ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલુ મેદાનો પર યોજાનારા વર્લ્ડકપમાં ટ્રૉફી જીતવા પ્રબળ દાવેદાર છે. પરંતુ તેની સાથે પણ ચૉકર્સ ટૅગ જોડાયેલું છે.
ક્રિકેટની દુનિયામાં ચૉકર્સનું ટૅગ એક સમયે એકદમ પ્રભાવક ટીમ દક્ષિણ આફ્રિકાને પણ મળ્યું હતું. 1995 અને 2015 દરમિયાન આ ટીમ સતત દરેક મોટી ટુર્નામેન્ટમાં છેલ્લી ઘડીએ ફસકી પડતી હતી.
વર્ષ 2023થી એકદમ 2 વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટે વર્લ્ડકપ જીત્યો હતો. આ સફળતાનાં 4 વર્ષ પહેલાં 2007માં કપ્તાન મહેન્દ્રસિંઘ ધોનીનું પ્રથમ અસાઇમેન્ટ અને ટીમના વરિષ્ઠ ખેલાડીની ગેરહાજરીમાં ટીમે 20-20 વર્લ્ડકપ જીત્યો હતો.
2007માં જ આઈસીસીએ 20-20 વિશ્વકપની શરૂઆત કરી હતી અને ભારત તેનું પ્રથમ ચૅમ્પિયન બન્યું હતું.
મહેન્દ્ર ધોનીની કપ્તાનીમાં સફળતાની આ હેટ્રિકે ન માત્ર ધોનીએ એક મોટો મુકામ અપાવ્યો પરંતુ ક્રિકેટમાં પૈસા અને પ્રતિભાઓની હાજરીને પણ રેખાંકિત કરી.
2007ના એક વર્ષ પછી 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ અને લોકપ્રિયતા તથા કમાણીના મામલામાં લીગ પહેલા વર્ષથી જ સતત વૃદ્ધિ પામતી રહી.
આથી દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ સ્ટાર્સનું આગમન થયું અને ક્રિકેટની દુનિયામાં ભારતનો દબદબો વધતો દેખાયો. એવું લાગવા લાગ્યું હતું કે હવે આ ટીમને રોકવી મુશ્કેલ હશે.
ભારત ક્રિકેટની દુનિયામાં ન માત્ર એક મોટી તાકત છે પરંતુ વૈશ્વિકસ્તરે ખેલ સંબંધિત આવકનો 70 ટકા હિસ્સો પણ આ દેશમાંથી જ આવે છે, કેમ કે ક્રિકેટ જોનારા લોકોની 70 ટકા વસ્તી ભારતમાં વસે છે.
લાંબા સમય સુધી ભારતીય ટીમ વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમ તરીકે આંકવામાં આવતી રહી અને ત્રણેય ફૉર્મેટમાં લાંબા સમય સુધી આઈસીસી રૅન્કિંગમાં ટોચ પર રહી.
રસપ્રદ સંયોગ છે કે 2023ના વર્લ્ડકપ પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ, વન-ડે અને 20-20 ક્રિકેટમાં એક વાર ફરીથી આઈસીસીના રૅન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે.
ભારતીય ક્રિકેટ પોતાની નબળાઈઓ છતાં તમામ વયના વર્ગના ખેલાડીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ, પૈસા અને તક પ્રદાન કરવામાં સક્ષમ છે.
વિશ્વભરમાં સૌથી વધુ ક્રિકેટ પ્રતિભા ભારતમાં જ છે અને ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.
આ જ કારણ છે કે ખેલાડીઓએ જગ્યા પાક્કી કરવા માટે તીવ્ર મહેનત અને સતત સારું પ્રદર્શન કરવું પડે છે.
ભારતમાં ક્રિકેટ સતત મજબૂત થતું દેખાઈ રહ્યું છે પરંતુ ગત એક દાયકાથી કોઈ મોટી ટુર્નામેન્ટમાં ટીમને સફળતા નથી મળી અને આ ટીમ પ્રશંસકો માટે નિરાશાનું કારણ બની રહી છે.
વિચિત્ર સંયોગ છે કે 2023 પછી દરેક મોડી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફેવરિટ માનવામાં આવી રહી છે પરંતુ ફાઇનલ અથવા એ પહેલાં જ ટીમ ખખડી પડે છે.