એક આશા
વ્હાલાં ! જુદાઈ તો આવે,
આંખો આંસુ મિથ્યા લાવે;
યાદી એકલડી ર્હેવાની
એ એ રોવાને !
દૂર દાઝવું જો ના થાયે,
જો ના દ્હાડાથી ઓલાયે -
જો યાદી ના કૈં ભાવે તો -
ભૂલી જાવા આશાઓ !
૪-૬-૯૮
1 June 2023
એક આશા
વ્હાલાં ! જુદાઈ તો આવે,
આંખો આંસુ મિથ્યા લાવે;
યાદી એકલડી ર્હેવાની
એ એ રોવાને !
દૂર દાઝવું જો ના થાયે,
જો ના દ્હાડાથી ઓલાયે -
જો યાદી ના કૈં ભાવે તો -
ભૂલી જાવા આશાઓ !
૪-૬-૯૮
0 અનુયાયીઓ
તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.D