ભારત બ્રિટનને પછાડીને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સંદર્ભમાં વિશ્વના પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે
બ્લૂમબર્ગના તાજેતરના ડેટા અનુસાર, ભારતે માર્ચ 2022ના અંતમાં બ્રિટનને પાછળ છોડી દીધું હતું. ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ)ના ડેટાના આધારે બ્લૂમબર્ગે આ તારણ કાઢ્યું છે.બ્લૂમબર્ગ અ નુસાર, આ વર્ષના માર્ચના અંતે ભારતની અર્થવ્યવસ્થા 854.7 અબજ ડૉલરની હતી, જ્યારે બ્રિટનની અર્થ વ્યવસ્થા 816 અબજ ડૉલરની હતી.બ્લૂમબર્ગના અંદાજ મુજબ, ભારત આગામી કેટલાંક વર્ષોમાં યુકેની અર્થવ્યવસ્થા કરતાં ઘણું આગળ નીકળી જશે.
ઑગસ્ટમાં ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. ક માર્કેટ-ટ્રૅકિંગ કંપની કેડિયા કૅપિ ટલના રિસર્ચ હેડ અજય કેડિયાનું માનવું છે કે કોવિડ મહામારી અને યુક્રેનમાં યુદ્ધ છતાં ભારતની અર્થ વ્યવસ્થાની પ્રગતિ એ સંકેત છે કે ભારત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.
"મહત્ત્વની વાત એ છે કે ભારતે ગયા મહિને જ 75મો સ્વતંત્રતા દિવસ ઊજવ્યો છે. પહેલાં આપણને વિકાસશીલ અથવા પછાત દેશ તરીકે જોવામાં આવતા હતા. પરંતુ હવે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. એવું જોવામાં મળ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં અથવા 1990ના દાયકામાં ભારતે લીધેલાં પગલાંની અસર જોવા મળી રહી છે. ભારતના વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. 90ના દાયકા માં ભારત પાસે મર્યાદિત અનામત હતી પરંતુ આજે ભારત સૌથી મોટા વિદેશી મુદ્રા ભંડારમાં ચોથા નંબરે છે."
યુક્રેનમાં યુદ્ધની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ પર પડી છે. માત્ર પશ્ચિમી દેશો જ નહીં પરંતુ દક્ષિણ એશિયા પણ તેનાથી પ્રભાવિત છે.શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંકટમાં છે. પાકિસ્તાન વિવિધ કારણોસર બર બાદીના આરે પહોંચી ગયું છે. અનેક મોરચે સારી રીતે કામ કરી રહેલી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પણ પડ કારોનો સામનો કરી રહી છે.ભારતની અર્થવ્યવસ્થા દક્ષિણ એશિયાના દેશો કરતાં વધુ સ્થિર અને સારી સ્થિતિમાં છે. જોકે, વિશ્લેષકો માને છે કે ભારતની તુલના અન્ય દક્ષિણ એશિયન દેશો સાથે થઈ શકે તેમ નથી.
"જો આપણે દક્ષિણ એશિયાની વાત કરીએ, તો છેલ્લાં એક-બે વર્ષમાં આપણે જોયું છે કે જે અર્થવ્ય વસ્થા સારી રીતે ચાલી રહી હતી તે પણ પ્રભાવિત થઈ છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી, મોંઘવારીની અસર બધે દેખાવા લાગી છે. પરંતુ ભારતે આ પ્રભાવોને ઘણી હદ સુધી મર્યાદિત કર્યો છે. ભારતની તુલનાશ્રીલંકા, બાંગ્લાદેશ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાઓ સાથે કરી શકાય નહીં કારણ કે ભારતનું અર્થતંત્ર આ તમામ પડોશી દેશો કરતાં ઘણું મોટું છે."
"ભારતની અર્થવ્યવસ્થાની તુલના દક્ષિણ એશિયાના અન્ય કોઈ દેશ સાથે થઈ શકે નહીં. કારણ કે ભારતની ઉત્પાદન ક્ષમતા શ્રીલંકા, પાકિસ્તાન કે બાંગ્લાદેશ કરતાં ઘણી વધારે છે." ભારત પોતાની વિદેશ નીતિ અને વ્યૂહરચનાથી યુક્રેન યુદ્ધની અસરને ઘણી હદ સુધી મર્યાદિત કરવામાં સફળ રહ્યું છે.
"એક સમય એવો હતો કે જ્યારે આપણે દવાઓ માટે અન્ય દેશો પર નિર્ભર હતા. આપણે પોલિયો પ્રો ગ્રામ માટે બહારથી મદદ લેતા હતા પરંતુ કોવિડ મહામારી દરમિયાન, ભારત આત્મનિર્ભર બનીને બહાર આવ્યું. કોવિડ મહામારી અને યુક્રેન યુદ્ધે અર્થવ્યવસ્થાને અસર કરી. યુક્રેન યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું છે અને તેનો ફાયદો ભારતને મળી રહ્યો છે."
ભારતના લેબર પૉર્ટલ પર 27.5 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. તેમાંથી 94% લોકોએ કહ્યું છે કે તેઓ દર મહિને દસ હજાર રૂપિયાથી ઓછી કમાણી કરે છે. "હકીકતમાં, તેમની આવકમાં ઘટાડો થયો છે કારણ કે મોં ઘવારી વધી રહી છે. જ્યારે મોંઘવારી વધે છે, ત્યારે સંગઠિત ક્ષેત્રમાં મોંઘવારી ભથ્થું મળે છે, પરંતુ અસંગ ઠિત ક્ષેત્રમાં પગાર વધતો નથી. આવી સ્થિતિમાં મોંઘવારીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા કામદાર ની ખરીદશક્તિમાં વધુ ઘટાડો થાય છે. બીજી તરફ આપણા અબજોપતિઓની સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એકંદરે જોઈએ તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે."
ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું છે પરંતુ વિશ્લેષકો માને છે કે દરેકને સમાન લાભ નથી મળી રહ્યો.
"ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન, સેવાઓ અને ડિજિટલ અર્થવ્યવસ્થા વધી રહી છે, પરંતુ સવાલ એ છે કે તેનો લાભ કેટલા લોકો સુધી પહોંચી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતમાં 90 ટકાથી વધુ લોકો એવા છે જેઓ દસ હજાર રૂપિયાથી પણ ઓછું કમાય છે. આ લોકો તેમની રોજિંદી જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે."