ગુગલના CEO, સુંદર પીચાઈ એ પોતાની એક માં કહેલ કોકરોચ (વંદો)ની વાર્તા …!
તેમણે કહેલ વાર્તા …! ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરૂ છું …!
એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું …,
એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી …,
તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી …,
ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ …,
પણ,
એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું …,
હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી …,
એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું …;
વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું,
અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું …!
હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો.
ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે …,
શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ?
અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો ?
એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર્યું …!
મહિલાઓની અશાંતિનું કારણ …,
કોકરોચ નહીં, પણ કોકરોચથી બચવાની અક્ષમતા જ એમની અશાંતિનું સાચું કારણ હતુ …!
મેં અનુભવ્યું કે,
મારા પિતાજી કે … મારા બોસે આપેલ ઠપકો,
મારી અશાંતિનું કારણ ન હતું …!
પણ, એ ઠપકાને સમજવાની અને,
એ સમસ્યાનો રસ્તો કાઢવાનું …,
“સામર્થ્ય મારામાં નહીં હોવું” એ જ મારી અશાંતિનું કારણ હતું …!
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં,
પરંતુ તે ટ્રાફિક જામની સ્થિતીને હેન્ડલ કરવાની મારી અસમર્થતા જ મારી અશાંતિનું કારણ છે.