ખડ્ડા - આજની ટૂંકી વાર્તા। ‘કલ, સુબહ મૈંઈસકો ગાડ આઉંગા, જીતના પ્યાર કરના હૈ, કર લે...’
મહંમદ હુસેનની બીવીનેગર્ભરહ્યો ત્યારથી જ એ બેટાનાંસપનાંઓ જોવા લાગ્યો હતો. પણ બીવીનેપ્રસૂતિ થઈ ત્યારે મહંમદ હુસેનના બધાંજ સપનાંઓચકનાચૂર થઈ ગયાં. એની બીવીએ દીકરી નેજન્મ આપ્યો હતો. મહંમદ હુસેનના ગુસ્સાનો પાર ના રહૃાો. એ વખતેસોનોગ્રાફી મશીનો હતાંનહીં કે એણેચેક કરાવ્યું હોય. જો હોત તો એણેદીકરીનેગર્ભમાં જ મારી નાંખી હોત. પણ એ સમયેએ સમય જેવા જે રિવાજો હતા. ઘણી જગ્યાએ દીકરીનેદૂધ પીતીકરવાનો રિવાજ હતો તો રણપ્રદેશમાં રહેતા લોકોનેત્યાંદીકરી જન્મેતો એનેદૂર રણમાંજઈ ખાડો ખોદીનેદાટી દેવાનો રિવાજ હતો. મહંમદ હુસેનનેકોઈપણ ભોગેદીકરી નહોતી ખપતી પણ બીવીની ઇચ્છાનેકારણેજેમજે તેમ કરી એણેપાંચ વર્ષકાઢી નાંખ્યાં. પછી એક દિવસ એણેનક્કી કરી નાંખ્યુકે દીકરીતો ખર્ચાનો ખાડો કરાવેછે. હવેએનેપતાવી દીધેજ છૂટકો. અનેએક દિવસ એણેએની બીવીનેકહ્યું, ‘કલ, સુબહ મૈંઈસકો ગાડ આઉંગા, જીતના પ્યારકરના હૈ, કર લે...’
બીવીએ ઘણી આનાકાની કરી. પણ મહંમદ હુસેનેએની એક વાત પણ ના સાંભળી. બીજા દિવસેસવારે એ બેટીનેલઈનેનીકળી પડ્યો. એક હાથમાંદીકરી અનેબીજા હાથમાંપાવડો લઈનેએ દૂર નેદૂર ચાલવા લાગ્યો. નિર્જનર્જ વિસ્તાર શોધતાંશોધતાંબપોર ચડી ગયા.એક અવાવરુ જગ્યાએ જઈ એણેદીકરીનેપાસેબેસાડી અનેખાડો ખોદવા લાગ્યો. ગરમી ખૂબ હતી. મહંમદનેપરસેવો વળી રહૃાો હતો. પરસેવામાંરેબરે ઝેબ જોઈનેબાજુમાં બેઠેલી દીકરી ઊભી થઈ અનેએના ડ્રેસના પાલવથી એણે એના પિતાના કપાળનો પરસેવો લૂછી નાંખ્યો. પિતા એની સામેજોઈ
રહ્યા. દીકરી એ કહ્યું, ‘અબ્બુજાન - આપ ફિકર મત કરો. આપ જબ તક ખડ્ડા નહીં ખોદ લેતેતબતક મૈંઆપકા પસીના પોંછપોં તી રહૂંગી’ અનેમહંમદનાહાથમાંથી પાવડો પડી ગયો. એ દીકરીનેવળગીનેધ્રુસકે નેધ્રુસકે રડી પડ્યો. એણેઅલ્લાહની માફી માંગી અનેદીકરીનેલઈનેઘરે આવ્યો.