નર્મદા નદીના આવેલ પૂરના પાણીને પગલે ભરૂચ જિલ્લાના કાંઠાવિસ્તારનાં ગામોમાં ઘણું નુકસાનન થયું છે.
ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની છે કે અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દીવા રોડ સ્થિત એક તબેલામાં ખૂંટે બાંધેલાં 60 દુધાળા પશુઓના મોત નિપજતા પશુ પાલકને 70 લાખનું નુકસાન થયું છે.
સરદાર સરોવર નર્મદા ડૅમમાંથી 18 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીના સપાટી 41.50 ફૂટ વટાવતા અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં.
રાતના સમયે એકાએક આવી ગયેલા પૂરનાં પાણીને પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો.
ત્યારે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સંદીપ પટેલના બે તબેલામાં પૂરના પાણી ઘૂસી જતાં પશુપાલક પશુઓને બચાવે તે પહેલાં સમગ્ર તબેલો ગળાડૂબ પાણીમાં તબદીલ થઈ ગયો હતો.
જોકે પશુપાલકનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે તબેલામાં પાણી ફરી વળતાં જ બાંધેલા ખૂંટે દુધાળા પશુઓ અને ગાય તેમજ વાછરડા મળી કુલ 60 થી વધુ પશુઓ બેમાંથી એક તબેલામાં રહેલાં પશુઓનાં કરૂણ મોત નિપજ્યાં