જબ કિસ્મત ઓર મેહનત મિલતી હે તો જીત તો મીલતી હી હે!
હા, કિસ્મત અને મહેનત ને લેવા દેવા હોઈ છે.કેમ કે કોઈ માણસ ખૂબ મહેનત કરે, ઘણા વિદ્યાર્થી ખૂબ મેહનત કરે પણ તેમના કરતા ઘણી વાર ઓછી મહેનત કરનારા વધુ સફળ થાય છે.
મારો કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે કિસ્મત જ ઉપરમાં એક અસર કરનારું પરિબળ છે. બીજા ઘણા પરિબળ છે, જે કોઈ વ્યક્તિ ને વધુ સફળ બનાવે છે. જેમ કે વ્યક્તિ ની માનસિકતા, તેની આસપાસ નું વાતાવરણ પણ સાથે સાથે કિસ્મત પણ થોડોક ખેલ એ જ છે.
કોઈ વ્યક્તિ ને ડોક્ટર બનવું હોઈ, એ માટે એ ખૂબ એટલે ખૂબ મહેનત કરે પણ તો બી કોઈ વાર એને પરિણામ પૂરતું નથી મળતું એટલે એને બીજી ફિલ્ડ માં જાવું પડે છે અને એ એમાં સફળ થાય છે. પણ એના કિસ્મતમાં ડોક્ટર બનવાનુ ના લખ્યું હોઈ એટલે એ નથી બની શકતો.
મહેનત ૮૦ ટકા અને કિસ્મત ૨૦ ટકા કાર્ય કરે છે.
કિસ્મત માં લખેલ મેળવવા માટેય મહેનત તો કરવી જ પડે છે.
તથા મહેનત અને કિસ્મત ના મળે તો સમજવું કે કા તો મહેનત ખૂટે છે અને પુરે પૂરી મહેનત પછી ફળ ન મળે તો તમે મહેનત કરો છો પણ ક્યાંકને ક્યાંક એ દિશા ખોટી છે. એટલે સફળતા નથી મળતી.
જો તમને એમ લાગે કે દિશા પણ સાચી છે, તો સમજવું સમય ખોટો છે. અને એ સાચો સમય આવે એની રાહ જોવી એ પાછું કિસ્મત પર depend કરે છે.
બે મિત્રો હોઈ છે, બે જંગલમાં ભૂલા પડે છે, તેમને ભૂખ લાગે છે. એક મિત્ર કહે છે કે કૈક ખાવા નું શોધવા જવું પડશે અને બીજો કહે છે કે ભાઈ આપડા કિસ્મતમાં હશે તો શોધવા નઈ જાવું પડે. પણ પેલો મિત્ર બીજા મિત્ર ની આ વાત પર હસે છે અને તે તો નીકળી પડે છે ખાવા નું શોધવા અને તે ખાઈ લે છે, તેને થાય છે કે લાવ ને મારા મિત્ર માટે પણ લઈ જાવ અને પછી તે મિત્ર માટે ખાવા નું લઈ ને જાઈ છે.
પછી બીજા મિત્ર ને કહે છે જોયું ને મિત્ર મહેનત થી જ ખાવા મળ્યું ને ત્યારે બીજો મિત્ર કહે છે કે દોસ્ત મને તો કિસ્મત થી જ ખાવા નું મળ્યું ને!!
જો પેલો મિત્ર લેવા ન ગયો હોત તો બીજા મિત્ર ને પણ કિસ્મતથી તે ના જ મળે.