શાંત પળોમાં વિચારવા જેવું…
- સોનાએ લોખંડને પૂછ્યું, જયારે આપણે બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે? લોખંડે કહ્યું, “પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે!”
- જીવનમાં કોઈ પણ કામ ને નાનું ના સમજો.
– કોઈ લોખંડ નું કામ કરતા “TATA” બની ગયા.
– કોઈ જૂતા નું કામ કરતા “BATA” બનીગયા
– કોઈ ગાડી ધોતા ધોતા “અંબાણી” બની ગયા.
– કોઈ ચા વેચતા “PM” બની ગયા. - ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન આ ચારણી સાથે ચાલાકી નહિ કરનાર હંમેશા ફાયદામાં રહે છે!
- ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે,માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે, હસતા માણસના ખિસ્સા તપાસજો, શક્ય છે રૂમાલ ભીના મળે!
- પ્રતિષ્ટા વધે એટલે નિંદાનો ટેક્સ ચૂકવવો જ પડે, એટલે નિંદાથી ગભરાવું નહિ. નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે.
- જીવન માં સંકટ આવે તેને “PART OF LIFE” કહેવાય અને તે સંકટ હસીને દૂર કરે તેને “ART OF LIFE” કહેવાય.
- એરપોર્ટની બહાર લખેલું એક સુંદર વાક્ય,”ઉડાન” – એક મોટી ચીજ છે,રોજ ઉંડો પણ સાંજે નીચે આવી જાઓ, કારણ કે તમારી કામયાબી પાર તાળીઓ પાડવાવાળા અને ગળે લગાવવાવાળા બધા નીચે જ રહે છે!
- પહેલાના સમયમાં દુકાનમાં બોર્ડ લાગેલા હતા,” ગ્રાહક એ ભગવાન છે.” ત્યારે પોતાની ફીલીંગ આવતી હતી”, અને આજે એમ લખાય છે કે,”તમે કેમેરા ની નજરમાં છો.” ત્યારે ચોર જેવી ફીલીંગ થાય છે! રિશ્તા વહી સોચ નઈ!
- દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ.
- દુનિયા નું સૌથી અઘરું કામ: માતાની “મમતા” અને પિતાની “ક્ષમતા”નો અંદાજ લગાવવો.
- કુટુંબને એક કૅમેરા માં ભેગું કરીને બતાવવું સહેલું છે, ભાઈ! પણ એજ કુટુંબને ભેગું રાખીને, જીવવું ખુબ જ અઘરું છે!
- “દોસ્ત” શબ્દનો અર્થ ખુબ સરસ થાય છે. આપણામાં રહેલ “દોષ”ને જે “અસ્ત” કરી દે એ જ સાચો દોસ્ત!
- કોઈએ મોરારી બાપુને પૂછ્યું, “વુમન” અને “મેન” માં શું ફરક છે? મોરારી બાપુએ કહ્યું: “વુમન” શબ્દને પાછળ થી વાંચો તો “નમવુ” વંચાશે. “મેન” શબ્દ ને પાછળ થી વાંચો તો “નમે” વંચાશે. જે નમે એ “મેન” અને જેની આગળ નમવું પડે એ છે “વુમન”!
- જીવનની મુસાફરી લોકલ ગાડી જેવી છે, ધક્કામુકી કરી અંદર કરી અંદર ઘુસ્યા, ઉભા રહ્યા, માંડ માંડ બેસવાની જગ્યા મળી અને ત્યાં સ્ટેશન આવી ગયું.