શેર-બજાર નો ઇતિહાસ
0યાદ છે ને ૨૦૦૭ ની આગ ઝરતી તેજી અને ૨૦૦૮ મા તો આખી દુનીયામાં મંદીની માંદગીએ કેવો ભરડો લઇ લીધો હતો? અહીં કદાચ ૨૦૦૮ ની મંદીનુ કારણ ચર્ચવાનો કોઇ ફાયદો નથી કારણકે અત્યારે તો પાછી તેજી ની શરુઆત થઇ ગયી છે.
શું આ શેર-બજારમા તેજી મંદી ના સાયકલ ચાલ્યા જ કરે? તેજી પછી મંદી આવે જ? અને મંદી પછી ફરી પાછી તેજી આવે? તો શા માટે મંદીમા ગભરાવાનુ અને તેજીમા ખુશ થવાનુ? કેમ ના આને જીવન અને ઇન્વેસ્ટમેન્ટનો ક્રમ બાનાવીએ?
જુઓ આપણે પણ સ્માર્ટ ઇન્વેસ્ટર બનવુ હશે તો, સાદી ભષામા કહું તો, જાડી ચામડીના બનવુ પડસે. નીચે આપેલી ઘટનાઓને ધ્યાનથી વાંચો અને સમજો, જે આપણને ભવિષ્યમાં આવનારી આપત્તીઓ સામે લડવા માટે આપણા મનને માનસીક રીતે તૈયાર કરશે.
૧૯૯૩ ની સાલ મા હર્ષદ મહેતાએ મોટુ કૌભાંડ કર્યુ હતુ અને પછી અમુક વર્ષો બજાર ડામાડોળ થઇ ગયુ હતુ. એ પછી ૧૯૯૭ માં એશીયન દેશોની ક્રાઇસીસ આવી. વળી પાછુ ભારતે ૧૯૯૯ માં પોખરણમા અણુ ધડાકો કર્યો અને અમેરીકા કડક પગલા લેશે તેની બીકે માર્કેટમા પણ મોટો ધડાકો થયો અને બજાર બેસી ગયુ.૨૦૦૦ ની સાલ માં દુનીયા ભરમાં આ.ટી કંપનીઓનો ફુગ્ગો ફૂતી ગયો હતો અને ૨૦૦૧ ની સાલ મા કેતન પારેખનુ કૌભાંડ બહાર આવ્યુ. હજુ આ બધા ના વાદળા શમ્યા નહોતા ત્યાં તો ૯/૧૧ ની ઘટનાએ તો દુનીયા ભરના લોકોને મોંમા આંગળા નાખતા કરી દીધા હતા.
આ ઉપરાંત ભારતમાં બે- બે વડાપ્રધાનોની (રાજીવ ગાંધી અને ઇંદીરા ગાંધી) હત્યા, અયોધ્યા અને ગોધરા ના કોમ્યુનલ રાયોટસ અને આંતકી હુમલાઓએ પણ આપણી ઇકોનોમી ને ઘમરોળવામાં કાંઇ બાકી નથી રાખ્યુ.અધુરા મા પુરુ નક્સલવાદ, પ્લેગ, ભુકંપ, પુર, દુષ્કાળ અને સુનામીને પણ આ સેંસેક્સે સહ્યા છે.અને છતાંય પોતાની સ્થાપના થી આજસુધીમાં સેનસેક્સે કેટલા બધા રીટર્ન આપ્યા છે!
તો શા માટે ટુંકાગાળાની ચિંતા કરવી. બજારે તો ઉપરના બધાજ ઇવન્ટ દરમ્યાન નેગેટીવ જ રીએક્ટ કર્યુ હતુ પરંતુ પાછુ એ બધુ ઝડપથી ભુલી ને ફરીથી વધી ગયુ હતુ.
માટે જ સૌના ઇનવેસ્ટમેન્ટ ગુરુ એવા વોરેન બફેટ સાહેબે કહ્યું છે ને કે “શોર્ટ ટર્મ મા તો બજાર વોટીંગ મશીન છે પણ લોંગ ટર્મમા તો બજાર વેઈંગ મશીન છે.” (Source)