યૂનાન દેશના એક ગામમાં રહેતો ગરીબ છોકરો એક દિવસ જંગલમાંથી લાકડાની ભરી લઇ પસાર થઇ રહ્યો હતો.
ત્યારે એક વિઘ્વાન અને ઋષી કક્ષાના પુરુષે જોયું કે એ નાનકડા છોકરાએ લાકડાનો ભરો ખુબ જ કલાત્મકરીતે બાંધ્યો હતો.
એમણે છોકરાને ઉભો રાખી ને પૂછ્યું, "બેટા, આ લાકડાનો ભરો તે જ બાંધ્યો છે?"
છોકરા એ જવાબ આપ્યો,"હા, આ લાકડાનો ભારો મેં જ બાંધ્યો છે!"
"શું તું એને ખોલીને ફરીવાર બાંધી શકીશ?"
"હા, કેમ નહિ!" બોલીને છોકરાએ ભારો ખોલી નાખ્યો; અને પછી બાંધવા લાગ્યો.
વિદ્વાન પુરુષે જોયું કે છોકરો ખુબ જ લગન, ધૈર્ય, અને સ્ફૂર્તિથી ભારો બાંધી રહ્યો છે. એમાં એને જરાય પણ કંટાળો આવતો નથી. એની અદભુત કલા માં ક્યાંય પણ ખામી નહોતી. ફરી એક વાર એ છોકરા એ ભારો કલાત્મક રીતે બાંધી ને બતાવ્યો.
વિઘ્વાન ખુશ થઇ ગયા. એમને છોકરાને કહ્યું કે,"તું મારી સાથે ચાલ! હું તને શિક્ષણ આપીશ અને આશ્રમમાં રાખીશ પણ ખરો…"
તે છોકરો માં-બાપની પરવાનગી લઈને એમની સાથે ચાલ્યો ગયો. વર્ષો પછી તે છોકરો ભણી ગણી ને યૂનાન દેશનો મહાન દાર્શનિક પાઈથાગોરસ બન્યો.
એ વિઘ્વાન જેને બાળકની ભીતર પડેલા મહાનતાનાં બીજને પારખી લઈને પલ્લવિત કાર્ય હતા એ હતા યૂનાન દેશના વિખ્યાત તત્વચિંતક અને જ્ઞાની ડેમોક્રીટ્સ.
સાર: આ કિસ્સાનો સાર એ છે કે નાના નાના કર્યોમાં જ મહાનતાના બીજ પડેલા હોય છે. અમુક માણસો અમુક કર્યો ને તુચ્છ સમજે છે. અમુક લોકોને એમના કામનો કંટાળો આવે છે. પણ આ સત્યઘટના એમના માટે બોધદાયક બની રહેશે. જો મહાન બનવું હોય તો દરેકે દરેક કાર્યને ખુબ લગન, મહેનત, અને ઈમાનદારી થી કરવા જોઈએ.