એક વાર બે બહુમાળી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો.
તેણે પોતાના ખભા પર પોતાના દિકરાને બેસાડી રાખ્યો હતો.
સેંકડો લોકો શ્વાસ રોકીને ખેલ જોઈ રહ્યા હતા.
હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતા નટે, પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને બેલેન્સ ઝાળવીને, અંતર પુરું કરી લીધું.
ભીડ આશ્ચર્યથી ઉછળી પડી. તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી.
લોકો તે કલાકારના ફૉટો ખેંચી રહ્યા હતા. તેની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. તેનાથી હાથ મલાવી રહ્યા હતા અને તે કલાકાર માઇક પર આવ્યો.
ભીડને ઉદ્દેશીને બોલ્યો: "શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું?
ભીડ એકી અવાજે બોલી: હા-હા તમે કરી શકો છો.
તેણે પુછ્યું: શું આપને વિશ્વાસ છે?
ભીડ બોલી ઉઠી: હા, પુરો વિશ્વાસ છે.
અમે તો શરત પણ લગાવી શકીએ છીએ કે, તમે સફળતાપુર્વક તે ફરીથી પણ કરી શકો છો.
કલાકાર બોલ્યો: ફરીથી કહું, પુરેપુરો વિશ્વાસ છે ને ?
ભીડ બોલી: હા-હા પુરો વિશ્વાસ છે.
કલાકાર બોલ્યો: તો ઠીક છે. કોઈ મને પોતાનો દિકરો દઈ દો. હું તેને મારા ખભા પર બેસાડીને દોરડા પર ચાલીશ.
બધા ખામોશ થઈ ગયા! એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો…..!
કલાકાર બોલ્યો: કેમ ડરી ગયા……?
હમણાં તો આપને વિશ્વાસ હતો કે, હું કરી શકું છું.
અસલમાં આપનો આ વિશ્વાસ એ માન્યતા-બીલીફ છે. અસલમાં મારામાં વિશ્વાસ-ટ્રસ્ટ, શ્રદ્ધા નથી…..! તમે બધાએ મને હમણાં દોરડા પર ચાલતો જોયો છે.! છતાંય હજી મારામાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી.
મૂળવાત કહેવાની છે તે આ છે.
ઈશ્વર છે એવો બધાને વિશ્વાસ તો છે પણ એ અસલમાં માન્યતા છે-બીલીફ છે, ઈશ્વરમાં સંપૂર્ણ ઓતપ્રોત થયેલ વિશ્વાસ-ટ્રસ્ટ, ફેઈથ નથી.
We believe in God.
But
We don't trust him…..!
જો ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ છે તો ભય, ચિંતા, ક્રોધ, હૂંસાતૂંસી, અણબનાવ,તણાવ બધું કેમ હોઈ શકે…..?
ચાલો, આ બાબતે જરા વિચાર કરીએ…..