સામાન્ય કરતા પણ ધીમી ગતિએ એકટીવા પાર્ક કરતા કરતા, સામેબીજા માળની બાલ્કનીમાંરોકિંગ ચેરમાંબેઠેલી છોકરીનેઅછડતી નજરે જોઈ લેવી,એ અમિતનો રોજનો ક્રમ બની ગયેલો. આનાથી આગળ વધવાની હિંમત એના માંનહોતી. નવુંશહેર, નવી કોલોની, વળી, એકલો કુંવારો છોકરો એટલેસમજી વિચારીનેઆગળ વધવુંયોગ્ય હતું. હા, એની શાલીનતા પણ એનેએમકરતાંરોકતી હતી.
પરંતુ, રોજ એક જ સમયેપાર્કિંગ કરવુંઅનેપેલી છોકરીનુંબાલ્કનીમાંબેસવું, અમિત માટે એનેથોડી વાર માટે જોયા કરવાનું વ્યસનથઈ ગયેલુ.આજે સમાધિ જરા લાંબી ચાલી. આંખો બંધ રાખી, ઝુલા ખાતી, ચહેરા પર આવતા વાળ ની લટોનેસરખી કર્યાકરતી, એનેજોવામાંમશગુલ અમિતનીસમાધિ એક અવાજથી તૂટી."દ્રષ્ટિ, ચાલનેહવેઅંદર. બહાર પવન વધારે છે".'દ્રષ્ટિ', વાહ કેટલુંસરસ નામ. એના જેટજેલુંજ સુંદર એનુંનામ.અમિત વિચારતો જ હતો, ત્યાંઅંદરથી એક પ્રૌઢ વયના મહિલાએ આવીદ્રષ્ટિનો હાથ પકડીનેસહારો આપી, એનેઊભી કરી અંદર લઈ ગયા. અમિતતો આ દૃશ્ય જોતાંજ વિચારોની ગર્તામાંધકેલાઈ ગયો.