UPI પેમેન્ટ સિસ્ટમ
એપ્રિલ ૨૦૧૬ માં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ ઈન્ટરફેસ(UPI) સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. UPI નેકસ્ટ જનરેશનની પેમેન્ટ સિસ્ટમ છે. તેના દ્વ્રારા મલ્ટીપલ બેન્ક એકાઉન્ટને એક સાથે હેડલ કરી શકાય છે. આ સિવાય બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ કરવા માટે બેન્ક એકાઉન્ટ નંબરની જરૂરિયાત નહી રહે કોઈ પણ વ્યકતિ કોઈ પણ વ્યકતિના બેન્ક એકાઉન્ટમાં તેના મોબાઈલ નંબર, આધાર નંબર અથવા બેન્ક સાથે લિન્ક ઈ-મેલ એડ્રેસ દ્વ્રારા પેમેન્ટ કરી શકશે
હવે તમે સરળતાથી કોઈના પણ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. તમારે પૈસા ટ્રાન્સફર કરવા માટે રિસીવરના બેન્ક એકાઉન્ટ નંબરની પણ જરૂરિયાત પડશે નહિ. માત્ર આધાર નંબર, ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરને ફીડ કરીને તમે સ્માર્ટફોનથી પેમેન્ટ કરી શકશો. આ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ . જો ઉપરોકત પૈકીની કોઈ પણ માહિતી રિસીવરના બેન્ક એકાઉન્ટ સાથે લીન્ક હશે તો તેના એકાઉન્ટમાં ફન્ડ ટ્રાન્સફર કરી શકાશે. આ સિસ્ટમથી રિયલ ટાઈમમાં ફન્ડ ટ્રાન્સફર કરી શકાશે. યુઝરને આ સેવા 24 કલાક આપવામાં આવશે.
ફાયદો શું થશે યુપીએ સિસ્ટમ આવવાને કારણે સૌથી મોટો ફાયદો મોબાઈલ વોલેટ સિસ્ટમને થશે. જે લોકો વોલેટથી વોલેટ પેમેન્ટ કરવા માંગે છે તે લોકો માટે હાલ પેમેન્ટ રિસિવર પાસે પણ તે જ કંપનીનું વોલેટ હોય જરૂરી છે. નવી સિસ્ટમ આવ્યા બાદ આવી કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેશે નહિ. તમે કોઈ પણ વોલેટ પર રિયલ ટાઈમ પેમન્ટ કરી શકશો. આ સિવાય બેન્ક એકાઉન્ટ નંબર જાણવાની પણ જરૂરિયાત રહેશે નહિ. આ સિવાય વનટાઈમ પાસવર્ડ, બેન્કના નામની પણ જરૂરિયાત રહેશે નહિ. મોબાઈલ નંબર, આધાર નંબર, ઈ-મેલ આઈડી જ પેમેન્ટ માટે પુરતા હશે.
જેએમ ફાઈનાન્શિયલ દ્વ્રારા UPI પરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યુઝરે નવી ટેકનોલોજીમાં અલગ-અલગ બેન્કોના એપ રાખવાની જરૂરિયાત રહેશે નહિ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ દ્વ્રારા તૈયાર કરવામાં આવેલી ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ દ્વ્રારા માત્ર એપથી તમામ બેન્કિંગ એકાઉન્ટને લિન્ક કરી શકાશે. તેમાં મોબાઈલ વોલેટથી લઈને બેન્ક એકાઉન્ટ, પ્રી-પેડ ઈન્સટ્રુમેન્ટ સુધીનો સમાવેશ થશે. તેના દ્વ્રારા યુઝર મલ્ટીપલ બેન્કિંગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી શકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એપ્રિલના પ્રથમ હપ્તમાં આ સર્વિસ લોન્ચ કરશે, બાદમાં તેની સંપૂર્ણ ગાઈડલાઈન આરબીઆઈ બહાર પાડશે. નવી સિસ્ટમને લાગુ કરવા માટે 25થી વધુ બેન્ક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સાથે ટાઈઅપ કરવા તૈયાર થઈ છે.
– UPI નંબર પાછળ બેન્કના નામ સાથેના ઇ-મેઈલ આઈડીનું વર્ચ્યુઅલ એડ્રેસ બનશે
– નાનામાં નાની રકમ પણ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમની મદદથી ચૂકવી કે મેળવી શકાશે
આ પેમેન્ટ સિસ્ટમને રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને પ્રમોટ કરી છે. હવે ઉર્જિત પટેલ તેને કેવી રીતે આગળ વધારે છે તેના પર નજર માંડવામાં આવી રહી છે.
આ સિસ્ટમ અત્યારે તેના ફાઈનલ સ્ટેજમાં છે. આ માટે એક અલગ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાને આ માટે તૈયાર પણ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બૅન્કના ખાતેદાર તેના સ્માર્ટ ફોન પર જ યુપીઆઈ એપ ડાઉનલોડ કરી શકશે.
ત્યારબાદ તેણે જે વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવાનો રહેશે તેનો યુપીઆઈ નંબર જ એન્ટર કરવો પડશે. આ નંબર દસ આંકડાનો હશે. તમારો દસ આંકડાનો નંબર ૧૨૩૪૫૬૭૮૯૦ હોય તો તેવા સંજોગોમાં તમારું વર્ચ્યુઅલ એડ્રસ @Sbiથઈ જશે. તમે જે બૅન્કના ખાતેદાર હશે તો બૅન્કના નામ સાથે તમારું વર્ચ્યુઅલ એડ્રેસ બની જશે.
આ નંબર એન્ટર કર્યા પછી તેના પર યશ ક્લિક કરતાંવેંત જ મની ટ્રાન્સફરની પ્રોસેસ પૂરી થઈ જશે. આ ઓળખને વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ તરીકે પણ ઓળખાવવામાં આવશે. ડિલીવરી બૉયને રોકડા પૈસા આપવાને બદલે આ સિસ્ટમથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે. તેમ જ કરિયાણાના વેપારીને કે અન્ય કોઈ વસ્તુ વેચનારને પણ તેનાથી પેમેન્ટ કરી શકાશે. નાનામાં નાની રકમ તેના થકી ચૂકવી શકાશે.
યુપીઆઈમાં રિસિપિયન્ટ એટલે કે પૈસા મેળવનારનું નામ, ખાતા નંબર અને બૅન્કની બ્રાન્ચનો આઈએફએસસી કોડ જેવી વિગતો આપવી પડશે નહિ. આ સિસ્ટમ સ્માર્ટફોન સાથે સંકળાયેલા હોવાથી ૨૪ કલાક અને સાતેય દિવસ સુધી બૅન્કિંગની સુવિધા મળી રહેશે.
મિત્રને પેમેન્ટ કરવું હશે તો પણ આ સિસ્ટમથી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઈન શૉપિંગ કરવા માટે પણ તમારે તમારો ડેબિટ કાર્ડ ઉપયોગમાં લેવો પડશે નહિ. આ રીતે મની ટ્રાન્સપર કરવા માટે વન ટાઈમ પાસવર્ડ મેળવવાની જફા પણ રહેશે નહિ. તમે યુપીઆઈ આઈડી એન્ટર કરશો કે તરત જ તમને તમારા મોબાઈલ પર એલર્ટનો મેસેજ મળી જશે. યુપીઆઈના માધ્યમથી પૈસા માટે રિક્વેસ્ટ પણ કોઈપણ વ્યક્તિ તમને મોકલી શકશે. આ સિસ્ટમથી પેમેન્ટ કરવા માટે ૨૯ જેટલી બૅન્કોએ સહમતી પણ દર્શાવી દીધી છે. રોકડના વહેવારો ઓછા થાય અને ઓનલાઈન પેમેન્ટ થાય તેના પર જ રિઝર્વ બૅન્ક ફોકસ કરી રહી છે.
અત્યારે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સિસ્ટમ કે પછી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સિસ્ટમથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. તેમાં માત્ર મોટી રકમના જ ટ્રાન્ઝેક્શન થાય અને નાની રકમ યુપીઆઈ એપથી ટ્રાન્સફર થાય તેવી રિઝર્વ બૅન્કની ઇચ્છા છે. પહેલા ૨૧ રાષ્ટ્રીયકૃત બૅન્કોને આ વ્યવસ્થામાં જોતરવામાં આવશે. આ સિસ્ટમ પેમેન્ટની સિસ્ટમમાં ક્રાન્તિ લાવશે તેમ રિઝર્વ બૅન્કનું માનવું છે.