નાના એવા ગામમાંએક દંપતી પોતાના ચાર સંતાનો સાથેરહે છે. આ ચારસંતાનોમાંસૌથી મોટી દીકરી છે અનેપછી ત્રણ દીકરા. દીકરીનુનામ શૈલા છેમોટા દીકરાનુંનામ ગોપાલ અનેવચેટ દીકરાનુંનામ ઘનશ્યામ તો સહુથી નાના દીકરાનુંનામ કપિલ છે.ખૂબ આનંદથી આ પરિવાર રહેતો હોય છે. ધીરે ધીરે સંતાનો મોટા થઈ રહ્યા છે શૈલા અને ગોપાલ વચ્ચેબેવર્ષનુંઅંતર છે પણ બંનેભાઈ બહેનનેખૂબ બનતુંહોય છે.
શૈલા ત્રણ ભાઈઓ વચ્ચેએક જ બહેન છે તેમાંપણ ઘરમાંસહુથી પહેલુંસંતાનછે એટલેબધાની ખૂબ લાડકી છે.
કામ કરતા બધુંજ આવડે શૈલાનેપણ એ ક્યારેયરે કામ કરે નહીં.હીં આમ ક્યારેયરેશૈલા કામ ન કરતી એટલેગોપાલ હંમેશા શૈલાનેસંભળાવતો જ્યાંજઈશત્યાંથી પાછી આવીશ.ભાઈના મોંએમોં આ કટુ વાક્ય સાંભળીનેશૈલા પોતાની જાતનેજ વચન આપેછે. ભલેમારા લગ્ન નથી થયા પરંતુજ્યારે પણ લગ્ન થશેઅનેગમેએટલીમુશ્કેલી પડશેતો હું સહન કરીશ પણ હું પાછી નહીં આવું.શૈલા મોટી થતાંતેના લગ્ન કરવામાંઆવેછે અનેખરેખર રે શૈલાનેજીવનમાંખૂબ સંઘર્ષ કરવો પડે છે પરંતુશૈલા સંઘર્ષકરી રહી છે અનેપોતાની જાતનેઆપેલા વચનનેનિભાવી રહી છે. તેપિયરમાંજણાવતી પણ નથી કે તેનેજીવનમાંઘણી મુશ્કેલી છે.