Mumbai crime : લિવ-ઈન-પાર્ટનરે ક્રૂરતાની હદ વટાવી, પ્રેમિકાની હત્યા કરી લાશ કરવતથી કાપી, શરીરના ટુકડા કુક્કરમાં ઉકાળ્યા
ભારતમાં ક્રાઈમની એક પછી એક ક્રૂર ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસ બાદ દેશમાં વધુ એક હૃદયને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનરની એવી ક્રૂરતાથી હત્યા કરી કે, પ્રેમીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. તેણેપહેલા પ્રેમિકાની હત્યા કરી, તેના શરીરને કરવતથી કાપી નાખ્યું અને પછી પુરાવાનો નાશ કરવા માટે તેના ટુકડાને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા. આરોપી પોલીસ કસ્ટડીમાં.
ઘરમાં મહિલાના શરીરના અંગો સડી ગયા હતા
પાડોશીઓની સૂચનાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. જ્યારે પડોશીઓને ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેમને શંકા ગઈ અને તેમણે પોલી સ ને જાણ કરી. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને ફ્લેટમાંથી મહિલાના શરીરના કેટલાક અંગો મળ્યા. પોલીસે જણાવ્યું કે, આ દંપતી મીરા બાઈ રોડ પર ગીતા નગર ફેઝ 7 ની ગીતા આકાશદીપ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 704માં રહેતું હતું. પોલીસે જણાવ્યું કે, પાડોશીઓએ ઘરની આસપાસ દુર્ગંધ આવવાની ફરિયાદ નોંધાવી હતી.
મીરા-ભાઈંદર વસઈ વિરારના એડિશનલ કમિશનર શ્રીકાંત પાઠકે કહ્યું, “મહિલાની 4 જૂને હત્યા કર વામાં આવી હતી. ઇલેક્ટ્રિક કટરની મદદથી મહિલાના શરીરના 20 ટુકડા કરવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું કે, કેટલાક ટુકડાઓ હજુ ગાયબ છે અને શંકા છે કે, આરોપીએ હત્યા બાદ ઉતાવળમાં ટુકડાઓ આસપાસના વિસ્તારમાં ક્યાંક ફેંકી દીધા હશે. પોલીસે તેની કરવત અને અન્ય વસ્તુઓ જપ્ત કરી અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધ્યો.
આરોપીની ઓળખ મનોજ સાને તરીકે થઈ છે. દિલ્હીનો રહેવાસી મનોજ સાને તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્ય સાથે મુંબઈના મીરા બાઈ રોડ પર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. બંનેની ઉંમરમાં 20 વર્ષથી વધુનો તફાવત છે. મનોજની ઉંમર 56 વર્ષ અને સરસ્વતીની ઉંમર 32 વર્ષ હોવાનું કહેવાય છે