રાષ્ટ્રીય કૃષિ બજાર શું છે ?
કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબ ક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવા ને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું તે રોકવા માટે આપણે એપી એમ સી એટલે કે નિયંત્રિત માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી. ફરી ૨૦૦૩ના વર્ષમાં તેમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા જેમકે, ખા નગી બજારોને પરવાનગી આપવી, ડાયરેકટર માર્કેટિંગને મંજૂરી આપવી, કોન્ટ્રાકટ ફાર્મિંગ, સિંગલ લાયસન્સ વગેરે. સમય સંજો ગો બદલાય તેમ બજાર વ્યવસ્થામાં પણ ફેરફાર કરવાની જરૂર રહે છે. ચાલુ વર્ષ એટલે કે એપ્રિલ-૨૦૧૬ થી રાષ્ટ્રીય કૃષિ બજા રનો ખ્યાલ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ હાલ ૨૩ કોમોડિટી માટે ૮ રાજ્યોના કુલ ૨૧ માર્કેટ યાર્ડ (તેલંગણા-પ ઉત્તરપ્રદેશ-૫, રાષ્ટ્રીય ધોરણે અમારાષ્ટ્રીય કૃષિ સાલું વર્ષ એટલે ગુજરાત-૩, હરિયાણા-૨, હિમાચલ પ્રદેશ-૨, ઝારખંડ-૨, મધ્ય પ્રદેશ૧ અને રાજસ્થાન-૧)નો સમાવેશ કરેલ છે અને તબક્કાવાર બીજા માર્કેટ યાર્ડોને પણ જોડવામાં આવશે અને માર્ચ ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ૫૮૫ માર્કેટયાર્ડોને જોડી દે ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધશે, વેપારીઓ સિન્ડીકેટ થવાની શક્યતા નહી રહે પરિણામે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકશે તદ ઉપરાંત વિવિધ સેવાઓ જેવી કે બેકિંગ, ધિરાણ, વિમો, ગોદામ, નવા માર્ગનું નિર્માણ વગેરેનું અસરકારક પણ થઈ શકશે. આ રાષ્ટ્રીય કૃષિ બજાર ગ્રાહક/ઉપભોક્તા વર્ગને ઓછી કિંમતે ભાવામાં આવશે. રાષ્ટ્રીય કૃષિ બજારમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ભાવ નક્કી કરવા માટે ઈ-ઓકશનની સુવિધા કરવામાં આવી છે. જેના કારણે બહોળા પ્રમાણમાં વેપારીઓ ઈલેકટ્રોનિક માધ્યમથી બીડ કરી શકશે,
રાષ્ટ્રીય કૃષિ બજારના ફાયદાઓ :
- ખેડૂતાને: ખેત ઉત્પાદનના ઉત્તમ ભાવ, નવા માર્કેટ સુધી પહોંચે, બજારભાવની જાણકારી, વેરહાઉસ/ગોડાઉનથી પાકનું સીધુ વેચાણ.
- ગ્રાહક/ઉપભોગતાને : ઓછી કિંમતે વધુ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો, પસંદગીનો વધુ અવકાશ.
- વેપારીઓને વ્યવસાયનું વિસ્તૃતીકરણ, તમામ રાજ્યો માટે એક જ લાયસન્સ, સિંગલ લેવી.
- રાજ્ય/માર્કેટયાર્ડને વધુ રોજગારી, પ્રાદેશિક સહકાર, ટેકનોલોજી આધારિત કાર્યક્ષમતાનો વિકાસ.