ભારતમાં બાળ મજૂરી જેવો મુદ્દો કેટલો મહત્વનો છે ?
એવી ઘારણા છે કે ભારતમાં વિશ્વના મોટા ભાગના બાળ મજૂરો છે. એવું અનુમાન છે કે, વિશ્વના કુલ બાળ મજૂરોના એક તુતીયાંશ ભારતમાં છે. આ આંકડા એવુ સૂચિત કરે છે કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આનો અર્થ એ થાય છે કે, આ દેશના લગભગ પચાસ ટકા બાળકો તેમના મૂળભૂત માનવિય અઘિકાર એવા પોતાના બાળપણથી વંચીત રહીને તેમનું જીવન એક અભણ મજૂરની જેમ પસાર કરે છે જ્યાં તેમને પોતાના સામર્થ્યને ખીલવતી હોય તે કંઈ અર્થપૂર્ણ હેતુ સિદ્ધ કરવાની આશા સેવી શકે નહિ.
ભારતમાં બાળ મજૂરોની સંખ્યા કેટલી હોઈ શકે ?
આનો ઘણો આધાર તમે બાળ મજૂરીની વ્યાખ્યા કઈ રીતે કરો છો તેના ઉપર છે. એવું અનુમાન છે કે જોખમી ઉધોગોમાં લગભગ વીસ લાખ બાળકો કામ કરી રહ્યા છે અને જો બાળ મજૂરીને એક માત્ર રોજ ઉપર કામ કરતા મજૂર તરીકે ગણવામાં આવે તો તેનો અધિકૃત અંદાજીત સંખ્યા સત્તર લાખ છે. સ્વતંત્ર રીતે કાઢવામાં આવેલા અંદાજ અને આ જ પ્રકારની વ્યાખ્યા પર કરવામાં આવેલા અંદાજ મુજબ તો આ આંકડો ચાલીસ લાખ છે. તેમ છતાં જો કોઈ આમાં શાળાએ ન જતા બધા બાળકોને બાળ મજૂર ગણો તો તો આ આંકડો એક કરોડ સુધી પહોંચે તેમ છે.
શા માટે આ બાબત વિશે દુર્લક્ષ્ય સેવાય છે?
આ અંગે કેટલાક કારણો છે, ગરીબ મા-બાપના બાળકો વિશે વાત આવે છે ત્યારે નીતિના ઘડનારાઓ વિચારવા પ્રેરાય છે કે બાળ મજૂરીની બાબતે કંઈક અનિવાર્ય છે. તેઓ માને છે કે બાળક બાળ મજૂરી કરે છે કારણ કે જીવન નિર્વાહ માટે બાળક દ્વારા મેળવેલ વેતન પર કુટુંબ નિર્ભર હોય છે. તેઓ માને છે કે જો બાળકને મજૂરી કામમાંથી હટાવાશે તો તેનું કુટુંબ ભુખે મરશે. તેમના મતે બાળ મજૂરી એ કાંટાળી વાસ્તવિકતા છે. એ માન્યતા છે કે બાળ મજૂરી અનિવાર્ય છે. ભારતમાં બાળ મજૂરીની સર્વગ્રાહ્ય નીતિ અંગે કંઈ પણ થઈ શકે તેમ નથી. મુખ્યત્વે અત્યંત શોષણ કરનારી બાળ મજૂરી પર પ્રથમ ત્રાટકવુ જોઈએ. એ વલણ જ શ્રેષ્ઠ છે જોખમી ઉધોગોમાં કામ કરતા બાળકો પોતાને સૌથી વધુ શોષીત તરીકે રજૂ કરે છે અને તેઓ સૌથી વધુ જોવા મળતા હોય છે. તેના પરિણામે અન્ય પ્રકારની બાળ મજૂરીને બાદ રાખીને આવા જોખમી ઉધોગોમાં જોવા મળતી બાળ મજૂરી ઉપર ભાર મુકવામાં આવે છે. ખેતીક્ષેત્રમાં બાળ મજૂરીને ખાસ કરીને વિસારી દેવામાં આવે છે.
પરંપરાગત દિવસની શાળામાં આપવામાં આવતું શિક્ષણ કેટલું યોગ્ય હોય છે?
પરંપરાગત દિવસની શાળામાં આજે આપવામાં આવતું શિક્ષણ ગ્રામીણ બાળકની જરૂરિયાતો પ્રમાણે કેટલું યોગ્ય હોય છે? કેટલા બધા શિક્ષિત બેરોજગારો સાથે શું આપણે બાળકોને શાળાએ જવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ? શું કોઈપ્રકારની વ્યાવસાયલક્ષી તાલીમને પ્રોત્સાહન આપવું વધારે સંવેદનશીલ નહિ બને કે જેનાથી સમાજને બેરોજગારીની સમસ્યાનો સામનો ના કરવો પડે?
શિક્ષણની સુસંગતતા બાબતે સંખ્યાબંધ મુદ્દાઓ જોડાયેલા છે. સૌથી અગત્યની બાબત એ છે સુસંગતતાનો માપદંડ કામ કરનાર બાળકને અને એ પણ કે જે શાળામાં નથી તેને શા માટે લાગુ પડે? શાળાઓ અને સામાન્ય રીતે શિક્ષણતંત્ર ઘણા સમયથી દરેકને અસંગત શિક્ષણ પુરૂ પાડી રહ્યું છે. કોણ એવું કહી શકે કે પ્રખ્યાત ડૂન શાળા સુસંગત શિક્ષણ પુરુ પાડે છે? તેમ છતા, જે માતા-પિતા કે જેઓને તેના બાળકોને શાળાએ મોકલવાની આદત છે તેના માટે બાળકને શાળાએ ના મોકલવા માટે ઉઠાવી લેવા માટેનું ક્યારેય એ કારણ બનતુ નથી. તેમના માટે તેમના બાળકોને સુસંગત શિક્ષણ આપનાર શાળાએ મોકલવા માટેની કે તેને કામ પર મોકલવા માટેની પસંદગી ક્યારેય હતી જ નહિ. તેઓ પોતાને પોષાય તેવી સૌથી ઉતમ શાળાએ સરળ રીતે બાળકોને મોકલે છે. તેટલા માટે જ બહોળા પ્રમાણમાં ગુણવત્તામાં તફાવતવાળી શાળાઓ જોવા મળે છે. તો પછી કોઈ જ્યારે કામે જનાર બાળકની વાત આવે ત્યારે શા માટે શિક્ષણની સુસંગતતાની વાત કરે? સુસંગતતાની સમસ્યા એ એક એવી બાબત છે કે જે શિક્ષણ વ્યવસ્થાને સમગ્ર રીતે અસર કરી રહી છે, તેને કામ કરનાર બાળકોને શાળાએથી દૂર રાખવાના બહાના તરીકે ઉપયોગ કરી શકાય નહિ. તેને સંપૂર્ણ અલગ કક્ષા પર ઉકેલવો જોઇએ.
બીજી બાજુ એવી છે કે શાળાએ બાળકને તેના બાળપણનો અધિકાર તેને કામથી દૂર રાખીને આપનાર પ્રાથમિક સંસ્થા તરીકે જોવી જોઈએ. જેમાં પરંપરાગત દિવસની શાળાનો ખરુ સ્વરૂપ રહેલ છે. પરંપરાગત શાળાઓ, ખાસ કરીને ગ્રામીણ સંદર્ભમાં હંમેશા સુસંગત શિક્ષણ કે જે બાળકને લાભદાયક અસ્તિત્વ ન આપવા માટે દોષી ઠેરવવામાં આવી છે. તેના સંચાલનની એવી રીતે મજાક કરવામાં આવે છે કે જ્યારે મજૂરોની બજારમાં બાળમજૂરોની ખાસ જરૂર હોય ત્યારે તેના પરિવારને બાળક તરફથી મળનાર લાભોથી વંચિત રાખે છે. તેથી એવું સૂચન કરવામાં આવે છે કે શાળાઓએ વ્યાવસાયિક શિક્ષણ યોજનાની એ પંક્તિ પર આપવું જોઇએ કે “શીખવાની સાથે કમાણી કરો” અને તે શાળા ટોચના ખેતીકામની મોસમવાળા વિસ્તારની નજીક હોવી જોઇએ દા.ત. કાપણીનો સમય (મોસમ). જેથી કરીને બાળક પરિવારની આવકમાં યોગદાન આપી શકે. પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાની કહેવાતી આ ખામીઓ તરફ નજીકથી જોઈએ તો એવું દર્શાવે છે કે આવી કહેવાતી ખામીઓના કારણે જ આ શાળાઓને મદદ પૂરી પાડવી જોઈએ. વ્યવસાયલક્ષી તાલીમ ઘણી વખત બાળકોને મજૂર બજારમાં વહેલા મૂકવા માટે કરવામાં આવતી મધુર વાતો માત્ર બની રહે છે. શાળાનો સમય જ એવો હોવાથી કે જે બાળકને કામથી દૂર રાખે તે જરૂરી બની જાય છે કે ખેતીની મોસમના સમયમાં શાળાઓ પૂર્ણ રીતે કાર્યરત હોય તે જરૂરી બની જાય છે. સ્પષ્ટ રીતે, પરંપરાગત શાળાઓને બાળમજૂરીના ટેકાના સ્વરૂપમાં એક પણ કલ્પનાની બાબતને માફ કરી ના શકાય. આ એ બાબત છે કે જે આ સંસ્થાને બાળમજૂરી નાબૂદી માટેના કોઈપણ કાર્યક્રમ માટે કિંમત વગરની બનાવી દેશે.
બાળમજૂરી નાબૂદીની બાબતમાં અંતિમ વિશ્લેષણ એવું કહે છે કે તે અસંગતતાનો મુદ્દો પણ નથી કે પછી શાળાની લાક્ષણિકતાનો કે જે ખૂબ જ મહત્વના બની રહે. માત્ર એક જ પાસાને ઘ્યાન પર લેવો જોઇએ એ છે કે શું બાળકને કામ કરવાથી દૂર રાખી શકાયો કે નહિ?
હકીકતમાં જોઇએ તો, એવા લોકો કે જેઓ શિક્ષણ વ્યવસ્થાની સુસંગતતાને નક્કી કરી શકે છે તેઓ શિક્ષિતોની પહેલી પેઢી છે કે જેમણે અડચણોને કાપી છે આ સ્થિતિ સુધી પહોંચવા માટે સંખ્યાબંધ નડતરોને પાર કરી છે. ખૂબ અપવાદ રીતે જો કોઈ પણ સાક્ષરના સંપર્કમાં આવીએ કે જે બેરોજગાર હોવા છતા તેમને અશિક્ષિત રહેવાનું પસંદ હોય. શિક્ષણ વ્યવસ્થા રોજગારીની તકોના સંદર્ભમાં જે કાંઈપણ નથી આપી શકતી તેને વ્યકિતના સ્વમાનમા વધારો લાવીને સરભર કરી દે છે.જો પરિવારની પરંપરાગત વ્યાવસાયની તાકાતને બાળકમાં જરૂરી આવડતો સાથે વારંવાર કહીને ઠસાવવું તે શું વધારે ચડિયાતું હશે?
એવી એક વૃતિ છે કે જેમાં પરંપરાગત કારીગરીના મુદ્દાને રોમેન્ટીક બનાવીને રજૂ કરવામાં આવે. વારંવાર જે મત રજૂ કરવામાં આવે છે તે એ છે કે પરંપરાગત કારીગરી સદીઓથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં અસરકારક રીતે ટકી રહેલ છે કે જે આધુનીક વ્યવસ્થા કરી શકે નહિ અને પરિણામે એવું માનવામાં આવે છે કે બાળકને જેમ બને તેમ જલ્દી પરંપરાગત પારીવારીક વ્યવસાયમાં જોડવાથી બાળકને લાભ થાય છે કે જેમના માટે પારીવારીક વ્યવસાય ઉતમ છે જે તેણે કરવાનું છે. તેથી બાળકે અસંગત શિક્ષણ મેળવવામાં માત્ર સમયનો બગાડ તો ના જ કરવો જોઈએ પણ તે પણ ઉત્પાદન કરનાર નાગરિક બની શકે છે અને જીવન જીવવા માટેની કમાણી કરી શકે છે. આ અભિગમનો તાર્કિક સારાંશ એવું દર્શાવે છે કે, બાળક માટે તેના પરિવારનો વ્યવસાય શરૂ રાખવો એ સૌથી ઉતમ બાબત છે. આ જુની એ વ્યવસ્થા કે જેમાં અમુક જ્ઞાતિના લોકો અમુક જ કાર્યો કરતા તેના કરતા વધારે અલગ નથી. આ વ્યવસ્થા છેલ્લે એવા પરિણામો લાવશે કે જેમાં કુંભારનો દીકરો કુંભાર જ બને અને વણાટકામ કરનારનો દીકરો વણાટકામ કરનાર જ બને. હકીકતમાં આ વ્યવસ્થા એવું ફરજિયાત કરે છે કે ખેતમજૂરના દિકરાએ ખેતમજૂર જ બનવું જોઇએ. આ અભિગમમાં બાળકને તેના ભવિષ્યને નક્કી કરવાનઓ પસંદગીનો અવકાશ ખૂબ જ વહેલી ઉમરે છીનવી લેવામાં આવે છે. આ અભિગમમાં ભૂલભરેલી માન્યતા એ છે કે તે એવી હકીકતને અવગણે છે કે ગ્રામીણ સમાજ એવી વ્યક્તિઓના ઉદાહરણોથી છલોછલ ભરેલા છે કે જેમાં કસબીના પરિવારમાંથી આવેલ વ્યકિતઓ તેના પારીવારીક વ્યવસાય બહાર ખૂબ જ સારી રીતે અને કે જેઓએ જો પોતાનો વ્યવસાય બદલેલ ના હોત તો તેમાં યોગ્ય રીતે જોડાય શક્યા ના હોત તેવી પૂરે પૂરી સંભાવનાઓ હોય. શિક્ષણની ખરી ખાસિયત એ છે કે તે વ્યકિતને ગણતરી મુજબની પસંદગીઓ ખરા સમયે કરવા માટે સક્ષમ બનાવે છે. આ બાળકની એ ક્ષમતા છે કે જે બાળકને પોતાનું ભવિષ્ય નક્કી કરવા દે છે તેને આપણે છીનવી લઈએ છીએ જ્યારે સુરક્ષિત રોજગાર પૂરો પાડવાના નામ પર શિક્ષણને તેનાથી દૂર રાખીએ છીએ.
એવી દલીલ કે જેના મુજબ પારીવારીક કારીગરીમાં બાળકને નાની ઉંમરે જોડી દેવાથી તે સારી રીતે શીખી શકે છે તેમાં પણ કોઈ વજુદ નથી. હકીકતમાં એવું દર્શાવવાના પુરાવા છે કે તેઓ અભ્યાસમાં અમુક તજજ્ઞતા મેળવી લે અને ૧૨ થી ૧૪ વર્ષની ઉંમર થઈ જાય ત્યારબાદ તેઓ સારુ પરિણામ આપે છે. બાળકને નાની ઉમરે પારીવારીક વ્યાવસાયમાં જોડવાનો સમગ્ર અભિગમ, તેને કોઈપણ રીતે અસરકારક કારીગર બનાવવા માટેનો છે. આ અભિગમ બાળપણને એ પ્રક્રિયા તરીકે જોવે છે કે જેમાં બાળકને કારીગરમાં રૂપાંતરિત કરવામાં આવે અને સમાજનું બે બહોળા વિભાગોમાં વિભાજન કરે છે. એક એવા લોકોનો કે જેઓ તેના બાળકો પુખ્તવયનાઓની મુશ્કેલીઓનો સામનો કરવા માટે સક્ષમ બને ત્યાં સુધી રાહ જોઈ શકે અને બીજો એવા લોકોનો કે જે તેના બાળકોને શક્ય એટલી ઝડપથી કામ પર લગાડી દે કે જેથી તેઓ સમાજ ઉપર ભારણ બની ના રહે. આ અભિગમની વારંવાર એવા લોકો દ્વારા વકાલત કરવામાં આવી છે કે જેઓ પોતે પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા બીજી વખત વિચાર સુદ્ધા નહિ કરે અને જેઓને પોતાના બાળકો પારીવારીક વ્યાવાસય જાળવી રાખે તેવો કોઈ ઇરાદો નથી.સરકારી કાર્યક્રમોની બાળમજૂરી નાબૂદીકરણ/શિક્ષણના સાર્વત્રિકરણ માટેની શું લાક્ષણિકતાઓ છે?
ગરીબીની દલીલ અને અસંગત શિક્ષણનો ખ્યાલ બંને એ સરકારના બાળમજૂરી અને શિક્ષણને લગતા કાર્યક્રમોના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જયાં સુધી બાળમજૂરીની વાત છે, સરકારની ફિલસૂફી બાળમજૂરીની નિષ્ઠુર હકીકતની ફરતે ફર્યા કરે છે અને તેથી જ આ બાબતે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તે માત્ર બાળમજૂરોને કહેવાતા જોખમી ઉદ્યોગોમાંથી દૂર કરવા માટેનો જ છે, જ્યારે પરંપરાગત બીજા ક્ષેત્રોમાં તેને માત્ર નિયંત્રિત કરે છે. આ કાયદો ખાસ કરીને તેના કાર્યક્ષેત્રથી પરિવારીક વાતાવરણમાં બાળમજૂરને દૂર રાખે છે. તેથી કાયદેસરના આંકડાઓ મુજબ ૧૭૦ લાખ કામ કરતા બાળકોને વિવિધ સરકારી કાર્યક્રમો લક્ષિત કરતા હોવા છતા માત્ર જોખમી ઉદ્યોગોમાં કામ કરતા તેમાંથી માત્ર ૨૦ લાખ જ છે. આ કાર્યક્રમો પણ માતા-પિતાને બાળમજૂરીથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટેના પગલાંઓ પર આધારિત છે કે જે સંપૂર્ણ રીતે હકીકતના સમસ્યાઓની સમજનો અભાવ દર્શાવે છે.
સરકારની શિક્ષણની નીતિ ગરીબીની દલીલ સામે હારી જાય છે અને બાળમજૂરીના કઠોર સત્ય સામે પણ. હાલના સમયમાં લેવાયેલ મોટામાં મોટુ પગલું, બિનપરંપરાગત શિક્ષણના કાર્યક્રમો ખૂબ સરળતાથી ધારી લે છે કે બાળકે કામ કરવું જોઈએ અને તેથી એન.ઈ.એફ. કેન્દ્રો કે જે બાળકના કામ કરવાની રીત સામે દખલગીરા કરતા નથી તેને ચલાવવાની વકાલત કરે છે.
ટુંકમાં કહીએ તો, તેથી, સરકાર કોઈ પણ જાતની દલીલ વિના કામ કરતા બાળકો માટેની બંને દલીલોની અસરનો ગરીબી અને શિક્ષણની અસંગતતાનો સ્વીકાર કરે છે. આપણે આગળ જોયા પ્રમાણે આ બંને ખ્યાલો અપૂરતા છે અને તેને પડકારવા જોઈએ