એક વ્યક્તિ ને બીજી કોઈ વાતની ખાસ ભૂખ (ઈચ્છા) ન હતી, પરંતુ નામે ની ભૂખ ખુબ જ હતી! તેની પાસે ધન એટલું હતું કે તેને સંભાળવુ પણ કઠિન હતું. ધનની ભૂખ ન હતી. મીઠાઈઓ ખાઇ ખાઇ ને ઉબાઈ ચુક્યો હતો. મીઠાઈ ની ભૂખ ન હતી. સંસારના વિભિન્ન સુખો નો ખુબ જ ઉપયોગ કરી લીધો હતો. તેની પ્યાસ પણ બુઝાઈ ગઈ હતી. એ ફક્ત નામની પાછળ જ ગાંડો હતો.
કોઈપણ રીતે દુનિયામાં પ્રસિદ્ધ બનવું એજ એની એક માત્ર ઈચ્છા હતી. પરંતુ તેને કોઈ રસ્તો મળી રહ્યો ના હાટ. તેને થયું કે સંતનું માર્ગદર્શન તેની ઇચ્છા પુરી કરવા માટે ઉપયોગી બનશે. તે દોડીને સંત પાસે ગયા. શિષ્ટાચાર થઇ વંદન કર્યા અને કહ્યું, "બાબા! મને રસ્તો બતાવો, ગમે-તેમ કરીને મારુ દુનિયામાં નામ ફેલાય, હું જગવિખ્યાત બનું."
સંત એ ગંભીર બનીને કહ્યું, "નામ ફેલાઈ શકે છે. કોઈ જ કઠિનાઈ નથી. તેમાં કોઈ ખાસ વાત નથી. તારું કોઈ નામ હોય તો બતાવ."
તે વ્યક્તિ ખુશીના માર્યા ફૂલ્યો ના સમાયો, અને કહ્યું, "મારુ નામે અમુકચંદ્ર છે!"
સંતે કહ્યું, "આ નામ તારું ક્યાં છે? શરીરનું છે."
વ્યક્તિ: "શરીર અને હું એક જ નથી? શરીર નું ના એજ મારુ નામ. મારુ નામ એજ શરીરનું નામ!"
સંત: "જરા શાંત ભાવથી વિચાર. જન્મ પહેલાં પણ તું હતો, મૃત્યુ પછી પણ તું હોઇ. જન્મ થી પેહલા તારું આ નામ ન હતું. મૃત્યુ પછી પણ તારું આ નામ નહિ રહે અત્યારે જે શરીર છે તેનું આ નામ છે. શરીરના નામને પોતાનું નામે માનવું ભૂલ છે. શરીર માત્ર માટી છે, અને એક દિવસ માટી માં ભળી જશે! રાખ બની જશે. તું માટી કે રાખનું નામ ફેલાવા માંગે છે. તારું તો કોઈ નામ જ નથી. દુનિયામાં કોઈનું કોઈ નામ નથી. બધાજ નામ શરીરના છે, માટીના છે. બધા અનામી છે!"
આ સાંભળી વ્યક્તિ ચમકી ગયો, વિચારમાં પડી ગયો, તેની પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો, અને બોલ્યો, "તમે તો સમસ્યા ઉભી કરી દીધી. હું સમજી ગયો, મારું કોઈ નામ નથી, ખરેખર નામે તો શરીર નુ જ છે! તો પણ નામના મેળવવાની ભૂખ તીવ્રતાથી ખૂંચી રહી છે. એને કેવી રીતે શાંત કરું? તમે જ કોઈ યોગ્ય રસ્તો બતાવો!"
સંત: "ભૂખને શાંત કરવી છે તો ભૂખને જોવાનો અભ્યાસ કરો. ભૂખ તારામાં નથી – મન માં છે! તું મન નથી, તું એનાથી અલગ છે. મને અને માનની ભૂખ અલગ છે. ભૂખ જ્યાં ઉભી થાય છે તેને જોવો. એવી રીતે જોવો કે જોવામાં બિલકુલ વિક્ષેપ ન રહે. સાતત્ય સધાઈ જાય. સાતત્ય સાધતા જ આ ભૂખ અને બીજી બધી ભૂખ સ્વયં શાંત થઈ જશે!"
તે વ્યક્તિ ને આ ઉપાય અચૂક લાગ્યો. તેને તેમ જ કર્યું. થોડોક સમય લાગ્યો પરંતુ, દ્રષ્ટાભાવ સંધાઈ ગયો. બધી જ ભૂખઓની પાંખો તૂટી ગઈ. સમગ્ર જીવન દ્રષ્ટાભાવમાં પરિવર્તિત થઇ ગયું. દ્રષ્ટાભાવ એ નામ ની ભૂખ જ નહિ પરંતુ મનની બધી જ ભૂખો ને મિટાવાનું અચૂક સાધન છે.
બોધપાઠ: આજ સુધી કોઇનું નામે અમર થયું નથી અને થવાનું નથી. તો પણ અનેક લોકો નામની ભૂખથી પીડિત હોય છે. ખરેખર વ્યક્તિ નું પોતાનું કોઈ નામ જ નથી. બધાજ નામ શરીરના છે. શરીરના નામને ફેલાવવા માટે શક્તિ નો વ્યય કરવો નરી મૂર્ખતા છે. જો વ્યક્તિનું પોતાનું કોઈ નામ હોય અને તેને ફેલાવવા માટે શક્તિ લગાડે તો તેનો કોઈ અર્થ થાય. નામની ભૂખ ની વ્યર્થતા બઢાનેસારી રીતે ખબર છે, તેમ છતાં તેનાથી જલ્દી મુક્ત થવાતું નથી. હા, દ્રષ્ટાભાવની સાધનાથી મુક્તિ મેળવવી સંભવ છે. આ વાર્તા આજ વાત ની પુષ્ટિ કરે છે!