મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી કૅબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું.
કલમ 330Aની નવી પેટાકલમ (2) મુજબ અનુસૂચિત જાતિની મહિલાઓ અથવા અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવામાં આવશે.
આ જ કલમની પેટાકલમ (3) મુજબ પેટાકલમ (2)ની મહિલાઓની બેઠકો સહિત ગૃહની કુલ બેઠકના ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અ
જેનો અર્થ કે સંસદમાં મહિલાઓ માટે લગભગ 33 બેઠકો અનામત રહેશે. બંધારણની કલમ 332માં દાખલ કરવામાં આવનારી નવી કલમો મુજબ દરેક રાજ્યોમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અહીં પણ લગભગ 33 ટકા બેઠકો મહિલાઓ જેમાં અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓનો પણ સામાવેશ થાય છે, અનામત રહેશે.
વર્તમાન સમયમાં એસસી-એસટી માટે 131 બેઠકો અનામત છે. તેમાંથી 43 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. ગૃહમાં મહિલાઓ માટે અનામત કુલ બેઠકો 43 ગણવામાં આવશે. જેનો અર્થ કે ગૃહની કુલ 543 બેઠકોની ત્રીજા ભાગની બેઠકો એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
તેમાં 131 બેઠકો એસસી-એસટી માટે હોવાથી મહિલાઓ માટે 181માંથી બચેલી 43 બેઠકો અનામત રહેશે. જેનો મતબલ એ થશે કે જનરલ કૅટેગરીની મહિલાઓ માટે કુલ 138 બેઠકો અનામત હશે.