આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે
શ્રી શ્રી રવિશંકર દ્વારા શરૂઆતમાં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારનેભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)માં તેમના ભાષણ દરમિયાન પ્રોત્સાહન આપ્યું હતું.એમણે કહ્યું :
"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ."
— નરેન્દ્ર મોદી, યુએન જનરલ એસેમ્બલી
આ પ્રારંભિક દરખાસ્તને પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૪ના રોજ "યોગ દિવસ" શીર્ષક હેઠળ ખરડો પસાર કર્યો હતો.ભારતના પ્રતિનિધિમંડળ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.[૮] વર્ષ ૨૦૧૫માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૧૦ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. એપ્રિલ, ૨૦૧૭માં યુએન પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન (યુએનપીએ)એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ આસનો દર્શાવતી ૧૦ ટપાલ ટિકિટની એક શીટ બહાર પાડી હતી
"યોગમાં ઉંમર, જાતિ, ધર્મ અને પ્રદેશોનો કોઈ અવરોધ નથી, તે સાર્વત્રિક છે" - ઉપરાષ્ટ્રપતિ
"માત્ર આપણા મન અને શરીરને જ નહીં, પરંતુ રાષ્ટ્રના સમગ્ર પરિવર્તન માટે પણ કામ કરો." : શ્રી નાયડુ
સિકંદરાબાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ જોડાયા
ઉપરાષ્ટ્રપતિએ દરેકને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને તેના લાભો મેળવવા માટે કહ્યું
યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ
આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રનાં ચોથા અધ્યાયની ચોથી નીતિમાં સ્વસ્થ શરીરનું મહત્વ સમજાવ્યું છે.ચાણક્ય કહે છે કે,’જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ.આપણું શરીર નિયંત્રણમાં છે,ત્યાં સુધી આત્મકલ્યાણ માટે પુણ્ય કાર્ય કરી લેવું જોઈએ.ધર્મ,અર્થ,કામ અને મોક્ષ – આ ચારેય પુરુષાર્થ ત્યારે જ મળી શકે,જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય.સ્વસ્થ શરીર માટે સારું ભોજન,યોગ, પ્રાણાયામ,સંતુલિત દિનચર્યાનું પાલન કરવાથી આપણે રોગથી બચી શકીએ છીએ.’
શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના 28મા શ્લોકમાં કહ્યું છે કે,’યોગા અભ્યાસમાં હમેશાં પરોવાયેલા રહીને આત્મસંયમ યોગી સર્વ ભૌતિક મલીન તત્વોથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમ ભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે.’
યોગ એવી પ્રક્રિયા છે કે જેના વડે આપણે આપણી ચેતના શુદ્ધ કરી શકીએ છીએ.દૂષણોને અટકાવી શકીએ છીએ.તેમજ પૂર્ણતા,પૂર્ણ જ્ઞાન તથા આનંદના સ્તરને પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ બધું કરતાં પહેલાં શરીર સારું હોવું જરૂરી છે.શરીર અને મન સારું રાખવા માટે ઉત્તમ ઉપાય છે, યોગ.એટલે એવું કહેવાય છે કે યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ.
પ્રાણાયામનો શાબ્દિક અર્થ ’પ્રાણનો આયામ અર્થાત્ વિસ્તાર કરવો,એવો થાય છે.’ મહર્ષિ પતંજલિએ પ્રાણાયામની વ્યાખ્યા આપતાં પાતંજલ યોગસૂત્રના સાધનપાદના 49મા સૂત્ર માં લખ્યું છે: શ્વાસોશ્વાસની ગતિનો વિચ્છેદ કરી પ્રાણને રોકવો તેનું નામ પ્રાણાયમ.
આહારની જો વાત કરવામાં આવે તો આજના લોકો ખાસ કરીને યુવાન વર્ગ જંક ફૂડના રવાડે ચડયા છે.પોતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.નાની ઉંમરમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને લીધે તેના ગેરફાયદા તાત્કાલિક કદાચ જોવા નહીં મળે,પરંતુ લાંબા ગાળે આવા ખોરાકને લીધે શરીરમાં અનેક પ્રકારના રોગ જન્મે છે.જ્યારે સમજાય છે,ત્યારે મોડું થઈ ગયું હોય છે.વિકસિત દેશના લોકોમાં જાગૃતિ આવવાની સાથે આજે તેઓ ભારતીય પ્રણાલિકા અને ભારતીય ખોરાક તરફ વળી રહ્યા છે.ભારતીય ફૂડના રેસ્ટોરન્ટ ખોલવા માંડ્યા છે.આપણી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રણાલીકાનું અનુકરણ કરવા લાગ્યા છે.જ્યારે આપણે એનાથી ઉલટું કરવામાં ગૌરવ માનીએ છીએ.તેમણે ફેંકેલી સંસ્કૃતિ આપણે અપનાવવાનું શરૂ કર્યું.કોરોના કાળમાં થોડો સમય પૂરતી લોકોમાં જાગૃતિ જોવા મળી હતી.
પરંતુ સ્મશાન વૈરાગ્યની જેમ બધું જ ભુલાઈ ગયું.અત્યારે મોટાભાગનો યુવા વર્ગ પોતાની તંદુરસ્તી માટે બિલકુલ બેદરકાર જોવા મળે છે.ખાસ કરીને મોબાઈલના એડિક્સ થવાથી પોતાનું કામકાજ કરતા કરતા નવરાશના સમયમાં મોબાઈલ સાથે સમય પસાર કરે છે.આવા યુવાનો નથી તો કસરત કરતા,નથી ચાલવા જતા કે નથી કોઈ જીમમાં જતા.વિશ્વના દેશોમાં ભારત સૌથી યુવાન દેશ છે.અર્થાત્ ભારતમાં યુવાનોની વસ્તી વધુ છે.આ એક રાજી થવા જેવા સમાચાર છે.આજનો યુવાન આવતીકાલના દેશનું ભવિષ્ય છે,ત્યારે યુવાનોની પલાયન વૃત્તિ ચિંતા પ્રેરક ગણી શકાય.જોકે આજે આંશિક રીતે લોકો તંદુરસ્તી માટે જાગૃત પણ થયા છે,તેમ છતાં એ આંકડો વસ્તીના પ્રમાણનો એક ટકો પણ નહીં હોય.
આ તમામ બાબતનો એક જ ઉપાય છે:નિયમિત જરૂરી કસરત,યોગ અને પ્રાણાયામ.આજે શરીરના દરેક દર્દોની સારવાર વખતે દરેક ડોક્ટરોનું એક જ સજેશન હોય છે કે,હળવી કસરત કરો.ચાલવાનું રાખો.યોગ પ્રાણાયામ કરો.કટાક્ષમાં એમ પણ કહેવામાં આવે છે કે, ’જો તું ચાલીસ પછી ચાલીશ નહીં,તો ચાલીશ નહીં !’
દુનિયાભરના લાખો લોકોની સવાર જોગિંગ ટ્રેક ઉપર અથવા જીમમાં પરસેવો પાડીને થતી હોય છે.પ્રાચીન કાળથી જ કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને કારગત ઉપાય માનવામાં આવે છે.કસરત કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે,આપણી શ્વાસ લેવાની અને શ્વાસ રોકવાની શક્તિમાં વધારો થાય છે.વધુ પડતા લોકો દર એક મિનિટમાં બારથી પંદર વખત શ્વાસ લેતા હોય છે.પરંતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાની આ માત્રામાં બે ત્રણ ગણો વધારો થાય છે.શ્વાસ લેવામાં થયેલો આ વધારો આપણા ફેફસાંને સ્વસ્થ રાખે છે અને આપણું લોહી શુદ્ધ કરે છે.આખરે સ્વાસ્થ્ય માટે આજ તો છે જરૂરી.આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળમાં મોટાભાગના દર્દીઓનાં ફેફસાં જ સંક્રમિત થયા હતાં.શ્વાસોશ્વાસની તકલીફને લીધે ઈંઈઞ માં રાખવામાં આવતા હતા.તેમ છતાં શ્વાસની પ્રક્રિયા નિયમિત ન થવાથી દર્દી મોતના મુખમાં ધકેલાઈ જતા હતા.