સારાહ સન્ની અદાલતમાં ઍડવોકેટ ઑન રેકૉર્ડ સંચિતા આઇન તરફથી રજૂ થયાં હતાં.
સંચિતા કહે છે, “સારાહ સુપ્રીમ કોર્ટમાં દુભાષિયાની મદદથી રજૂ થયાં અને એકધારી ચાલી આવતી પ્રથાને તેમણે તોડી. આની અસર લાંબા સમય સુધી જોવા મળશે. આનાથી મોટી સંખ્યામાં બધિર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે કે તેઓ કાયદા શાખાનો અભ્યાસ કરે અને કાયદાકીય માળખાનો ભાગ બને. કાયદાના પુસ્તકમાં ભારતીયો ઇન્ડિયન સાઇન લૅંગ્વેજને વિકસિત કરવા માગીએ છીએ. જેનાથી ભવિષ્યમાં બધિરોને આ વિશે મદદ મળી રહે.”
આઈએસએલ સૌરવરાય ચૌધરીએ બીબીસીને કહ્યું, “90થી 95 ટકા સુધી મૂક-બધિર બાળકો એ લોકોને ત્યાં જન્મે છે જેઓ બોલી છે, સાંભળી શકે છે. 2011ની જનગણના મુજબ ભારતમાં જે સાંભળી નથી શકતા અથવા તો બોલી નથી શકતા એવા લોકોની સંખ્યા 1 કરોડ 80 લાખ હતી.”
“છેલ્લાં 12 વર્ષમાં આ સંખ્યા વધારે વધી ગઈ હશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિરોને એ લાગણી આપશે કે કાયદાની દૃષ્ટિમાં તેઓ એકસમાન છે.”
સુપ્રીમ કોર્ટે દુભાષિયા રાય ચૌધરીની વ્યાખ્યાની ભારતના ઍડવોકેટ જનરલ તુષાર મહેતાએ પણ પ્રશંસા કરી હતી અને મુખ્ય ન્યાયાધીશ પણ તેમની સાથે તરત જ સંમત થઈ ગયા.
રંજિની રામાનુજન નાનપણથી જ બધિર છે અને હાલ ઇમ્ફોસિસમાં કામ કરે છે. તેમને 1999માં અર્જુન ઍવૉર્ડ (બૅડમિન્ટન) મળ્યો હતો.
રંજિની કહે છે, “સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિર લોકો માટે એક વરદાન જેવો છે. તેણે બધિરોને અવાજ આપ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી સુપ્રીમ કોર્ટે અન્ય કાર્યાલયોને પણ પોતાના પદચિહ્ન પર ચાલવાનો સંદેશ આપ્યો છે. આ અવરોધોને તોડનારો નિર્ણય છે.”સારાહ સન્ની અદાલતમાં ઍડવોકેટ ઑન રેકૉર્ડ સંચિતા આઇન તરફથી રજૂ થયાં હતાં.
સંચિતા કહે છે, “સારાહ સુપ્રીમ કોર્ટમાં દુભાષિયાની મદદથી રજૂ થયાં અને એકધારી ચાલી આવતી પ્રથાને તેમણે તોડી. આની અસર લાંબા સમય સુધી જોવા મળશે. આનાથી મોટી સંખ્યામાં બધિર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે કે તેઓ કાયદા શાખાનો અભ્યાસ કરે અને કાયદાકીય માળખાનો ભાગ બને. કાયદાના પુસ્તકમાં ભારતીયો ઇન્ડિયન સાઇન લૅંગ્વેજને વિકસિત કરવા માગીએ છીએ. જેનાથી ભવિષ્યમાં બધિરોને આ વિશે મદદ મળી રહે.”
આઈએસએલ સૌરવરાય ચૌધરીએ બીબીસીને કહ્યું, “90થી 95 ટકા સુધી મૂક-બધિર બાળકો એ લોકોને ત્યાં જન્મે છે જેઓ બોલી છે, સાંભળી શકે છે. 2011ની જનગણના મુજબ ભારતમાં જે સાંભળી નથી શકતા અથવા તો બોલી નથી શકતા એવા લોકોની સંખ્યા 1 કરોડ 80 લાખ હતી.”
“છેલ્લાં 12 વર્ષમાં આ સંખ્યા વધારે વધી ગઈ હશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિરોને એ લાગણી આપશે કે કાયદાની દૃષ્ટિમાં તેઓ એકસમાન છે.”
સુપ્રીમ કોર્ટે દુભાષિયા રાય ચૌધરીની વ્યાખ્યાની ભારતના ઍડવોકેટ જનરલ તુષાર મહેતાએ પણ પ્રશંસા કરી હતી અને મુખ્ય ન્યાયાધીશ પણ તેમની સાથે તરત જ સંમત થઈ ગયા.
રંજિની રામાનુજન નાનપણથી જ બધિર છે અને હાલ ઇમ્ફોસિસમાં કામ કરે છે. તેમને 1999માં અર્જુન ઍવૉર્ડ (બૅડમિન્ટન) મળ્યો હતો.
રંજિની કહે છે, “સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિર લોકો માટે એક વરદાન જેવો છે. તેણે બધિરોને અવાજ આપ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી સુપ્રીમ કોર્ટે અન્ય કાર્યાલયોને પણ પોતાના પદચિહ્ન પર ચાલવાનો સંદેશ આપ્યો છે. આ અવરોધોને તોડનારો નિર્ણય છે.”