iPhone 15 Proમાં 6.1 ઇંચની HDR ડિસ્પ્લે મળશે. જ્યારે iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 15 pro અને iPhone 15 Pro Maxની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની બેટરી 100 ટકા રિસાઇકલ મટિરિયલમાંથી બનાવવામાં આવી છે.
Appleના iPhone 15 Pro અને Pro Maxને ટાઈટેનિયમ ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં કસ્ટમાઈઝ્ડ એક્શન બટન અને નેક્સ્ટ જનરેશન પોટ્રેટની સુવિધા હશે. iPhone 15 pro અને Pro Max ચાર રંગોમાં લોન્ચ કરવામાં આવ્યા છે જેમ કે બ્લેક ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ.
આ વખતે નવી iPhone 15 સિરીઝમાં યુઝર્સને ચાર્જિંગ માટે USB Type-C પોર્ટનો સપોર્ટ મળશે. એટલે કે ફોનમાંથી લાઈટનિંગ પોર્ટ હટાવી દેવામાં આવ્યું છે. આ પોર્ટ હવે મોટાભાગના નવા એન્ડ્રોઇડમાં જોવા મળે છે.
iPhone 15 Pro અને Pro Max ના કેમેરા વિશે વાત કરીએ તો, તેમની પાછળની પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 48MPનો મુખ્ય પોટ્રેટ કેમેરો ઉપલબ્ધ હશે, જે નાઈટ મોડમાં ઉત્તમ ફોટા ક્લિક કરે છે.
નવો 24MP ફોટોનિક કેમેરો ઉપલબ્ધ થશે, જે કસ્ટમાઇઝ કેમેરા અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત, ત્રીજા કેમેરામાં 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MP ટેલિફોટો કેમેરા હશે.
Apple એ iPhone 15 pro અને iPhone 15 Pro Max માં નવો A17 Pro ચિપસેટ પ્રદાન કર્યો છે, જે ગેમિંગ અનુભવને એક પગલું આગળ લઈ જાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Appleની નવી A17 Pro ચિપસેટ વિશ્વની સૌથી ઝડપી ચિપસેટ છે.
એપલના આ બંને બેઝ મોડેલ્સ ગત વર્ષે લોન્ચ થયેલા iPhone 14 Pro અને iPhone 14 Pro Maxના રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ બંને ડિવાઈસમાં અનુક્રમે 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ બંને સ્માર્ટફોન 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી ડાઈનેમિક આઈલેન્ડ ફીચરથી સજ્જ LTPO AMOLED ડિસ્પ્લે ધરાવે છે.
એપલે આ વખતે સ્માર્ટફોનમાં કેમેરા અપગ્રેડ કર્યા છે. આઈફોન 15ના આ બંને બેઝ મોડેલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કેલિંગ માટે આ બંને ડિવાઈસમાં 12 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ નવા આઈફોન 15 સિરીઝના બધા હેન્ડસેટમાં USB Type C ચાર્જિંગ પોર્ટ મળે છે. જેમાં વાયર્ડ અ વાયરલેસ બંને ચાર્જિંગ ફીચર અવેલેબલ છે.
બેઝ મોડેલની જેમ જ આ બંને ડિવાઈસ પણ અનુક્રમે 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. જો કે આ ડિસ્પ્લેમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળે છે, અને આમાં પણ ડાયનેમિક આઈલેન્ડ ફીચર આપવામાં આવ્યું છે. આ બંને આઈફોન અત્યાર સુધીના સૌથી પાવરફૂલ આઈફોન છે.