એક હતી ખિસકોલી. એણેએક ઝાડ હેઠળ ઘર કર્યું. ઘરનેસરસ રીતેશણગાર્યું. ઘર જોઈ ગલબા શિયાળનું મન લલચાયું. એ કહે, આવા ઘરમાંખિસકોલી રહે એ શોભેનહીં,હીં આમાંહું રહું તો ઘર પણ શોભેઅનેહું પણ
શોભું!
એ સમયેખિસકોલી ખેતરમાંમગફળી વીણવા ગઈ હતી, તેથી ઘરમાંકોઈ હતુંનહીં.હીં ગલબાએ તેજ ઘડીએ ઘરમાંધામા નાખ્યા.
થોડી વાર પછી ખિસકોલી આવી. આંગણામાંપગ દેતાંજ તેનેખબર પડી કે ઘરમાંકોઈ છે એટલેએણેબૂમ પાડી, એ...ઈ, ઘરમાંકોણ છે ?
શિયાળે કહ્યું, કોણ, તેહું છે, ગલબો શિયાળ - ઘરનો માલિક.
ખિસકોલીએ કહ્યું, આ મારું ઘર છે, તુંનીકળ મારા ઘરમાંથી !
ગલબાએ કહ્યું, ઘર મારું છે, હું મારા ઘરમાં થી નહીં નીકળું.ખિસકોલીએ કહ્યું, તુંચોર છે, તુંબદમાશ છે, તુંખોટી રીતેમારા ઘરમાંઘૂસી ગયો છે. હું કાજીનેફરિયાદ કરીશ.ફરિયાદ કાલેકરતી હો તો આજે કર ! મનેએનો વાંધો નથી. ગલબાએ કહ્યું.એટલામાંત્યાંથઈનેએક કૂકડો નીકળ્યો.
તરત ખિસકોલીએ બૂમ મારી, એ...ઈ કાજી સાહેબ, એ...ઈ કાજી સાહેબ ! અમારો ન્યાય કરો !
કૂકડાએ નજીક આવી કહ્યું, બોલ, શી ફરિયાદ છે ?
ખિસકોલીએ કહ્યું, આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીનેબેસી ગયો છે. આપ હુકમ કરી મારા ઘરમાંથી એનેકાઢો !કૂકડાએ રુઆબથી કહ્યું, હમણાં કાઢું ! હું હુકમ કરું એટલી વાર. હું કોઈની બદમા શી નહીં ચાલવા દઉં. બોલતાં બોલતાં એ જુસ્સામાં આગળવધ્યો અનેઘરના આંગણામાંઆવી ઊભો નેબોલ્યો, એ... બદમાશ, સાંભળ. હું કાજી તનેહુકમ કરું છું કે મારી સામેઅબઘડી હાજર થા !
ગલબો શિયાળ ઘરના બારણામાંઆવી ઊભો.કૂકડો એનેજોઈ મનમાંકહે, ઓહ, આ તો ગલબો મિનિસ્ટર છે ! એની સામેહુકમ કરવામાં ભારે જોખમ ! નોકરી જાય અનેકદાચ જીવ ખોવાનોવારો આવે!
તેણેકહ્યું, ખિસકોલી બાઈ, તમેકહો છો કે આ ઘર તમારું છે, પણ હું અત્યારે નજરોનજર જોઉં છું કે ઘરમાં ગલબોજી રહે છે. તો જે ઘરમાં તમેરહેતાંનથી એ ઘર તમારું કેવી રીતેહોઈ શકે ?
ખિસકોલીએ રોતાંરોતાંકહ્યું, સાહેબ, ઘર મારું છે. હું સાચુંકહું છું, આ ઘર મારું છે.
કૂકડાએ ગલબાનેપૂછ્યું, આ વિશેઆપનુંશુંકહેવુંછે ?
ગલબાએ કહ્યું, હું આ ઘરમાંરહું છું એ આપ નજરે જુઓ છો, પછી મારે કંઈ કહેવાનુંરહેતુંનથી.
કાજી કૂકડાએ ચુકાદો આપ્યો, જેમજે ખેડે તેનુંખેતર અનેમારે તેની લાઠી. તેમ ઘરમાંજે રહે તેનુંઘર ! જેનો જે કબજો તેનુંઘર ! ખિસકોલીની ફરિયાદકાઢી નાખવામાંઆવેછે.ચુકાદો જાહેર કરી કાજીસાહેબ ચાલ્યા ગયા .
ગલબો હાશ કરી ઘરમાંસૂવા ગયો.ખિસકોલી ડૂસકાંભરતી ત્યાંથી ચાલી નીકળી. એનેરડતી જતી જોઈ ઝાડ પર બેઠેલા કપિ વાનરે એનેપૂછ્યું, બહેન, તમેશા માટે દુ:ખી થઈનેરડોછો?
ખિસકોલીએ કહ્યું, દુનિયામાંગરીબનુંકોઈ બેલી નથી, ભાઈ !
કપિએ કહ્યું, કોઈ જ નથી એવુંતો કેમ કહેવાય બહેન ? સૂરજ હજી ઊગેતો છે !
હવેખિસકોલીએ રડતાંરડતાંપોતાની બધી વીતક વાત કરી.એ સાંભળી કપિ વિચારમાંપડી ગયો. બીજી ડાળ પર એક કાગડો બેઠેલો હતો.કપિએ એનેપૂછ્યું, ખિસકોલીની વાત તમેસાંભળી ?
કાગડાએ કહ્યું, હા, મનેએની વાત સાચી લાગેછે.કપિએ કહ્યું, તો સાચુંલાગેછે એટલુંકહીનેઆપણાથી છૂટી જવાય નહીં.હીં..નહીં જ. એનેએનુંઘર પાછું મળે એવુંકરવું જોઈએ. કાગડાએ કહ્યું.
સામેગલબો શિયાળ છે. કપિએ કહ્યું.હા, સામેજૂઠ અનેપ્રપંચ છે. કાગડાએ કહ્યું.હ્યું
આ બેજણ વચ્ચેપછી ખાનગી મસલત ચા લી. તેમણેએક રણનીતિ નક્કી કરી અનેતેપ્રમાણેકામ શરૂ કરી દીધું.
એ ભૂતિયુંઘર છે, એમાં ભૂત રહે છે. એક રાત પણ કોઈ એમાં રહી શકતુંનથી. ઘર ફક્કડ છે, આરામ માટે સારું છે, પણ કોઈ જરી ઝોકું ખાય તો
ભૂત તરત એનેબોચીમાંથી પકડે છે અનેમા રી ખાય છે.
બાપ રે,રેમનેકોઈ મફત આપેતોયેઆવા ઘરમાંહું ન રહું !
ગલબાએ બહાર નજર કરી. જોયુંતો એક હતો વાંદરો નેબીજો હતો કાગડો.
એ લોકોના ચાલી ગયા પછી ગલબો કહે, હું કંઈ આવા ભૂતબૂતમાંમાનતો નથી. ભૂતનેનજરે દેખુંતોયેમાનુંનહીં એવો હું બુદ્ધિવંતો છું.
આમ, કેટલો ક વખત વીતી ગયો. અચાનક કંઈ અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી. જોયુંતો એક તેતર અનેએક કબૂતર વાતો કરતાં
જતાંહતાં.
તેતરે ખિસકોલીવાળુંઘર દેખાડી કહ્યું, આ ઘર વેચવાનું છે, બહુ સસ્તામાં મળે એમ છે. મારો વિચાર એ લેવાનો છે. તમારી શી સલાહ છે ? મિત્ર
તરીકે તમેસાચી સલાહ આપજો !
કબૂતરે ઘર સામેજોઈ કહ્યું, ઊંહું ! ઊંહું !
તેતરે કહ્યું, કેમ ઊંહું !
કબૂતરે કહ્યું, મનેપણ તારી જેમજે એ ઘર ખરીદવાનો વિચાર આવેલો, એટલેમેંતપાસ કરી તો મનેમાલૂમ પડ્યું કે એ ભૂતિયું ઘર છે. એમાં એક
બ્રહ્મરાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત રહી શકતું નથી. કહે છે કે માણસ જરી ઊંઘવાનું કરે તો તરત બ્રહ્મરાક્ષસ આવીનેએનેબોચીમાંથી પકડે છે ને
મારી ખાય છે !
બાપ રે ! તેતર ફફડી ગયું. સારું થયુંતમેમનેચેતવ્યો ! આમ વાતો કરતાંકરતાંતેઓ ચાલી ગયા.
ગલબો મનમાંકહે, હેં, શુંઆ ભૂતિયુંઘર છે ? એમાંબ્રહ્મરાક્ષસ રહે છે ? બ્રહ્મરાક્ષસ તો ભૂત કરતાંયેભૂંડો !
એ ભયથી ફફડી ગયો, પણ ગલબો બહાદુર હતો. કહે, હું ઊંઘીશ જ નહીં,હીં પછી બ્રહ્મરાક્ષસ મનેશુંકરવાનો છે ?
મનમાંઆવુંબોલ્યો ખરો, પણ એનેઊંઘવુંહતું, પરાણેઆંખો ઉઘાડી રાખી બેઠો હતો.
ગલબાએ કબૂતર અનેતેતરની વાતચીત બરાબર સાંભળી હતી. સાંભળીનેએ ફફડી ગયો હતો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઊતરી ગયો. એ
મોટેથી બોલ્યો, નક્કી આ ઘર ભૂતિયુંછે. કબૂતર-તેતર એનેભૂતિયુંકહે છે એટલેએ ભૂતિયુંછે જ. વળી, ભૂત ભેગો બ્રહ્મરાક્ષસ પણ છે. બ્રહ્મરાક્ષસ
તો ભૂત કરતાંયેભૂંડો !
એ મોટેથી બોલી ઊઠ્યો, છી ! આવા ઘરમાંહું નહીં રહું, ભલેખિસકોલી અહીં રહે નેમરે ! એ મરે એ જ લાગની છે.
તેજ ઘડીએ એણેઘર છોડી દીધું.
વાંદરો અનેકાગડો ઝાડ પર બેઠાંબેઠાંગલબા પર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તેતેમણેસાંભળ્યુંહતુંઅનેએનેઘર છોડી ભાગી
જતો જોયો હતો. તેતર, કબૂતર બધાંએમનાંમિત્રો હતાં. બધાંએ મળીનેગલબાનેબિવડાવી ભગાડવાની યુક્તિ ગોઠવી હતી અનેતેબરાબર પાર
પડી હતી.
ખિસકોલી તો હજી ઝાડની નીચેલમણેહાથ દઈનેબેઠી હતી. અચાનક એણેવાંદરાનો અવાજ સાંભળ્યો, ખિસકોલીબહેન, ખુશ થાઓ ! તમારું
ઘર ખાલી છે - ગલબો ભાગી ગયો, હવેફરી એ નહીં આવે! ચાલો, અમેતમનેતમારે ઘેર લઈ જઈએ !
ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર ખાલી કરી ગયો છે એ વાત એના માન્યામાંન આવી. એ હેં હેં કરતી રહી અનેવાંદરો, કાગડો, તેતર,
કબૂતર, સસલું, હરણ બધાંસરઘસાકારે ગો ઠવાઈ ગયાં- કોઈ પીપૂડી ફૂંકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે!
જોવા જેવો જે ખેલ થયો. ખિસકોલીનેલઈનેસરઘસ ચાલ્યું, નેખિસકોલીના ઘરે પહોંચ્હોં યું.
ઘર ખાલી જોઈ ખિસકોલીના આનંદનો પા ર ન રહ્યો. સઘળે આનંદ આનંદ થઈ રહ્યો.