એક હતી ચકી અનેએક હતો ચકો. ચકી લા વી ચોખાનો દાણો અનેચકો લાવ્યો દાળનો દાણો. ચકીએ તો એની ખીચડી રાંધી.ચકાનેએ કહેતી ગઈ, "જરા ખીચડીનુંધ્યાન રાખજો, દાઝી ના જાય. ચકો કહે, "એ ઠીક ! ચકી ગઈ અનેથોડી વારમાંતો ચકાભાઈનેભૂખ લાગી.એ તો વિચારવા લાગ્યા કે હવેચકીરાણી જલદી આવેનેખીચડી ખાઈએ. પણ ચકાભાઈથી તો વધારે રાહ ના જોવાઈ. થયું થોડી ખીચડી ખાઈલઉં. પણ પછી તો ચકારાણાનેવધારે ભૂખ લાગી અનેથોડી થોડી કરતાંબધી ખીચડી ખાઈ ગયા. ચકી માટે કશુંય ના રાખ્યું. ચકાભાઈનેથયુંહવે
તો ચકીબેન મનેવઢશે! એટલેઆ વાતની ચકીબેનનેખબર ના પડે એટલેચકાભાઈ તો આંખેપાટા બાંધીનેસૂઈ ગયા.
ત્યાં તો ચકીબેન પાણી ભરીનેઠુમક ઠુમક ઠુમક કરતાં આવ્યાં. આ બાજુ ચકાભા ઈ તો બારણા વાસીનેસૂતા હતા. ચકીબેન કહે, "ચકારાણાચકારાણા બારણાં ઉઘાડો. ચકો તો કહે, "મારી તો આંખો દુખેછે. એટલેહું તો આંખેપાટા બાંધીનેસૂતો છું. તમેહાથ નાખીનેસાંકળ ખોલીનાખો. ચકી બેન તો મૂંઝાયાં અનેબોલ્યાં, "પણ આ બેડું કોણ ઉતારશે? તો ચકો કહે, "એવું કરો તમેજાતેજ બેડું ઉતારી લો. ચકીબેન તોબિચારાંએ ધીરે રહીનેબેડું માથેથી ઉતાર્યું અનેબારણામા હાથ નાખીનેસાંકળ ખોલી ! નેપાછું બેડું માથેમૂકીનેઠુમક ઠુમક ઠુમક ચાલતાંચાલતાં
પાણિયારે જઈનેઘડો મૂક્યો અનેચકાભાઈનેકહ્યું, "ચાલો ચકારાણા, ખૂબ ભૂખ લાગી છે, જમવાનુંપીરસુંછું. ચકીબેન તો ચૂલા પાસેજઈનેતપેલીખોલીનેજુએ તો તપેલી ખાલી. ચકીબેન બોલી ઊઠ્યાં, હાય હાય ખીચડી ક્યાંગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું ? ચકો કહે, મનેશી ખબર?
હું તો આંખે પાટા બાંધીનેસૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો નેએ ખાઈ ગયો હશે. ચકીબેન કહે, એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી,હું તો રાજાજીનેફરિયાદ કરીશ ! ચકીબેન તો ચાલ્યાંરાજાજીના દરબારે ફરિયાદ કરવા.
રાજાના દરબારે પહોંચી હોં નેચકીબેનેતો રાજાજીનેફરિયાદ કરી, "રાજાજી રાજાજી, તમારો કાળીઓ કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. એનેસજાકરો રાજાજી. રાજા કહે, "અહીં તો કાળીઆ કૂતરાનેસરસ ભોજન મળે છે, એ તારી ખીચડી કેમ ખાય ? ચકી કહે, "મનેતો ચકાએ કીધુંછે કે એ જખાઈ ગયો છે. રાજાએ તો આદેશ કર્યો, "બોલાવો એ કાળીઆ કૂતરાને. ચકીબેનની ખીચડી કેવી રીતેખાઈ ગયો. કાળીઓ કૂતરો તરત હાજરથયો એટલેરાજાએ કાળીઆ કૂતરાનેપૂછ્યું, તેહેં કાળીઆ, તેંઆ ચકીબેનની ખીચડી ખાધી છે ? કાળીઓ કહે, મેંનથી ખાધી ચકીબેનની
ખીચડી. આ ચકો બધી ખીચડી ખાઈ ગયો હશેઅનેમારું નામ દે છે. રાજાજીએ ફરી આદેશ આપ્યો, બોલાવો ચકાને. ચકાભાઈ તો બીતાં બીતાંઆવ્યા. રા જાજીએ મોટા અવાજે પૂછ્યું, કેમ ચકા, તેંઆ ચકીબેનની ખીચડી ખાધી છે ? ચકો બોલ્યો, ના રાજાજી, મેંખીચડી નથી ખાધી, આકાળીઆ કૂતરાએ જ ખાધી હશે. રાજાજી તો ખીજાયા અનેબોલ્યા, "સિપાઈઓ, આ બંનેનાંપેટ ચીરી નાખો એટલેજેણે જે ખીચડી ખાધી હશેએનાપેટમાંથી નીકળશે. કૂતરો બોલ્યો, "હા હા , ચીરો મારું પેટ, ખાધી હશેતો નીકળશેને! ચકો તો ખીચડી ખાઈનેબેઠો હતો એટલેબીકનો માર્યોધ્રૂજવા લાગ્યો. બોલ્યો, ભઈશાબ મનેમાફ કરો, મારું પેટ ના ચીરશો.
રાજાજી તો ભારે ગુસ્સેથયા, એક તો ખીચડી ખાઈ ગયો અનેમારા કાળીઆનુંનામ દીધું ! રાજાએ હુકમ કર્યો, સિપાઈઓ લઈ જાઓ આ ચકાનેઅનેકૂવામાંઊંધો લટકાવો. સિપાઈઓ તો ચકાભાઈનેદોરડે બાંધીનેકૂવેલઈ ગયા અનેકૂવામાંઊંધા લટકાવી દીધા. ચકીબેન તો રડવા લાગ્યાં.એનેચિંતા થઈ કે મા રા ચકાનેઆ કૂવામાંથી કોણ બહાર કાઢશે? ચકીબેન રડતાં હતાં ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો.
ચકીબેનેતો એનેરોક્યો, ઓ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ. મારા ચકાનેકાઢે તો તનેખીર અનેપૂરી જમાડું. ગોવાળ કહે, ના રે,રેહું નાકાઢું, તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશેને! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો. ચકીબેન તો પાછાં રડવા લાગ્યા. ત્યાંઘેટાંનોગોવાળ પસાર થયો. ચકીબેનેતો એનેરોક્યો, ઓ ઘેટાંના ગોવાળ ભાઈ ઘેટાંના ગોવાળ. મારા ચકાનેકાઢે તો તનેખીર અનેપૂરી જમાડું. ગોવાળકહે, ના રે,રેહું ના કાઢું તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશેને! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો. ચકીબેન તો પાછાં રડવા
લાગ્યાં. ત્યાં બકરાનો ગોવાળ પસાર થયો . ચકીબેનેતો એનેરોક્યો, ઓ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ. મારા ચકાનેકાઢે તો તનેખીરઅનેપૂરી જમાડું. ગોવાળ કહે, ના રે,રેહું ના કાઢું તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશેને! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો.ચકીબેન તો પાછાંરડવા લાગ્યાં.આ બધુંત્યાંઝાડ પર બેઠી વાંદરી જોતી હતી, એનેચકી રડતી હતી તેનું દુ:ખ પણ થયુંઅનેખીર પૂરીની લાલચ પણ જાગી. એટલેએ તો છલાંગ
મારીનેગઈ ચકી પાસે. જઈનેબોલી, ચકીબેન હું તમારા ચકાનેકાઢું પણ તમારે મનેખીર પૂરી ખવડાવવી પડશે! ચકીબેન તો આંખો લૂછતાંલૂછતાં કહે, હા હા! ચોક્કસ ખવડાવીશને ! વાંદરીએ ચકાભાઈનેદોરડું ખેંચીનેબહા ર કાઢ્યા. ચકીબેનેવાંદરીનો ખૂબ આભાર માન્યો અનેબીજાદિવસેબપો રે જમવા ઘરે આવવા આમંત્રણ આપ્યું. વાંદરી તો ખુશ થતી પોતાનેઘરે ગઈ. બીજા દિવસેવાંદરી તો ચકા ચકીનેઘરે બપોરે પહોંચી હોંગઈ. ચકીબેનેતો સરસ ખીર પૂરી રાંધ્યાં હતાં. અનેજમવાની તૈયારીઓ કરતાં હતાં. પણ ચકાભાઈનેતો પાછી લાલચ જાગી. એમણેતો પાટલો
લાલચોળ ગરમ કર્યો અનેવાંદરીનેકહ્યું, આવો વાંદરીબેન, આ સોનાના પાટલેબેસો. વાંદરીબેન તો ખુશ થતાં જેવાં જે બેઠાં કે કૂદ્યાં, અનેજે દોટમૂકી, ઓ માડી! ખીર ના ખાધી હું તો દાઝી ! ખીર ના ખાધી હું તો દાઝી ! ખીર ના ખાધી હું તો દાઝી ! પછી શું, ચકાભાઈ અનેચકીબેન તો સરસખીર પૂરી જમ્યાં. ખાધુંપીધુંઅનેમોજ કરી.