shabd-logo

સનમની યારી

1 June 2023

0 જોયું 0


સનમની યારી


યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ!
કોઈ ખુવારીથી ડરૂં યા ના ! સનમ !

તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ !
ખૂને ઝરે કૈં આલમો, ત્યારે, સનમ !

છે સોઈ તુંને કે નહીં દિલદારની ?
તુંને નઝર આ દિલ કરૂં યા ના ? સનમ !

કોઈ દીવાનો મસ્ત હો, લાચાર હો,
તેને રજા દરબારમાં યા ના ? સનમ !

મારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહી,
ત્હારી પુકારૂં શેરિયે યા ના ? સનમ !​


છે શોખ મિજમાનો ફકીરોનો ન યા ?
કૈં ઝિદ કરૂં દરવાનથી યા ના ? સનમ !

તકલીફની પરવા ન પીવા આવતાં,
હાથે મગર તું પાય છે યા ના ? સનમ !

લાખો જવાહિરો જહાં તુંને ધરે,
રાની કરૂં ત્યાં ગુલ રજુ યા ના ? સનમ !

જ્યાં લાખ ચશ્મો ચૂમતાં ત્હારા કદમ,
ત્યાં ભેટવા દોડું ત્હને યા ના ? સનમ !

નાલાયકી ને બેવકૂફી યારની,
ત્યાં તું શરાબીમાં ભળે યા ના ? સનમ !

શાહી ફકીરીથી ભળી જાણી નહીં,
દિલ ત્હોય ચાહે ચાહવું યા ના ! સનમ !

જોઈએ ત્હને ચશ્મે ઝરે છે ખૂન તે
ત્હારી હિનામાં રેડવું યા ના ? સનમ !

તું છે બધું, હું કાંઈ એ છું ના , મગર
યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ !


⁠૧૮૯૯ 

66
લેખ
કલાપી નો કેકારવ
4.0
કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ "કલાપી" એ લખેલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જે ૧૯૦૩માં તેમના મૃત્યુ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીએ ઇ.સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધી લખેલી બધી કાવ્યરચનાઓનો સંગ્રહ કલાપીનો કેકારવમાં કરવામાં આવ્યો છે.
1

કલાપી નો કેકારવ : પ્રસ્તાવના

31 May 2023
8
0
0

કલાપીનો કેકારવ                       એટલે સંસ્થાન લાઠીના સ્વ. ઠાકોરસાહેબ શ્રી સુરસિંહજી તખ્તસિંહ જી ગોહેલની    કવિતાઓનો સટીક સંગ્રહ  પ્રસ્તાવના  “પ્રેમ” વૃક્ષનાં સુગંધ સુમન-કાલિદાસ, ભ

2

અતિ દીર્ઘ આશા !

31 May 2023
2
0
0

અતિ દીર્ઘ આશા હું તો માનવી 'હું' ! વિશ્વ ના હું ! બ્રહ્મ ના ! જ્ઞાની નહીં ! હજુ તો ઉછરતા પ્રેમમાં છે અજ્ઞ તું એ હું સમી ! માયા અલકલટ તું તણી; તુજ ગાલની આ સુરખીઃ તુજ નેત્રની મીઠી ઝરીઃ તુજ પાં

3

નિમંત્રણ નું ઉત્તર

31 May 2023
2
0
0

નિમન્ત્રણનું ઉત્તર મળેલાં પત્રોથી મુજ નયન આસું ટપકતાં, ન હું આવું તો શું સુખી નવ થશો ? ઓ પ્રિય સખા ! મૃદુ પ્રેમી આજ્ઞા કમનસીબ પાળી નવ શકે, અરે ! કૈં રોવાનું મુજ જિગરનું તે ધરીશ હું !​ અહો ! જ્ય

4

બાલક !

31 May 2023
1
0
0

બાલક જે છે હજુ રુધિર સ્વર્ગથી કાલ આવ્યું, જે બાલ છે રમતમાં હજુ એ જ રક્તે, જેનાં સુખો પણ હજુ ફૂટતાં દિસે છે, ત કેમ યૌવન તણા સમજે દુઃખોને ?! પૂછે છે મ્હને, 'ક્યારે મ્હોટો, તાત ! થઈશ હું ?' ઉત્

5

છેલ્લી જફા !

31 May 2023
1
0
0

છેલ્લી જફા જફાથી ક્યાં સુધી આખર જિગર આ ન્હાસશે દૂરે ? જફા કાજે જિગર છે આ ! જિગર કાજે જફા છે એ ! જફા આ એકમાં જાતાં જફા લાખો ઉડી જાશે ! મગર કો બેજફા બિલકુલ જહાંમાં ના થયું થાશે ! મુસાફર ઝિન્દ

6

ઝેરી છુરી !

31 May 2023
1
0
0

ઝેરી છૂરી છુરી કટાઈ ગઈ તે ઉરમાં ધરીને હૈયું નિહાલ કરનાર ગઈ વિભૂતિ; તેને સજું જિગરની મુજ આ સરાણે, આશા ધરી અમર કો રસ પામવાની. તે કાટ આ હૃદયરક્ત વતી ચડેલો, તેમાં હલાહલ ભરું સ્મૃતિનું ઉમંગે; તે

7

તરછોડ નહી !

31 May 2023
1
0
0

તરછોડ નહીં મુજ ખાતર ત્હેં બહુ, નાથ ! સહ્યું, કટુ વેણ છતાં હજુ ત્હેં ન કહ્યું; તરછોડીશ કાં ? અપરાધી નહીં નકી ! આ જગમાં ક્યમ જાય રહ્યું ? ઉરનું પુષ્પ ન પોષી શકી, રડતું નિરખ્યું તુજ આ મૃદુ અન્ત

8

પહાડી સાધુ

31 May 2023
0
0
0

પ્હાડી સાધુ 'ભલા પ્હાડી સાધુ ! વિકટ સહુ આ પન્થ ગિરિના, 'તહીં દૂરે દીવા ટમટમ થતા આદરભર્યા; 'મ્હને દોરી જા વા જરીક કહી દે માર્ગ ચડવા, 'તહીં આ પન્થીને શયન વળી કૈં હૂંફ મળશે. 'ભરી ધીમે ધીમે દિવસ

9

હમારી પીછાન !!!

31 May 2023
0
0
0

હમારી પીછાન હમે જોગી બધા વરવા, સ્માશાનો ઢુંઢનારાઓ; તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ ! જહાં જેને કરી મુર્દું કબરમાં મોકલી દેતી, હમે એ કાનમાં જાદુ હમારું ફૂંકનારાઓ ! જહાંથી જે થયું બાતલ, અહીં

10

કોણ પરવાર્યું !!!

31 May 2023
0
0
0

કોણ પરવાર્યું અહીં દરવિશ બધા બુઝરગ ખુદાના ઇશ્કખાનામાં મગર એવી સફેદીથી જુવાની કોણ પરવાર્યું ? અહીં બદલી બધું જાતું : જિગરનાં ચશ્મ ને ચશ્માં ! મગર છે વસ્લ એ, રે રે ! સનમથી કોણ પરવાર્યું ? અહી

11

ચુમ્બનવિપ્લવ ~

31 May 2023
0
0
0

                                                            ચુમ્બનવિપ્લવ ત્યારે હતી અલક સૌ સર તે રમન્તી, ત્હારાં મૃણાલ વત બાલક અંગ સાથે; તું તો હતી ઉર ભણી મુજ આ ચડન્તી, ને એ લટો સરતી પાદસરોજ જોવ

12

પ્રેમથી તું શું ડરે ???

31 May 2023
0
0
0

પ્રેમથી તું શું ડરે ? ચોગાનમાં આલમ તણા રે ! પ્રેમથી તું શું ડરે ? ત્હારા ચમનનાં પુષ્પના કાંટા થકી તું શું ડરે ? લઈ લે મૃદુ આમોદ તો, તુંને ઉઝરડો છો થતો : ભોંકાય તો ભોંકાય છો, એ મામલાથી શું ડરે 

13

ભાવના અને વિશ્વ>>

31 May 2023
0
0
0

ભાવના અને વિશ્વ ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો ઝરા, તરુઓ વને; ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો, ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં, અહો ! અહીં તહીં બધ

14

નિદ્રાને : }

31 May 2023
0
0
0

નિદ્રાને ત્‍હારા કૃપાઝરણમાં ગૃહ આ સૂતાં સૌ, ત્‍હારી કૃપા જ ગગને શશી રેડતો આ; જ્યાં ત્યાં રચ્યાં શયન છે પ્રભુએ ય હાવાં, ડોલે સરો, ઉદધિ કોઈ મહાન સ્વપ્ને. ત્‍હારી કૃપા મુજ પરે ય હતી જ એવી, ના આ

15

પ્રેમમાં ક્રૂર દોરો !

31 May 2023
0
0
0

પ્રેમમાં ક્રૂર દોરો જગતમાં બદલો સમજ્યા વિના પ્રણય ના ચિરકાલ ટકી શકે ! પ્રણયમાં બદલો સમજ્યા વિના હૃદય ક્રૂર જ ક્રૂર બની શકે ! અને આ પ્રીતિને તુજ નયન જોઇ નવ શક્યા, જરા સ્પર્શી હૈયે નયન મુજ આ દ

16

' યજ્ઞમાં આમંત્રણ '

31 May 2023
0
0
0

યજ્ઞમાં આમંત્રણ અશ્રુની સૈયારી ધારાઃ સૈયારી નિઃશ્વાસે જ્વાળા ! પ્રેમ સૈયારી પીડાઃ      આ છે ખાકે સૈયારી - વ્લાલાં સૈયારી ! સાથી ના મૂકીને જાશેઃ સાથી સાથે રોશે, ગાશેઃ દિલની ખાક દિલે ચોળશેઃ

17

રજા ની માંગણી ?

31 May 2023
0
0
0

રજાની માગણી ત્રોફ્યું જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે ! બાકી રહ્યા ઘા હોય તો બે ચાર દઇ દેવા ઘટે ! ત્‍હેં શું કર્યું, તે આ બદન ખોલી બતાવાતું નથી ! ઝંજીરથી છોડી મગર કૈં શ્વાસ તો દેવો ઘટે

18

શિકારીને ~~~

31 May 2023
0
0
0

શિકારીને રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું; ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ; ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું. તીરથી

19

સ્વર્ગનો સાદ >>>

31 May 2023
0
0
0

સ્વર્ગનો સાદ મરેલાંઓ ! સગાંઓને ભૂલી જાજો: હમે જાશું; મરેલાં વ્હાલવાળાંને દુવા ગાજો: હમે ગાશું. સગા દેનાર દુનિયાને સગાઈ વ્હાલ સાથે ના, મરેલાં વ્હાલ વિણ તે તો મરેલાં વ્હાલ વિણ થાશું. અમોને એ

20

દિલની વાત ^

31 May 2023
0
0
0

દિલની વાત દિલે કૈં વાત છુપેલી, સખી ! તુંથી કહેવી ! હૃદય અર્પ્યું, જુદાઈ ત્યાં, સખી ! રાખે કેવી !​ વ્યથા સ્હેતાં હજુ ખોયું નથી કૈં સ્નેહી તાન, છૂટે ના એ, પ્રિયે ! હૈયા તણી ખુશબો એવી ! જહીં ચૂસ

21

ખાનગી ~

31 May 2023
0
0
0

ખાનગી કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે : કહીશ સઘળું, છુપું તુંથી કશું ન રહે, સખે ! કહીશ સઘળું, ક્યાં એ વિશ્વે હશે સુણનાર જો, નવ કહી શકે એથી બીજો અભાગી અહીં કયો ? મુજ જિગરમાં તુંને જ્યાં જ્

22

પ્યાલાને છેલ્લી સલામ ~

31 May 2023
0
0
0

પ્યાલાને છેલ્લી સલામ ખુદાનું નૂર પાનારા ! સલામો છે ત્હને, પ્યાલા ! ન રો છોડી મ્હને જાતાં મજા જ્યાં હોય ત્યાં જા, જા ! સદા સાકી તણે હાથે ભરેલો - તર ભર્યો રહેજે ! પડેલા આશકો ફિક્કા: જરા લાલી તહી

23

હમારી સ્થિતિ - હમારું કિસ્મત >

31 May 2023
0
0
0

હમારી સ્થિતિ - હમારું કિસ્મત હમારે તો ચમનમાંથી ગુલોના ખાર છે આવ્યા ! હમારે તો જહાંમાંથી બધે જલ્લાદ છે આવ્યા ! નથી પીનારને કોને હમારૂં ખૂન આ ભાવ્યું ! ઝુકેલી ડોક પર ખંજર ન દેવું કોણને ફાવ્યું ?

24

પ્રિયાને પાર્થના - સન્નિપાત

31 May 2023
0
0
0

પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે ! પ્રિયે ! મૃત્યુવેળા લવન કરતાં દગ્ધ સઘળાં ! પછી મૃત્યુમાં તો નથી નથી કશું કાંઈ વદવું ! નથી છેટું તેને, હુકમ કર : હું ત

25

દિલને દિલાસો

31 May 2023
0
0
0

દિલને દિલાસો વનેથી એ સીતા તુજ તરફ પાછી જ ફરશે અરે ! જેનો ચ્હેરો ઘડીક છુપી ચાલ્યો ! રડીશ ના ! હવે ના રોજે-હો ! સહુ દુઃખ તણા વાસ મહીં એ- સૂકેલી ભૂમિથી હજુ પણ ફુલો એ નિકળશે. અને છૂપા દર્દે હૃદય

26

ઉંઘલે તું નિરાંતે

31 May 2023
0
0
0

ઉંઘલે તું નિરાંતે સૂ નિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની ! એની ભાષા સમજી ન શક્યો કોઈ એ છે ખલાસી; તોફાનો આ પ્રણય રચતા વ્હાણની સાથ છો ને ! સૂ નિરાંતે ! રમત કરતાં કોઈ જીતે: પડે છે ! સૂ નિરાંત

27

પ્રથમ નિરાશા

31 May 2023
0
0
0

પ્રથમ નિરાશા આશાની પીડા વીતી છે ! અશ્રુધારા ના વીતી છે ! કાળમુખે જાવા પ્રીતિ છે !                 વીતી છે તે વીતી છે ! આશાના વ્રણ હાવાં ભાવે ! ક્ણ ફરી ક્યાંથી એ લાવે ! આશા કોણે કાં લૂંટી'તી

28

જીવનહાનિ ચોવીશ વર્ષ

31 May 2023
0
0
0

જીવનહાનિ ચોવીશ વર્ષ ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં, મારા ફર્યાં વરસ : જીવનબાગ સૂક્યો ! એકેય બિન્દુ નવ ચોવીસ ચક્રમાંથી: વા કોઈ એ ન ઘટમાળ સમારનારું ! સેવા બજી ન પ્રભૂની કશી કોઈ દી એ, બાકી રહી સહુય

29

મ્હારો ખજાનો !!!

31 May 2023
0
0
0

મ્હારો ખજાનો જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી; જેનું જિગર જ્યાં જ્યાં ઠર્યું તેની ઠરી ત્યાં ઝિન્દગી ! હાવાં મોતની એ મહફિલે, ચાવી ખજાનાની રહે ! મહેતલ નકાં પૂરી બને ? શું એ જ

30

વ્હાલાં ~

31 May 2023
0
0
0

વ્હાલાં વ્હાલાંને વ્હાલાંની પીડા ! લૂછાતા અશ્રુ એ ક્રીડા ! મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં :           એ દુખડાં સુખડાં સુખડાં ! મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે ! વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે 

31

ખોવાતું ચિત્ત >

31 May 2023
0
0
0

ખોવાતું ચિત્ત નયને જલ એ વહતાં રડતો ! સુખમાં પછી હું ન મ્હને ગમતો ! મુજથી પણ આ મુજ ચિત્ત બને ગુમ એ સહવું ક્યમ ? ના સમજ્યો ! ઉર બ્હાર વહી જ ઉરત્વ જતું ! જલથી જ્યમ દૂર જલત્વ બને, અહ ! મીન ગરીબ

32

જેને વીતી ગઈ !

1 June 2023
0
0
0

જેને વીતી ગઈ 'જેને વીતી તે તો જાણે,' જખમી એવું માની મ્હાણે; ખોળામાં શિર ધરવા આણે,                ત્યાં આ ખંજર શું ? જેને વીતી તે બોલે છે : 'હાં ! કૈં વીતે તો તુંને છે ! 'વીતે તો છોને વીતે છ

33

શંકાશીલ ???

1 June 2023
0
0
0

શંકાશીલ ચીરો પડ્યો હૃદયની મુજ આરસીમાં, જેમાં સખીવદનનું પ્રતિબિમ્બ ઠેર્યું; રે ! એ છબી ય વિરહે કટકા બની બે બે ભાગમાં ત્રુટિત ચમ્પકની કલી શી ! શું સત્ય એ પ્રણયદર્શન સ્વપ્નનું, કે આ આરસી તૂટી ગ

34

એક આશા !!!

1 June 2023
0
0
0

એક આશા વ્હાલાં ! જુદાઈ તો આવે, આંખો આંસુ મિથ્યા લાવે; યાદી એકલડી ર્‌હેવાની           એ એ રોવાને !​ દૂર દાઝવું જો ના થાયે, જો ના દ્‌હાડાથી ઓલાયે - જો યાદી ના કૈં ભાવે તો -           ભૂલી

35

એકલો બોલ

1 June 2023
0
0
0

એકલો બોલ 'ચાહું છું,' બાલે ! તું કહે છે ! તો કાં આંખ મહીં ના એ છે ? ના કાં એ ગાલે છે રમતું !      ખેલાડી પેલું ? આનન્દી પેલું ? મ્હારામાં - એકજમાં - ત્હારો હૈયે હોત ઠલાવ્યો ભારો: તો - તો વ્

36

ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ

1 June 2023
0
0
0

ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે; ચોંટેલો કાળજે ઝેરી તાજો ઘા અતિ ક્રૂર છે. ન તીર સાથે હણનાર પ્હોંચે, ઘા સાથ ના જીવ જતો રહે છે, ઠર્યો નથી ઘા: હજુ રક્ત ઉ

37

તું વિણ મેઘલ વાજસુર !!!

1 June 2023
0
0
0

તું વિણ મેઘલ વાજસુર ! મે'ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો! પણ ના લીલી ભાત, ત્હારી દેખું - વાજસુર! બીજાંને મે' આજ, સચરાચર જામી પડ્યો, પણ ચાતકની જાત, તરસી - મેઘલ વાજસુર! સ્વાતું ગોતે છીપ, બીજો

38

ઉત્સુક હ્રદય

1 June 2023
0
0
0

ઉત્સુક હ્રદય અહો ! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે? પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે ? હશે ત્યારે શું શું ? મુજ હૃદય ધારી નવ શકે, અહીંનું અત્યારે અનુભવી થવા વ્યર્થ જ મથે. ઊંડું ? ના ઊડાતું 

39

પ્રભુ-અનાલાપી ગાન

1 June 2023
0
0
0

પ્રભુ-અનાલાપી ગાન પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા? કહીં છે જે તેનું સમજી સ્ફુટ નામે દઈ શકે? 'મ્હને તેમાં શ્રદ્ધા,' સમજી નિજ એ બોલ વદવા કહી ના જ્ઞાની એ કદિ પણ હશે હિમ્મત કરી ? પરન્તુ પો

40

વ્હાલાને : )

1 June 2023
0
0
0

વ્હાલાને વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો; થોડાંને ગાજો ને સ્હાજો; ગાતાંને , સ્હાતાંને ચ્હાજો: ચ્હાજો વ્હાંલાં વ્હાલાંને વ્હાલાંમાંથી વ્હાલાં આવે: વ્હાલું તે દેવાને લાવે: વ્હાલું લઈ વ્હાલું સૌ દ

41

શાને રોવાનું

1 June 2023
0
0
0

શાને રોવાનું જે ખપનું ના તે ખોવાનું: ખોવાતાં શાને રોવાનું? લેનારાં જો જોવાનું, વ્હાલાં ! શાને રોવાનું? માગો તે માગો તે લેતાં: ત્હોયે કાં આંસુમાં ર્ હેતાં ? દેનારાંને જોવા ક્હેતાં, વ્હાલા

42

ખતા નહીં જાતી

1 June 2023
0
0
0

ખતા નહીં જાતી પેદા થયો ખતા મહીં: ખતા નહીં જાતી; પેદા કરી તકદીર ના તદબીરથી જાતી! મગર ખતા તકદીરથી સનમ! સદા તું દૂર; આશક તણી તુંથી ન ખતા શું ખસી જાતી! હિના ફરે તુજ કદમની, સનમ ! ચમનમાં રોજ;

43

સાકીને ઠપકો >

1 June 2023
0
0
0

સાકીને ઠપકો સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં; સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં! મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે; દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં!

44

સનમને

1 June 2023
0
0
0

સનમને યારી ગુલામી શું કરું તારી? સનમ! ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ! તું આવતાં ચશ્મે જિગર મારું ભરે, જાતાં મગર શું શું કરી રોકું? સનમ! તું ઇશ્ક છે, યા મહેરબાની, યા રહમ? હસતાં ઝરે મોતી

45

સનમની યારી

1 June 2023
0
0
0

સનમની યારી યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ! કોઈ ખુવારીથી ડરૂં યા ના ! સનમ ! તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ ! ખૂને ઝરે કૈં આલમો, ત્યારે, સનમ ! છે સોઈ તુંને કે નહીં દિલદારની ? તુંને નઝર

46

સનમની શોધ

1 June 2023
0
0
0

સનમની શોધ પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ! ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ! છે દુશ્મન લાખો ભુલાવા રાહને, દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ! ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ; જુદાઈ યારોની મઝા એને,

47

સનમને સવાલ ?

1 June 2023
0
0
0

સનમને સવાલ તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં ! આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં ! આવે ધરી આ દુશ્મનો તારી શિકલ; યા આંખ આ અંધી બની? જાણું નહીં. છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું; છે

48

સ્વર્ગગીત

1 June 2023
0
0
0

સ્વર્ગગીત ખોવાયેલાંને બોલાવોઃ સ્વામીનો સંદેશો કહાવોઃ પગ ધોવાને પાણી લાવોઃ ખોવાયેલાંને માટે. આવો, મ્હેલ ઉઘાડો, આવોઃ દોરી દોરી દોરી લાવોઃ આવોને ગાતાં સ્વામીને ખોવાયાં સાથે. ભૂખ્યાંને ભો

49

નવો સૈકો

1 June 2023
0
0
0

નવો સૈકો લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ, ફૂટી ખીલી ખરી જતી કંઈ પાંખડીઓ; વર્ષા તણાં શતક તેમ અનન્તતામાં ફૂટી ખીલી ખરી જવા વહતાં હજારો. ફૂટે, ખીલે, ખરી પડે કંઈ પાંખડીઓ, ક્ષીરાબ્ધિનું કુસુમ એક

50

શરાબનો ઇનકાર

1 June 2023
0
0
0

શરાબનો ઇનકાર આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી; પ્યાલું ભર્યું આ : ના કદર ! પીવા જહાં પ્યાસી નથી. છે પ્યાસ, છે શોખે અને છે આ જિગરને મહોબતે; મીઠું ભર્યુંજામે, મગર હા ! સોબતી પીવા નથી

51

આપની યાદ

1 June 2023
0
0
0

આપની યાદી જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

52

કલાપીના કેકારવનો શબ્દકોષ

1 June 2023
0
0
0

કલાપીના કેકારવનો શબ્દકોષ અતીવ= અતિ, પુષ્કળ, બેશુમાર અનભિજ્ઞતા= અજાણ્યાપણું, અજાણપણું, ભોળું, અજ્ઞાન. અનલ= દેવતા, અગ્નિ, અનલહક= “બ્રહ્મથી હું અભિન્ન છું" એવા અર્થનો અરબ્બી મન્ત્ર; આ મંત્રનો જપ

53

૧-કાશ્મીરનું સ્વપ્ન શાર્દૂલવિક્રીડિત

1 June 2023
0
0
0

પરિશિષ્ટ* ૧-કાશ્મીરનું સ્વપ્ન શાર્દૂલવિક્રીડિત ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં, વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં; ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં, જોગીનો

54

૨-કાશ્મીરમાં વિયોગ મનહર

1 June 2023
0
0
0

૨-કાશ્મીરમાં વિયોગ મનહર વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને, કોતરોની માંહીંથી પાણી વહે છે તે થકી: વાદળું વિયોગનું ભર્યું આ આવ્યું મન પર, અશ્રુધારા વહે દિનરાત ચક્ષુ માંહીંથી, વિજળીનો કડેડા

55

પ્રીતિની રીતિ : સોરઠ

1 June 2023
0
0
0

પ્રીતિની રીતિ સોરઠ ધન તન દેતાં નવ ડરવું, ભાઇ, મનને વિચારીને ધરવું, ચંદન વૃક્ષને વ્યાલ વિંટાયા, સાચવી તેને લેવું; રત્ન પથ્થર કુંદનને કથીરમાં રત્ન કુંદનથી જડવું, કરી ક્સોટી કરવી ખરીદી, પાછળ ના

56

૪-સુખમય અજ્ઞાન: શિખરિણી

1 June 2023
0
0
0

૪-સુખમય અજ્ઞાન  :  શિખરિણી મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે! શિયાળાની રાત્રિ યદપિ તુજને ખેરતી રહે!​ ન શાખા ત્હારીને પૂરવ સુખનું ભાન કંઈ રે! વસંતે ખીલેલી દુઃખદ સ્થિતિમાં આજ પડી છે.

57

૫-છેલ્લી સલામ : હરિગીત

1 June 2023
0
0
0

૫-છેલ્લી સલામ  હરિગીત પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે! પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે! નહિ તો, અરેરે! એકલો તુજ મ્હોં કરી ઉત્તર ભણી, તું પ્હાડ ને જંગલ મહીં ક્યાં વનવને ભટકી રહે? તનહા વળી હું આથડું વેર

58

૬-મહાબળેશ્વરને! શાર્દૂલવિક્રીડિત

1 June 2023
0
0
0

૬-મહાબળેશ્વરને! શાર્દૂલવિક્રીડિત ત્હારી નીલમ કુંજ ઉપર સદા હોજો ઘટા મેઘની, વૃષ્ટિથી તુજ ખેલ એ અમર હો, હોજો કૃપા ઇશની; તે પંખી તુજ વાંસળી મધુરવી, જાંબુ પરે ઝૂલજો, સંધ્યા હાલરડું સદૈવ તુજને એ

59

૭-તરુ અને હું : શિખરિણી

1 June 2023
0
0
0

૭-તરુ અને હું શિખરિણી તરુ તે ઝૂલંતાં ગિરિ પર હતો હું નિરખતો, બન્યાં નેત્રો મ્હારાં કંઈક દરદે ત્યાં ગળગળાં; તરુ તો ઝૂલંતાં હજુ ય દિસતાં સૌ સુખ ભર્યાં, નિસાસા આવા એ મુજ હ્રદયનાં તો સુખ હર્યાં

60

૮-નિર્વેદ: શિખરિણી

1 June 2023
0
0
0

૮-નિર્વેદ શિખરિણી હવે મ્હારાં દર્દો રસમય પ્રવાહી નવ બને, ઉરે જામી જામી પડ પર હજારો પડ ચડે; અરે! નિઃશ્વાસો એ દખલ કરનારા થઈ રહ્યા, હવે તૂટું તૂટું મુજ જિગરના થાય પડદા. ગયા એ અશ્રુના મધુર સ

61

૯-ખૂની વ્હાલા! શિખરિણી

1 June 2023
0
0
0

૯-ખૂની વ્હાલા! શિખરિણી ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે,' ફરી આવી રીતે મુજ પદ મહીં તું નમીશ ના; સખે! આવી રીતે અડ નહીં બુરાઈ નસીબની, હશે ત્હારા ભાગ્યે જખમ કરવો નિર્મિત થયો. 'ખૂની'

62

૧૦-ખુદાની મઝા

1 June 2023
0
0
0

૧૦-ખુદાની મઝા ભલાઈને બુરાઈથી, દબાવવાનું લખ્યું જ્યારે - ખુદાએ હાથમાં લીધી, કલમ શયતાનની ત્યારે! બિચારાં ભીખ માગે તે, સદા એ ભીખ ન કૈં પામ્યાં; બધા ઝાલિમ ઉપર પુષ્પો સદા આરામનાં નામ્યાં! મઝ

63

૧૧-અસ્થિર મન

1 June 2023
0
0
0

૧૧-અસ્થિર મન મન સ્થિર કર્યું, ગાને, ધ્યાને પ્રિયાવદને, વને, મન સ્થિર કર્યું, તોયે જ્યાં ત્યાં કર્યું, ' ન કર્યું ' બને; જગત પર તો કોઈ વ્હાલું સદા નવલું નહીં, પ્રિય સહ છતાં હૈયું ધીમે પડે શ્રમની

64

૧૨-વેચાઉં ક્યાં?

1 June 2023
0
0
0

૧૨-વેચાઉં ક્યાં? વેચાઉં ક્યાં બીજે હવે, આવી અહીં બોલો ? જરા ! બોલો જરા ! શાને તમારી આંખમાં ઇન્કાર આ ? બોલો : વસીશું ક્યાં જઈ, છોડી તમારા મ્હેલને ? આકાશમાં ના, ના જહાંમાં, ના કબરમાં છે જગા !

65

૧૩-આપની રહમ

1 June 2023
0
0
0

૧૩-આપની રહમ મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો - શી રહમ ! માગી ગુલામી આપની, બખ્શી મહોબ્બત શી રહમ ! આવ્યો અહીં છો દોસ્તદારીનો લઈ દાવો સદા ! બોસા દઈ ગાલે જગાડે નિંદમાંથી એ રહમ ! એવી કદમબોસી

66

તમારી રાહ !!!

1 June 2023
0
0
0

તમારી રાહ થાક્યો તમારી રાહમાં ઊભો રહી હાવાં, સનમ! રાહત ઉમેદીમાં હતી : જાતી ગળી હાવાં, સનમ! પી કાફરો ના હાથનું પાણી ઉગેલું ઘાસ, તે મિટ્ટી ગણી અંગે વીંટાયું મૂળ નાખીને, સનમ! પહાડો હતા રેતી

---

એક પુસ્તક વાંચો