Ambaji Navratri 2023: રાજ્ય ભરમાં નવરાત્રીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખેલૈયાઓનો ઉત્સાહ પણ જબરદસ્ત છે. રવિવારથી નવરાત્રીની ઉજવણીની શરુઆત થનારી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત રીતે નવરાત્રીનુ આયજન કરાયુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે યુવક સેવા અને સાંસ્કૃતિક જિલ્લા તંત્રના સહયોગ દ્વારા એક દિવસીય નવરાત્રીના ગરબાનુ આયોજન કરવામાં આવનાર છે
રાજ્ય ભરમાં નવરાત્રીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખેલૈયાઓનો ઉત્સાહ પણ જબરદસ્ત છે. રવિવારથી નવરાત્રીની ઉજવણીની શરુઆત થનારી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત રીતે નવરાત્રીનુ આયજન કરાયુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે યુવક સેવા અને સાંસ્કૃતિક જિલ્લા તંત્રના સહયોગ દ્વારા એક દિવસીય નવરાત્રીના ગરબાનુ આયોજન કરવામાં આવનાર છે.રવિવારે પ્રથમ નોરતાની ઉજવણી રાજ્ય સરકાર અને જિલ્લાના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાશે. પ્રસિદ્ધ કલાકારોના સ્વર સાથે ચાચર ચોકમાં નવરાત્રીના ભક્તિભાવ માહોલની જમાવટ કરવામાં આવશે.અંબાજી મંદિર ખાતે ચાચર ચોકમાં યોજાનાર નવરાત્રીને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાદરવી પૂર્ણિમાના મેળાનુ સુંદર આયોજન કર્યા બાદ હવે અંબાજી મંદિર ખાતે સુંદર શણગાર સજાવવામાં આવ્યો છે. નવરાત્રીના તહેવારને લઈ મંદિરને સુંદર સુશોભિત કરીને રોશનીથી ઝળહળતુ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
નવરાત્રીને લઈ ઘટસ્થાપન રવિવારે સવારે એટલે કે 15 ઓક્ટોબરે 9.15 થી 10.30 કલાક દરમિયાન કરવામાં આવશે. સરસ્વતી નદીનુ જળ લાવીને પરંપરાગત રીતે ઘટસ્થાપન કરવામાં આવશે. આ પહેલા સવારે 7.30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. નવરાત્રીના દિવસો દરમિયાન દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
દર્શન અને આરતીનો સમય
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે નવરાત્રીના તહેવારને લઈ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અંબાજી આવતા હોય છે. મોટી ભીડ અહીં દર્શન માટે ઉમટતી હોય છે. નવરાત્રીને લઈ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા અને સંધ્યા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
• મંગળા આરતીઃ સવારે 7.30 થી 8.30
• સંધ્યા આરતીઃ સાંજે 6.30 થી 7.00
દર્શનનો સમય
• સવારના દર્શનનો સમય 11.00 થી કલાકથી શરુ થશે. ત્યાર બાદ બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.
• રાજભોગ બપોરે 12.00 કલાકે ધરાવવામાં આવશે.
• બપોરના દર્શનનો સમય 12.30 કલાક થી 4.30 કલાક સુધી
• સાંજના દર્શનનો સમય 7.00 કલાક થી 9.00 કલાક સુધી રહેશે.