સુપ્રીમ કોર્ટે કેન્દ્રની પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાને રોકવાની માંગણી કરતી અરજી પર સુનાવણી દરમિયાન યોજના પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે કોરોના કોઇ કામ થવા દઇ રહ્યો નથી. આ મામલામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. કોર્ટે સાથે એમ પણ કહ્યું કે આવી જ એક અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેથી અરજીકર્તા અરજીમાં સંશોધન કરે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે જો નવી સંસદ બની રહી છે તો વિરોધ કેમ? જેની સામે અરજદારે કહ્યું કે સરકાર આ મામલે આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર એક નવું સંસદ ભવન, એક નવું આવાસીય પરિસર બનાવીને તેનો પુનર્વિકાસ કરવાના પ્રસ્તાવ કરી રહી છે જેમા વડાપ્રધાન અને ઉપરાષ્ટ્ર્પતિ સિવાય ઘણા નવા કાર્યાલય ભવન હશે. મોદી સરકારની આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે. આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય દ્વારા જારી માર્ચ 2020ની સૂચનાને રદ્દ કરવા માટે કોર્ટથી આગ્રહ કરતા, અરજદારે તર્ક આપ્યો હતો કે આ નિર્ણય અનુચ્છેદ 21 હેઠળ એક નાગરિકના જીવવાના અધિકારના વિસ્તૃત સંસ્કરણનું ઉલ્લંઘન છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. જ્યારથી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી વિવાદ આ પ્રોજેકટનો પીછો છોડી રહ્યા નથી. શનિવારે દિલ્હીમાં 'સેન્ટ્રલ વિસ્ટા વિરોધી' ભારત 'અભિયાન શરૂ કરાયું હતું. તેમાં NCPની રાજ્યસભાના સભ્ય વંદના ચવ્હાણ, ફૌઝિયા ખાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો સમાવેશ હતો. તેમણે કહ્યું કે આ અભિયાનને ચૂંટણી પહેલા યુપી, ઉત્તરાખંડ અને ગુજરાત સુધી લઈ જવાશે. તમામ વિવાદ અને કોરોના વચ્ચે સેન્ટ્રલ વિસ્ટાનું કામ સતત ચાલુ છે.