પ્રભાસની ફિલ્મ આદિપુરુષ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સોશિયલ મીડિયા પર ફેન્સનો ક્રેઝ જોઈને અંદાજ લગાવી શકાય છે કે લોકોમાં આ ફિલ્મને લઈને કેટલો ક્રેઝ છે. જય શ્રી રામના નારા લગાવતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ‘ માટે ચાહકોમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે આ પહેલા ભાગ્યે જ કોઈ ફિલ્મ માટે જોવા મળ્યો હોય. બાળપણથી રામ-સીતાની કથા સાંભળતા બાળકોએ જ્યારે રામને મોટા પડદા પર જોયા તો તેઓ પોતાને જય શ્રી રામ બોલતા રોકી શક્યા નહીં. થિયેટરમાં રામ સીતાની કથા જોઈને દરેક લોકો રોમાંચિત છે. એક પારિવારિક ફિલ્મ હોવાથી બાળકથી લઈને વડીલ સુધી દરેક આ ફિલ્મને એન્જોય કરી રહ્યા છે.