણાતા જીવનના કોયડા આ જ રીતે થોડી બુદ્ધિ વાપરીને ઉકેલી શકાય છે. કોયડા, ઉખાણાં વગેરે ભલે ગમે તેવા વિકટ હોય પણ આપણને બાજી ખેલતા આવડવું જોઈએ. જીવનની બાજીમાં તમે તમારી જાતને બરાબર ગોઠવો તો જીવન પણ બરાબર ગોઠવાઈ જશે અને એ રીતે આખી દુનિયા પણ…