વિશ્વની સૌથી મોંઘી કરન્સી – બિટકોઇન
રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ કરન્સી કોઈ કાયદાની હદમાં નથી આવતી. બિટકોઇનનો ઉપયોગ બેન્કની સુવિધા વિના લેણદેણ, ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર ડાયરેક્ટર ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન શોપિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે થાય છે.
શું છે બિટકોઇન
બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જેને ઇલેકટ્રોનિક રૂપમાં બનાવાઇ છે અને આ જ રૂપમાં તેને રાખવામાં આવી છે. આ એક એવી કરન્સી છે જેની પર કોઇ દેશની સરકારનું નિયંત્રણ નથી. રૂપિયા કે ડોલરની જેમ તેનું છાપકામ નથી કરવામાં આવતું. આને કોમ્પ્યુટર દ્ધારા બનાવવામાં આવે છે. એક કોયડાનો ઓનલાઇન ઉકેલ લાવવા પર બિટકોઈન મળે છે, સાથે જ રૂપિયા આપીને પણ તે ખરીદી શકાય છે.
નામ આપવામાં આવ્યું ગુપ્ત મુદ્રા
બિટકોઇન ઓનલાઇન ચુકવણીનું માધ્યમ છે. જેને ડિજિટલ કે ગુપ્ત મુદ્રાનું નામ આપવામાં આવ્યું છે. આના માટે કોઇ કેન્દ્રીય વ્યવસ્થા નથી. લોકો મુશ્કેલ ગણતરી અને ગુપ્ત કોડિંગ દ્ધારા જાતે પોતાની મુદ્રા જમા કરે અને પછી ખર્ચ કરે છે. જેને માઇનિંગ કહેવામાં આવે છે. તો નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના બદલામાં એક સામાન્ય ફી લેવામાં આવે છે. જે ક્રેડિટ કાર્ડની તુલનામાં ઘણી ઓછી હોય છે. જો કે, ક્રેડિટ કાર્ડથી ઉલટું આમાં ખરીદારે જ આ ફી ચુકવવી પડે છે.
શેના માટે થાય છે ઉપયોગ
બિટકોઇનનો ઉપયોગ ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર સીધી લેવડ-દેવડ, સામાન ખરીદવા અને ગેરકાયદે ખરીદ-વેચાણમાં થાય છે. ભારતમાં બિટકોઇનના ટ્રાન્ઝેકશનનું પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. Click Here to see bit coin platform જો કે, બિટકોઇનને લઇને કેટલાક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. જેમ કે આની કિંમતમાં મોટાભાગે ઉતાર-ચઢાવ જોવા મળે છે. બિટકોઇન કોઇ સેન્ટ્રલ બેન્કના કન્ટ્રોલમાં નથી અને બિટકોઇનનો સોદો કોની સાથે થયો તે શોધવાનું મુશ્કેલ છે.
રૂપિયા કે ડોલરની જેમ આના ઉપયોગથી પણ વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરી શકાય છે. પરંતુ એક વધુ ખાસિયત જે તેને બીજાઓ કરતાં અલગ બનાવે છે, તે છે તેનું ડિસેન્ટ્રલાઇઝ્ડ હોવું. બિટ કોઇન નેટવર્ક કોઇ પણ સંસ્થાના નિયંત્રણમાં નથી.
કેવી રીતે બને છે બિટ કોઇન
આપ જાણો છે કે તેનું છાપકામ નથી થતું. એક ડિસ્ટ્રિબ્યુટેડ નેટવર્કમાં કોમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરીને તેને ડિજિટલ રીતે માઇન (બનાવવામાં) કરવામાં આવે છે. આ નેટવર્ક આ કરન્સીના ટ્રાન્ઝેકશનને પણ પ્રોસેસ કરે છે. એટલે કે આ તેનું પેમેન્ટ નેટવર્ક પણ હોય છે. જેનું નિર્માણ એક એવો વર્ગ કરે છે જેની સાથે આપ પણ જોડાઇ શકો છો. પરંતુ એનો અર્થ એવો કયારેય નથી કે તેને અસીમિત સંખ્યામાં બનાવી શકાય છે. બિટકોઇન પ્રોટોકોલ અનુસાર, વધારેમાં વધારે ૨૧૦ લાખ બિટકોઇન જ બનાવી શકાય છે.
કેમ છે સૌથી મોંઘી મુદ્રા
– ફકત ૩ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલી બિટકોઇન દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે. એક બિટકોઇનની કિંમત છે ૬૦૦ ડોલરથી પણ વધારે અથવા અંદાજે ૪૧૦૦૦ રૂપિયા છે.Click Here For Current Bitcoin Rate
– ભારતમાં લેવડ-દેવડ- ભારતમાં કેટલાક ઓપરેટર બિટકોઇન ઓનલાઇન પ્રોવાઇડ કરે છે. વિનિમય સેવા, રૂપિયા કે અન્ય મુદ્રાના બદલે બિટકોઇનની રજૂઆત થાય છે.
– ડિજિટલ મુદ્રા બિટકોઇનની વધતી લોકપ્રિયતાએ નિયામકોને મોટી ચિંતામાં નાંખી દીધા છે. કારણ કે તેની સાથે મનીલોન્ડરીંગ જોખમ નિયામકોની ઉંઘ ઉડાડી નાંખી છે.
– નિયામકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, છેતરપિંડી કરનારા લોકો બિટકોઈનનો દૂરપયોગ કરી ભોળા રોકાણકારોને ઈ-પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી શકે છે. જો ખરેખર એવું થાય તો ચોક્કસ આ રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી જશે.