કાશ્મીરમાં આયોજીત આ બેઠકમાં સાઉદી અરેબિયા અને તુર્કીનું સામેલ ન થવાના કારણે ભારત માટે એક મોટો ઝટકો સ્વરુપે દેખાઈ રહ્યુ છે. કાશ્મીરમાં જી-20 ની આ બેઠકનું આયોજન કરી ભારત દુનિયાને આ સંદેશો આપવા માંગે છે કે આ ભારતનો અભિન્ન અંગ છે. આ સાથે ભારત કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રને વિકસાવવા માંગે છે. અધિકારીઓનુ કહેવુ છે કે દુનિયાના સૌથી વધુ તાકાતવાન ક્લબ જી-20 ના સદસ્ય દેશોની ભાગીદારી ભારતના સમર્થનમાં જોવા મળી રહી છે.
- કાશ્મીરને લઈને તુર્કીની ટીકાત્મક આલોચના
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કેટલાય પ્રસંગે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચુક્યુ છે. ગત તા. 24 સપ્ટેમ્બર 2019 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય સમુદાય છેલ્લા 72 વર્ષથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને વાતચીત દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
- પાકિસ્તાનના કહેવા પર ચીને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો
- કલમ-370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલું મોટું આયોજન