દેવાળિયું થતાં બચી ગયું અમેરિકા, દેવાની ટોચમર્યાદા વધારવા અંગેનું બિલ ગૃહમાં થયું પસાર
વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા અમેરિકા હવે નાદાર થવાની શક્યતા નથી. બુધવારે, યુએસ હા ઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રેઝરી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના માત્ર પાંચ દિવસ પહેલા દેવાની મર્યા દા વધારવાનું બિલ પસાર કર્યું છે. અમેરિકામાં દેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5 જૂન રા ખવામાં આવી હતી.
અમેરિકાની નોટબંધીના પાંચ દિવસ પહેલા યુએસ કોંગ્રેસે આ બિલ પાસ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રયત્નો ફળ્યા હોવાનું મનાય છે. બાઈડને વિપક્ષને સમયસર અમેરિકાની દેવાની મર્યાદા વધારવા માટે સમજાવ્યા અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ પસાર કરવામાં આવ્યું. હવે આ બિલને સેનેટમાં મોકલવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને પક્ષોના મોટાભાગના સભ્યોએ આ બિલને સમર્થન આપ્યું છે. ડેમોક્રેટ્સે આ બિલને 165-46થી સમર્થન આપ્યું હતું, જ્યારે રિપબ્લિકન્સે આ બિલને 149-71 વોટથી સમર્થન આપ્યું હતું.
અમેરિકાના પ્રમુખ જો બાઈડને બુધવારે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા ડેટ સીલિંગ બિલ પસાર થયું તેનું સ્વાગત કર્યું હતું અને “તેને શક્ય તેટલી ઝડપથી પસાર કરવા” સેનેટને વિનંતી કરી હતી જેથી તે કાયદામાં રૂપાંતરિત થઈ શકે. “અમેરિકન લોકો અને અમેરિકન અર્થવ્યવસ્થા માટે આ સારા સમાચાર છે,” બાઈડને વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું. બુધવારે ગૃહે તેને 314-117 થી પસાર કર્યું હતું
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સરકારને સ્પષ્ટ કરી દીધું હતું કે જો આમ કરવામાં નહીં આવે તો તે તેના બિલ ચૂકવવામાં અસમર્થ છે. ટ્રેઝરી તેની તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવામાં અસ મર્થ થયું હોત તો વિશ્લેષકોની આગાહી પ્રમાણે યુએસ શેરબજારોને તીવ્ર, અસ્થાયી ફટકો પડવાની સંભાવના હતી. અમેરિકામાં દેવાની મર્યાદા $31.4 ટ્રિલિયન છે.
ઉલ્લેખનીય છે કે, 2011 માં સમાન દેવાની ટોચમર્યાદાની મડાગાંઠ દરમિયાન, ટ્રેઝરીઅધિકારીઓએ ટ્રેઝરી સિક્યોરિટીઝ પર ડિફોલ્ટ્સને રોકવા માટે આકસ્મિક યોજના તૈયાર કરી હતી.
બિડેને સોમવારે પત્રકારોને કહ્યું, ‘હું ક્યારેય નથી કહેતો – મને ખાતરી છે કે કોંગ્રેસ શું કરવાજઈ રહી છે. પરંતુ હું આ અંગે સકારાત્મક લાગણી અનુભવું છું. મેં સેનેટના લઘુમતી નેતા મિચ મેક કોનેલ સહિત ઘણા સભ્યો સાથે વાત કરી છે. મેં ઘણા બધા લોકો સાથે વાત કરી છે. અને આ વાતચીત સારી રહી. મતદાન ક્યારે શરૂ થાય છે તે જોઈશું.
બિડેન અને રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીને વિશ્વાસ છે કે તેઓ જરૂરી મત મેળ વશે. બંને વચ્ચેના સોદાને દરેક પક્ષની મધ્યમ અને વ્યવહારવાદી પાંખના અગ્રણી સભ્યો તર ફથી પ્રારંભિક સમર્થન મળ્યું છે.
જો આ બિલ પસાર થઈ જશે, તો તે 1 જાન્યુઆરી, 2025 સુધી દેવાની ટોચમર્યાદાને મુલતવી રખાશે. રિપબ્લિકન મતોના બદલામાં, ડેમોક્રેટ્સ આગામી બે વર્ષ માટે ફેડરલ ખર્ચને મર્યાદિત કરવા સંમત થયા છે.