હાલમાં હિમાચલ પ્રદેશમાં સ્ક્રબ ટાઈફસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે.
આ એક બેક્ટેરિયલ રોગ છે. તે ચેપી લાર્વા જીવાતના કરડવાથી થાય છે, જેને ચિગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેનો ખતરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઈન્ડોનેશિયા, ચીન અને જાપાનમાં પણ છે.
સ્ક્રબ ટાઈફસમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો જોવા મળે છે. જો તમે તાજેતરમાં ક્યાંક ફરવા ગયા છો, તો ચોક્કસપણે ડૉક્ટરને જાણ કરો. માથાનો દુખાવો, શરીર પર ફોલ્લીઓ, તાવ સાથે શરદી સામાન્ય છે.
જો સ્ક્રબ ટાઈફસ વિશે વહેલી માહિતી મળી જાય તો સારવાર સરળ બની જાય છે. આમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે, તબીબી સલાહ વિના દવા ન લેવી જોઈએ.
નિષ્ણાંતોના મતે વરસાદ બાદ હવામાનમાં ભેજને કારણે જંતુઓની સંખ્યા વધી જાય છે, આવી સ્થિતિમાં જો જીવજંતુઓને ચેપ લાગે તો માનવીને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ બેક્ટેરિયલ ચેપ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. ઉપાય એ છે કે જ્યાં આવા જંતુઓ જોવા મળે છે એટલે કે જ્યાં વધુ હરિયાળી હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું.