વાનકુવર, કૅલગરી અને ટોરોન્ટોને ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ-2023’માં ટોચનાં 10 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ શહેરોમાં એવું તે શું છે, જે અહીં રહેતા લોકોના જીવનને મધુર બનાવે છે? યુરોપિયન અને સ્કેન્ડેનેવિયન સ્થળો વિશ્વનાં સૌથી આરોગ્યપ્રદ રાષ્ટ્રો અથવા નાનાં બાળકોના ઉછેર માટેના શ્રેષ્ઠ દેશો તરીકે વિશ્વના સૂચકાંકોમાં વારંવાર ટોચ પર જોવા મળે છે ત્યારે કૅનેડા તેમની સાથે સ્પર્ધા કરવા ચૂપચાપ આગળ વધી રહ્યું છે. 'ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ' દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના રહેવા માટે સૌથી વધુ યોગ્ય શહેરોના સૂચકાંકમાં તે વધારે સ્પષ્ટ થયું છે. તેમાં કૅનેડાનાં ત્રણ શહેરોને વિશ્વના ટોચનાં 10 શહેરોમાં સ્થાન આપવામા આવ્યું છે. આ યાદીમાં ટોચનાં ત્રણ શહેરોમાં વાનકુવર (પાંચમા ક્રમે), કૅલગરી (જિનીવા સાથે સાતમા ક્રમે) અને ટોરોન્ટો (નવમા ક્રમે)નો સમાવેશ થાય છે. આરોગ્યસંભાળ અને શિક્ષણની બાબતમાં આ શહેરોએ પરફેક્ટ ગુણાંક હાંસલ કર્યાં છે. આ કારણો કૅનેડાના લોકોને આકર્ષિત કરે છે, જેઓ જીવનની ગુણવત્તામાં સુધારો કરતી સકારાત્મક સરકારી નીતિઓને વખાણે છે. વાનકુવરમાં રહેતાં સામંથા ફોકે કહ્યું હતું, “અમારી પ્રગતિશીલ રાજનીતિ અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય સેવા કૅનેડાને રહેવા માટે એક શાનદાર દેશ બનાવે છે. ડૉક્ટરની સલાહ લેવાનું કે બાળકને હૉસ્પિટલે લઈ જવાનું શક્ય ન હોય અથવા કૅન્સરને કારણે ખિસ્સાં ખાલી થઈ જાય તેવા દેશમાં રહેવાની કલ્પના પણ હું ન કરી શકું.” સારસંભાળની આ ભાવના દેશમાં સર્વત્ર પ્રસરેલી છે. તેનાથી સમુદાયની ભાવના સર્જાય છે, જે ઘર તથા ઑફિસ બન્ને જગ્યાએ જીવવાની ક્ષમતા બહેતર બનાવે છે. વાનકુવરમાં રહેતા અને 'લાઇફ-બિઝનેસ ઑર્ગેનાઈઝિંગ સર્વિસ ઓર્ગેનાઈઝ્ડ જેન'ના સ્થાપક જેન સ્ટોલરે કહ્યું હતું, “ધંધાર્થીઓના ઉત્થાનથી માંડીને વરિષ્ઠ નાગરિકો તેમજ સ્કૂલોને સહાય કરતા કૅનેડાના નાગરિકો તેમના મિલનસાર તથા સહાયક સ્વભાવ માટે જાણીતા છે. સૌહાર્દની આ ભાવના એક સકારાત્મક માહોલને મજબૂત બનાવે છે, જેમાં વ્યક્તિ પ્રગતિ કરી શકે છે અને વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવન બન્નેમાં સંતોષ પ્રાપ્ત કરી શકે છે.”
જાહેર પરિવહન અને પરિવહન પ્રણાલીમાં કૅનેડાએ કરેલું રોકાણ પણ તેનાં મોટાં શહેરોમાં વિચરવાનું આસાન બનાવે છે. સામંથા ફોક મૉન્ટ્રીઅલ, કેલગરી અને ટોરોન્ટો પણ રહ્યાં છે. તેઓ 24 વર્ષનાં હતાં ત્યાં સુધી તેમણે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું ન હતું અને તેમની એક સખીએ 53 વર્ષે લાયસન્સ લીધું હતું, કારણ કે તેમને ફરવા માટે કારની જરૂર ન હતી.
જોકે, કૅનેડાના રહેવાસીઓ દેશના કુદરતી પરિદૃશ્યને સૌથી વધારે પ્રેમ કરે છે.
ફોકે કહ્યું હતું, “રહેવા માટે સૌથી વધુ યોગ્ય ત્રણેય શહેરો કૅનેડાના ઘણાં શહેરોની માફક પ્રકૃતિની ગોદમાં આવેલાં છે. તેમણે પ્રકૃતિને શહેરની ડિઝાઈનમાં સમાવી છે. ટોરોન્ટોમાં રેવાઇન સિસ્ટમ અને દરિયાકિનારો છે, મોન્ટ્રીયલમાં મોન્ટે રોયલ અને શ્રેણીબદ્ધ વૃક્ષોવાળી શેરીઓ છે તેમજ વાનકુવરમાં સ્ટેનલી પાર્ક છે, જે વિશ્વની શહેરી પ્રકૃતિનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનો એક છે.”
"મોટાં શહેરોની બહાર પણ કુદરત પરનું ફોક્સ મુખ્ય બાબત છે, જે રહેવાસીઓ માટે વન કેટલું મહત્ત્વનું છે તે દર્શાવે છે.” ફોકે કહ્યું હતું, “અમે પ્રકૃતિને પ્રેમ કરતા લોકો છીએ.”
જમીનના સંદર્ભમાં વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા દેશમાં આવેલાં આ ત્રણ કૅનેડિયન શહેરોનું પોતપોતાનું આગવું આકર્ષણ છે. આ શહેરોમાં રહેતા લોકો સાથે વાત કરીને અમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓ એ શહેરમાં શા માટે રહે છે અને તેને કેમ પ્રેમ કરે છે?