એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામેએક મોચી રહેતો હતો. ખૂબ જ પ્રમાણિક અનેમહેનતુ. સદગુણોનો ભંડાર. ઈર્ષ્યા, લોભ, કપટ, લાલચ જેવા જેદુર્ગુણોથી દૂર રહે, સદા પ્રભુની સેવા કરી અનેજોડા સીવતાં સીવતાં ભજન ગાય. આ રીતેખૂબ જ સદભાવનાપૂર્વક જીવન જીવતાં જીવતાં તેઆનંદમાંદિવસ ગાળતો.
બાજુમાં રહેતો શેઠ તેનાથી વિપરીત સ્વભાવનો. ખૂબ જ લાલચુઅનેહંમેશા દુ:ખી રહેનારો. દુકાન તથા લેવડદેવડના વિચારમાં ચિંતાતુર રહેતો. પેલામોચીનાંવૈરાગ્યવાળાંભજન સાંભળીનેશેઠનેશાંતિ વળતી.
એક દિવસ શેઠે મોચીનેપૂછ્યું: ‘તુંશુંકમા ય છે ?’
મોચીએ કહ્યું: ‘રોજના આઠ આના. જેટજેલુંકમાઉં તેપ્રમાણેમારે ખર્ચછે.’
શેઠે કહ્યું : ‘તારા ભજનથી મનેબહુ આનંદ થાય છે, માટે હું તનેપચાસ રૂપિયા આપુંછું. મેંજો દવા કરાવી હોત તો, પણ એટલુંખર્ચતો થાત અનેઆટલોઆનંદ મળત નહીં.હીં’મોચીનેરૂપિયા મળ્યા , એટલેતેનેસાચવવાની ચિંતામાંતેપડ્યો. દિવસમાંબે-ત્રણ વખત પેલા રૂપિયા ગણી જુએ. રાતદિવસ તેનુંચિત્ત તેમાંજ રહે. રાત્રેતે
ગણી ઓશીકે મૂકે. રાત્રેઊંઘ પણ ન આવે, એટલેદિવસેજોડા સીવતાં ઝોકાં આવે, તેભજન ગાવાનું પણ ભૂલી ગયો. તેપૂર્વજન્મનો સંસ્કારી હોવાથીસમજી ગયો કે, આ બધાંનું કારણ પચાસ રૂપિયા છે. તેથી શેઠનેત્યાં જઈ તેરૂપિયા આપી આવ્યો અનેશેઠનેકહ્યું : ‘તમેતેબીજે વાપરજો’ પછી મોચીપાછો પોતાનેધંધેવળગ્યો અનેપહેલાંની માફક ભજન લલકારવા લાગ્યો. શેઠ પણ ફરીથી તેનાંવૈરાગી ભજન સાંભળવાથી ચિંતામુક્ત થય