shabd-logo

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ???

29 May 2023

29 જોયું 29

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ?  



article-image

અનુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે. બાળક એટલે પોતાનું સર્જન. એ સર્જનને સર્વશ્રેષ્ઠ બનાવવાની મહત્વાકાંક્ષા કઈ માને ન હોય ? અને એવી મહત્વાકાંક્ષાને કારણે જ તો દુનિયા આટલો વિકાસ સાધી રહી છે. પ્રિયાબેન પોતે પણ ઘણું ભણેલાં ને હોશિયાર. સારી નોકરી અને સમાજમાં માન પણ સારું. અનુરાગ દોઢેક વર્ષનો થયો ત્યારથી જ સારી સ્કૂલના ઍડમિશનની તપાસ શરૂ કરી દીધી. અત્યારે તો સારી સ્કૂલમાં ઍડમિશન લેવું એ પણ કેટલું મુશ્કેલ છે ? પણ પ્રિયાબેનની આર્થિક સદ્ધરતાને કારણે એમાં તો કંઈ વાંધો ન આવ્યો અને બંનેની વગ પણ સારી ને !

જોતજોતામાં તો અનુરાગ છ વર્ષનો થઈ ગયો અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંય આવી ગયો. વખતને જતાં કંઈ વાર લાગે છે ? નર્સરી અને જુનિયર સિનિયર કે.જી.માં તો બહુ વાંધો ન આવ્યો, પણ હવે ભણવાનું શરૂ થયું. સવારે સાડા આઠે તો અનુરાગને સ્કૂલ હોય, બપોરે અઢી વાગે આવે, થોડુંઘણું ખાય ને રમવું હોય તો રમે ને સૂઈ જાય, ઊઠે ત્યાં તો મમ્મી ઑફિસેથી આવી જાય. પ્રિયાબેન આવે એટલે ઘરનું કામ. રસોઈ બધાંની. તો ઉતાવળ હોય જ. સાંજ જ એવી હોય કે જ્યારે છોકરાં છૂટથી રમી શકે એટલે અનુરાગને સાંજે તો ભણવા બેસાડાય નહીં, પ્રશ્ન મોટો એ ઊભો થાય કે એને ભણાવવો ક્યારે !

અંગ્રેજી મિડિયમ તો લેવડાવવું જ પડે. છોકરાને હોશિયાર બનાવવો હોય અને જમાના સાથે કદમ મિલાવવા હોય તો હવે ગુજરાતી મિડિયમ કંઈ ઓછું ચાલે ! કેટકેટલા લોકો ટીકા કરે, ‘તમે આટલાં ભણેલાં-ગણેલાં ને દીકરાને ગુજરાતી મિડિયમમાં મૂક્યો છે ? મોટો થઈને તમને દોષ નહીં દે !’ પણ એ અંગ્રેજી મિડિયમ છોકરાને માથે કેટલો સ્ટ્રેસ ઊભો કરે છે એ તો એમની મમ્મીઓને મળીને પૂછો ત્યારે જ ખબર પડે. પાછાં પ્રિયાબેન તો પૂરેપૂરાં આદર્શવાદી, ‘રાતે વહેલાં સૂઈ જઈ, વહેલાં ઊઠે વીર, તન મન ધન બુદ્ધિ વધે, સુખમાં રહે શરીર’માં માનનારાં એટલે પહેલેથી જ એવું માને કે મારે અનુરાગને વહેલા ઊઠવાની અને નિયમિતતાની બાળપણથી જ ટેવ પાડવી છે. જીવનમાં શિસ્ત કેટલી બધી જરૂરી છે ! એ ન હોય તો મોટો થતાં માણસ બધેથી પાછો પડે. પછી ભલે ને એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય.

અને એટલે આટલા નાના અનુરાગનેય સાડા છમાં તો ઉઠાડી જ દે, બિચારો નાનકડો અનુરાગ, એક ઠેકાણેથી બીજે ઠેકાણે પડતાં નાંખતો-નાંખતો માંડ, એની ગાડી ગિયરમાં પડે. દૂધ પણ પૂરો ગ્લાસ પીધું ન હોય ને હોમવર્કનો હાઉ તેના માથા ઉપર સવાર થઈ જાય ! રોજ હોમવર્ક તો બાકી હોય જ, કારણ કે સાંજે રમીને આવીને નાહી-ધોઈને થોડુંઘણું હોમવર્ક થયું હોય, પણ પછી તો પપ્પા ઘરમાં આવે એટલે ટીવીની સિરિયલનો ટાઈમ થાય, મમ્મી-પપ્પા આખો દિવસ કામ કરીને કંટાળ્યાં હોય, એટલે રિલેક્સેશન માટે ટીવી તો જુએ જ ને ! અનુરાગને ભણવા બેસાડે ખરાં પણ આટલું નાનું બાળક, સામે જ ટીવી ચાલુ હોય તો ભણવામાં ધ્યાન રાખી શકાય ખરું ? અને એ ટીવી ચાલે ત્યાં સુધી ઊંઘી પણ ન જ શકે એટલે સૂતાં રોજ અગિયાર તો વાગે જ. આખો દિવસ બાળક તો દોડાદોડ કરતું હોય, પ્રવૃત્તિથી ધમધમતું હોય, એને પૂરતી ઊંઘ તો જોઈએ ને પણ આ બધું ક્યાંથી શક્ય બને ! અને એટલે અનુરાગની સવાર પડે ત્યારથી જ પ્રિયાબેનની એને ભણાવવા માટેની અકળામણ ને ઘાંટા ચાલુ થઈ જાય. કેટલીય વાર અનુરાગ અકળાય, ગુસ્સે થઈ જાય ને પ્રિયાબેન પણ આકળાં થઈ જાય. રોજેરોજનો આ સવારનો ક્રમ. અનુરાગની એકેય સવાર પ્રસન્નતાથી શરૂ જ ન થાય.


મેં મોટા ભાગની મમ્મીઓને ભણાવતી જોઈ છે, તે બધી જ જાણે અકળાતી-અકળાતી જ ભણાવતી જોઈ છે, પેલાં સ્મિતાબેન તો કહે, ‘મને બીજાં દસ કામ આપો તો કરી નાંખું, પણ આ છોકરાંઓને ભણાવવાનું કામ તો ભારે કપરું છે, કોણ જાણે આજકાલ છોકરાંઓને ભણવું જ કેમ ગમતું નથી ? એમને મારીમચડીને ભણાવવાં પડે છે, કેટલું મથીએ ત્યારે માંડ હોમવર્કનો પાર આવે છે, અને ઉતાવળ કરાવો તો અક્ષરનાં તો ઠેકાણાં જ ન મળે, મને તો ચિંતા થાય છે. આ છોકરાં આગળ કેવી રીતે વધશે ! ભણવું જ ન ગમે તે તો કેવી રીતે ચાલે ! ‘હું ભણવાનું enjoy કરું છું’ એવું કહેનાર કેટલી મમ્મીઓ મળે છે ? મને જરા કહેશો ? ન ભણાવીએ તો પરીક્ષાના માર્કસમાં ધબડકો વળે એટલે એ ભણાવે છે, પણ વહાલથી ભણાવનાર કેટલી મા તમને મળશે ? અને આવી સવાર શરૂ થવાને કારણે અનુરાગ રોજ સ્કૂલમાં પણ અસ્વસ્થ દશામાં જ આવે, સ્કૂલમાંય ધ્યાન રાખીને ક્યાંથી ભણી શકે ? એક તો ઊંઘ પૂરી થઈ ન હોય, સવારે મમ્મીએ ખૂબ ધમકાવ્યો હોય એનું હૃદયમાં પારાવાર દુઃખ હોય. આટલું નાનું બાળક હૃદયની એ વેદના કોની પાસે વ્યક્ત કરે ? અને એનો એ અજંપો પછી એના મિત્રો સાથેના વ્યવહારમાં વ્યક્ત થાય છે. વારંવાર એનાં બેન એનું બાવડું પકડી મારી ઑફિસમાં લઈને આવે છે. ‘બેન ! આ અનુરાગથી તો અમે થાકી ગયાં છીએ, બધાં જ સાથે ખૂબ મારામારી કરે છે ને કશું ભણતો જ નથી.’

અનુરાગને મેં મારી પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો, એની નમણી અને નિર્દોષ આંખોમાં ભારોભાર પશ્ચાત્તાપ દેખાઈ રહ્યો હતો. ગરમીથી રતૂમડા બની ગયેલા ગોરા ગાલ પર આંસુનાં ટીપાં સુકાઈ ગય યેલાં દેખાતાં હતાં. આ બધું જ એના અંતરની વ્યથાની ચાડી ખાતાં હતાં, બાલમનોવિજ્ઞાન મારી રગેરગમાં હોવાને કારણે અનુરાગની એ આંખમાંથી મને એની વ્યથા સમજાઈ અને મેં એનાં મમ્મીને બોલાવી, આખો ક્રમ બદલાવવા ખૂબ નિરાંતે સમજાવ્યાં. માબાપ બુદ્ધિશાળી હોય છે, ભણેલાં-ગણેલાં. ઘણાં શિક્ષિત હોય છે. પણ છોકરાંઓને રાતોરાત હોશિયાર કરી નાંખવાનું ભૂત એમના મગજમાં એવું તો સવાર થઈ ગયું હોય છે કે એ કુમળા મગજમાં ક્યારે અને ક્યાં હથોડા ઠોકાય છે, એમના હૃદયમાં ક્યાં શૂળ ભોંકાય છે એનો એમને ખ્યાલ જ નથી આવતો. ઈશ્વરે માનવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી જ છે. એને નવું જાણવાની ઈચ્છા થાય જ, જો પ્રેમથી અને શાંતિથી મા ભણાવે તો એને ભણવું ન ગમે તેવું બને ખરું ? ‘એક મા બરાબર સો શિક્ષક’ એ કંઈ એમ ને એમ ઓછું જ કહેવાયું છે ! એમાં ઘણું તથ્ય છે, પણ એ માટે આજની માએ ભેખ લેવો પડશે. My child is my challenge, એને તો હું જ તૈયાર કરીશ, હું જ ભણાવીશ, ટ્યૂશનના પૈસા ખર્ચીને ભાડૂતી માણસને ભરોસે આપણા એ મહામૂલા બુદ્ધિવાન બાળકોને ઓછાં સોંપી દેવાય ?

સ્કૂલમાં પણ શિક્ષકો એવો રસ લઈને ભણાવતાં ઓછાં જોવા મળે છે. ખરેખર શિક્ષણમાં અને વિદ્યાર્થીમાં રસ હોય એવા લોકો જ આજે આ ક્ષેત્રમાં કેટલા છે ? ગણ્યાંગાંઠ્યાં જ ને ! સેકન્ડ બેલ પડે પછી જ કૉમનરૂમમાંથી ખુરશીમાંથી ઊભા થઈ માંડમાંડ વર્ગમાં જવાનું, ભણાવવાની જે મિનિટો ઓછી થઈ તે તો ખરી અને પછી ભણાવે તે પણ એવા રસથી તો નહીં જ, શિક્ષકને પોતાને જ જે વિષયનું ઊંડું જ્ઞાન ન હોય એમાં રસ ન હોય, એનું વાચન સતત ન કરતો હોય, માત્ર વર્ગના પિરિયડનો સમય પૂરો કરવા પૂરતું અને કોર્સ પૂરો કરવા પૂરતું ભણાવાતું હોય તો વિદ્યાર્થીનેય રસ ક્યાંથી પડે ? રવીન્દ્રનાથ ટાગોર ક્યાં સ્કૂલમાં ગયા હતા ? ગૌતમ સારાભાઈનું પણ Home-schooling એ વર્ષોમાં થયું હતું ને ! હવે આ Concept પણ અજમાવીએ તો ખોટું નથી. અમે નાનાં હતાં ને ભણતાં હતાં ત્યારે પિરિયડ પૂરો થતો ત્યારે એમ લાગતું કે અરે પિરિયડ પૂરો થઈ ગયો ! શિક્ષક એવી તન્મયતાથી ભણાવતા. આજે એવા રસથી, એવા પ્રેમથી, એવી વિદ્વત્તાથી ભણાવી શકે એવા કેટલા શિક્ષકો છે ? વિદ્યાર્થીમાં તો ઘણું હીર પડ્યું છે. એ તો શિક્ષકની આંખમાંથી નીતરતો પ્રેમ અને તેનું જ્ઞાન ઝંખે છે, પણ એ બેમાંથી એકય આજનાં બી.એડ. કે એમ.એડ. થયેલા શિક્ષકોમાં જોવા મળે છે ખરાં ? બીજી કોઈ કેરિયરની પસંદગી કરી ન શકાઈ હોય તેથી અથવા તો અર્થઉપાર્જનને ધ્યાનમાં રાખીને શિક્ષકની કારકિર્દી પસંદ કરાતી હોય તો એવા શિક્ષકો વર્ગમાં ‘Easy Easy repeated, Hard Hard Omited and Course is Completed’ ની જેમ જ ભણાવે ! એમને રસ પડે, તો છોકરાંઓને રસ પડે ને ! અને પછી આપણે છોકરાંઓને દોષ દઈએ છીએ કે આજનાં છોકરાંઓને ભણવું જ નથી ગમતું. પણ ક્યાંથી ગમે ? ભણવા પ્રત્યેનો પ્રેમ જગાડે એવાં માબાપ પણ ક્યાં છે ? એવા શિક્ષક પણ ક્યાં છે ? અમેરિકામાં તો છેલ્લાં થોડા વખતથી માબાપમાં આવી જાગૃતિ આવી છે અને Home-schooling ની પ્રથા આવતી જાય છે, જેમાં બાળકનો સારો વિકાસ થઈ રહ્યો છે, પોતાના સંતાનની જવાબદારી માબાપે લેવી જ પડશે, હવે એ સિવાય બીજો વિકલ્પ દેખાતો નથી. 

30
લેખ
શું તમને ખબર છે ???
4.0
Here I will add on my 💭 about my perception
1

વાહન ચલાવતા ચલાવતા હવે સ્પેસક્રફ્ટ ઉડાવશે મહિલા

23 May 2023
1
0
0

અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની

2

લવ જીહાદ

26 May 2023
1
0
0

આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારત

3

ઓરા , કુંડલીની ....

29 May 2023
1
0
0

શરીરની બહાર શરીર     સોશિયલ  મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે.  વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા  મૉબાઇલમાં જ  ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વ

4

શેર - બજાર નો ઇતિહાસ ...

29 May 2023
0
0
0

શેર-બજાર નો ઇતિહાસ 0યાદ છે ને ૨૦૦૭ ની આગ ઝરતી તેજી અને ૨૦૦૮ મા તો આખી દુનીયામાં મંદીની માંદગીએ કેવો ભરડો લઇ લીધો હતો? અહીં કદાચ ૨૦૦૮ ની મંદીનુ કારણ ચર્ચવાનો કોઇ ફાયદો નથી કારણકે અત્યારે તો પાછી તેજ

5

બીટકોઈન

29 May 2023
1
0
0

વિશ્વની સૌથી મોંઘી કરન્સી – બિટકોઇન  રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી ક

6

શું આપને વાંચતા આવડે છે ??જરા ચકાસો

29 May 2023
1
0
0

શું આપને વાંચતા આવડે છે? એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધ

7

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ???

29 May 2023
1
0
0

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ?   અનુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે.

8

ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ

12 June 2023
0
0
0

હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...! ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એ સમયે સ

9

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story ) અનેલવ જિ-હાદની આ 6 વાસ્તવિક્તા

13 June 2023
0
0
0

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્

10

ડી-લિસ્ટીંગટીં આદિવાસી ની હુંકારની

13 June 2023
0
0
0

ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ.. - એક દર્દનાક પોકાર છે.. - સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે.. - વર્ષો જૂની વેદના છે.. - જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે.. - વનોની

11

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
0
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે...  #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ

12

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
1
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે... #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ તેમ

13

‘શિવલિંગ Shivling અર્થનો અનર્થ

15 June 2023
0
0
0

‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ ફેલાવી રહ્યા છે   શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અ

14

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે

15 June 2023
0
0
0

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમ  આ જાણવા જેવું જે છે. તમનેખબર છે કે અપણા ચાર ચાર વેદો અને૧૮ પુરાણો છે. આ ખબર હશેપણ તેકયા ક

15

ભારત કોહિનૂર સહિતનો અમૂલ્ય ભારતીય વારસો બ્રિટન પાસેથી પાછો લાવી શકશે?

17 June 2023
0
0
0

'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.

16

કેટલી શક્તિશાળી છે ભારતની સેના?

17 June 2023
0
0
0

પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે. તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપર

17

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર

17 June 2023
0
0
0

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં  પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણ

18

ચીનમાં મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તો પણ મુસ્લિમ દેશો કેમ ચૂપ છે?

17 June 2023
0
0
0

ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું. ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા ર

19

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ

20 June 2023
0
0
0

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાત

20

ભારતનેઇસ્લામિક દેશ બનાવવા જેહાજે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

20 June 2023
0
0
0

દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનું

21

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો

21 June 2023
0
0
0

કવરસ્ટોરી । મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને… દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપ

22

ભારતમાંએકમાત્ર રામભક્ત વિભીષણનુંમંદિર અહીં આવેલુંછે...!!

27 June 2023
0
0
0

એવુંકહેવાય છે કે વિશ્વનુંએક માત્ર એવુંમંદિર છે જ્યાંવિભીષણની પૂજા થાય છે. આજે આપણેઆ લેખમાંઆ મંદિર વિશેજાણીશુંકે શુંછે વિભીષણના મંદિર પાછળની કથા .  # રાજસ્થાનના કૈથૂનમાંઆવેલુંછે વિભીષણ મંદિર # વિશ્વમ

23

રાષ્ટ્રી ય સ્મારક જલિયાંવાલા બાગ પરિવારવાદના રાજનીતિકરણથી રાષ્ટ્રી યકરણ સુધીની કહાની ?

27 June 2023
0
0
0

૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસેજલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને૧૦૪ વર્ષપૂરાંથશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રી ય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસ

24

રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ શુંછે ? સંઘની યોજના દરેકરે ગામમાં જાણૉ

28 June 2023
0
0
0

આ શ્રેણીમાંરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેભારતભરમાંથી પધારેલા રે પ્રબુદ્ધજનો અનેસમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓનેકરેલરે ત્રિદિવસીય પ્રવચન

25

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો !

28 June 2023
0
0
0

દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખા

26

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાંશા માટે થાય છે ?

28 June 2023
0
0
0

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭

27

2050માં દુનિયા કેવી હશે?

7 July 2023
0
0
0

ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર Futurology છે.માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે એ

28

શાંત પળોમાં વિચારવા જેવું…

7 July 2023
0
0
0

શાંત પળોમાં વિચારવા જેવું… સોનાએ લોખંડને પૂછ્યું, જયારે આપણે  બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે? લોખંડે કહ્યું, “પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે!” જીવનમાં કોઈ

29

સ્વીસ ટાઇમ બૅન્ક

7 July 2023
0
0
0

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણા

30

પૃથ્વીની વધેલી ભ્રમણ ગતિના પરિણામો

8 July 2023
0
0
0

જો સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ઝડપ થોડી માત્રામાં પણ વધશે, તો ઘણા નોંધપાત્ર પરિણામો આવશે: 1. ટૂંકા વર્ષ:  પૃથ્વી દ્વારા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં જે સમય લાગે છે તેને એક વર્ષ ત

---

એક પુસ્તક વાંચો