ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
ગુજરાત પર વિશાનક બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના લોકોને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું છે. જી હા...વેરી સિવિયલ સાયક્લોન બિપરજોય દરિયાકાંઠાથી દૂર થયું છે. પોરબંદરથી વાવાઝોડું 320 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે, જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર છે અને નલિયાથી વાવાઝોડું 330 કિલોમીટર દૂર છે. ભારે પવન સાથે વાવાઝોડુ તેજ ગતિથી ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેને પગલે સરકાર આખું સરકારી તંત્ર કામે લગાવી દીધું છે.
વાવાઝોડા સામે રાજકોટ જિલ્લા તંત્ર સજ્જ; જિલ્લામાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર
પોરબંદરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી 100 કરતા વધારે લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાને કારણે ઘણી ટ્રેનો રદ્દ
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ વિશે માહિતી આપતા, પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “અમે ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને વોર રૂમ બનાવ્યા છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. અમારા લગભગ 2500 RPF જવાનો સ્થળ પર તૈનાત છે. અમે 69 ટ્રેનો રદ કરી છે અને 30 ટ્રેનોને ટૂંકાવી દીધી છે. આ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો વિરમગામ, રાજકોટ, ઓખા વગેરેમાં પણ અમે માલગાડીઓ રદ કરી છે.
મોરબીથી 45 કિલોમીટર દૂર આવેલા નવલકી બંદર પર લગાવવામાં આવ્યું 10 નંબરનું સિગ્નલ
બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતી એસટી બસ સેવામાં હાલ પૂરતી બંધ
અમરેલી રે બીપરજોય વાવાઝોડા ની અસર જીલ્લા માજોવા મળી અમરેલી રે લાઠી ઘારી સાવરકુંડલા
જાફરાબા દ પવન સાથેવરસાદ ખાબકયો હતો.