આજ વેલેન્ટાઇન ડે.
આખી કોલેજ તેની ચુંબકીય અસર તળે હોય એવુંપ્રતીત થઈ રહ્યુંહતું. આધુનિક વેશભૂષામાંસજ્જ દરેકરે યુવક યુવતીઓ પોતાના મનગમતા પાત્રને મનાવવાની વેતરણમાંજોતરાઈ ગયા હતા. આ બધો તાયફો, બેદિવસ પહેલા
જ નવુંએડમિશન લઈનેઆવેલી ગામડાની અવની જોઈ રહી હતી. ત્યાંજ
કોલેજના છેલબટાઉ અનેગર્ભશ્રીમંત એવા આકાશેઆવી કહ્યું,
"વિલ યુબી માય વેલેન્ટાઇન ?"
ને, અવનીએ તેની સુરાહીદાર ગરદન ઘુમાવી. સામેલાલ ગુલાબનો બુકે લઈ ઉભેલા આકાશ પર દૃષ્ટિ પડતાજ તેસ્થિ ર થઈ ગઈ. ડેશિંગ પર્સનાલિટી,બ્રાન્ડેડ કપડાંનેઅસ્ખલિત વહેતી તેની વાણી પર તેમોહિત થઈ ગઈ. તંદ્રામાં રહેલી અવનીએ તેનો હાથ ક્યારે લંબાવી દીધો, તેનુંપણ તેનેભાન ન રહ્યું. પછી તો, કૉલેજથી કેન્ટિ ન, કેન્ટિ નથીરેસ્રેટોરન્ટ નેરેસ્રેટોરન્ટ થી હોટલની સફરશરૂ થઈ ગઈ. એક વરસની અંદર તો તેણેશહેરની તમામ આલીશાન હોટલના સ્યુટ જોઈ લીધા. યુવાનીનુંખળખળ વહેતુંઝરણુંપ્રેમનાંનામેગંધાતુંગોબરુખાબોચિયુંબની ગયું. ફૂલમાંથી રસકસ ઉડી જતા ભમરાનેહવેઆ ફૂલનકામુંલાગવા લાગ્યું. આકાશની બેરુખી અનેપોતાના આ બેનામી સંબંધથીકંટાળી તેણેએક દિવ સ આકાશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.એક અટ્ટહાસ્ય સાથે, "લગ્ન ? તારી સાથે? ક્યારેયરે નહી. હું કોલેજનાંસંબધો
કોલેજ સુધી જ સીમિત રાખવામાંમાનુંછું. સપ્તપદીનેચોરીનાંચાર ફેરા પાસેતેસાવ વામણા !"
સાંભળી આશ્ચર્યઅનેઆઘાતથી મૂઢ અવની ત્યાંજ ફસડાઈપડી. હોસ્પિટલનાંબિછાનેપડેલી અવનીનેઆજ આ એક જ અક્ષરનો અર્થસમજાતો નથી કે,
"વ એટલેવેલેન્ટાઈન કે પછી વ એટલે?