Israel Hamas War | ઈઝરાયલ અને હમાસ (Israel vs Palestine War) વચ્ચેનું યુદ્ધ ગાઝાના નાગરિકોને ભારે પડી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલના સૈન્યએ જમીની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસ (António Guterres) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ગેબ્રેસિયસે (Tedros Adhanom Ghebreyesus) ઈઝરાયલ અને હમાસ બંનેને ખાસ અપીલ કરી હતી.
યુએનના મહાસચિવે કરી બે અપીલ
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે બે ખાસ અપીલ કરી હતી. પ્રથમ એ કે હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે. જ્યારે તેમણે બીજી અપીલ ઈઝરાયલને કરી કે ગાઝામાં તાત્કાલિક ધોરણે અને કોઈપણ પ્રકારની અડચણ વિના માનવ સહાય પહોંચવા દે. તેમણે કહ્યું કે મધ્યપૂર્વમાં સ્થિતિ બગડી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હોવાને લીધે મારી ફરજ છે કે હું મજબૂત માનવીય અપીલ કરું. તેમણે કહ્યું કે મારી અપીલને સોદાબાજીનું સાધન ન બનાવશો.
• WHO પ્રમુખે શું કહ્યું?
બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે પણ હમાસને તમામ નાગરિક કેદીઓને મુક્ત કરવા આગ્રહ કર્યોહ તો. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે ઈઝરાયલઅ ને ઈસ્લામિક સમૂહ વચ્ચે યુદ્ધ ફક્ત વિનાશ અને આતંક લાવશે. ડબ્લ્યૂએચઓના પ્રમુખે કહ્યું કે તે ઈઝરાયલી હુમલાથી ગંભીર રીતે ચિંતિત છે. જેમાં નિર્દોષ પેલેસ્ટિની નાગરિકો અને બાળકો ભોગવી રહ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન (Israel-Palestinians War) યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. હમાસ (Hamas)ના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. બંને દેશો તરફથી બોંબમારમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં આતંકવાદીઓ રસ્તે-આવતા જતા હાથે ચડતા તમામનું અપહરણ કરી રહ્યા છે, તો મહિલાઓ પર પણ ક્રુરતા આચરવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ વિશ્વભર માટે ફરી મુસીબત બની શકે છે. યુદ્ધની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) પર પણ પડી શકે છે. તો જાણીયે જો યુદ્ધ આગળ વધ્યું અને તેમાં અન્ય દેશો સામેલ થશે તો તેનાથી કયા કયા મોટા ઝટકા લાગી શકે છે.
700 ઈઝરાયેલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત
પ્રથમ ઝટકો : ક્રુડની કિંમતોમાં 4 ટકાથી વધુનો વધારો
ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War)ના યુદ્ધે વિશ્વભરની મહાસત્તાઓની ચિંતા વધારી દીધી છે. યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલ (Crude oil)ની કિંમતોમાં જોવા મળી રહી છે. શનિવારે સંઘર્ષ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ક્રુડની કિંમતોમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. શરૂઆતના એશિયાઈ કારોબારમાં બ્રેંટ (Brent Crude)માં 4.7 ટકાના વધારા સાથે 86.65 ડોલર પર જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI)માં 4.5 ટકા વધારા સાથે 88.39 ડૉલર પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનિય છે કે, બ્યુમબર્ગના અહેવાલોમાં રેપિડન એનર્જી ગ્રુપના પ્રેઝીડેન્ટ અને વ્હાઈટ હાઉસ (White House)ના પૂર્વ અધિકારી બૉબ મૈકનેલીએ કહ્યું છે કે, જો ઈરાન સુધી સંઘર્ષ ફેલાશે તો ક્રુડની કિંમતો પર અસર જોવા મળશે. જોકે આવી સંભાવના ઓછી છે, પરંતુ જો ઈઝરાયેલ ઈરાન (Iran)ના કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી જવાબ આપશે તો ક્રુડ ઓઈલની કિંમતોમાં અસહ્ય વધારો થઈ શકે છે. જો આવું થશે તો તેની અસર ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો પર પડી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતનું મોટાભાગનું ક્રુડ ઓઈલ આયાત કરે છે.
બીજો ઝટકો : બંને દેશોની આયાત-નિકાસ પર અસરની સંભાવના
ઈઝરાયેલ અને ભારત વચ્ચે ગાઢ સંબંધો ઉપરાંત વેપાર સમજુતી પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા છે ઉપરાંત વેપારની આયાત-નિકાસ (India-Israel Import-Export) પણ ખુબ વધી રહી છે. એશિયામાં ઈઝરાયેલનું ત્રીજુ સૌથી મોટું ટ્રેન પાર્ટનર ભારત છે. ઘણી ભારતીય કંપની (Indian Company)ઓએ ઈઝરાયેલમાં તો ઈઝરાયેલી ઘણી કંપનીઓએ ભારતમાં રોકાણ કરેલું છે. બંને દેશો વચ્ચેના આયાત-નિકાસની વાત કરીએ તો 2022-23માં ભારતે ઈઝરાયેલમાંથી 1400થી વધુ આઈટમ્સ ઈમ્પોર્ટ કર્યા છે, જેમાં હીરા-મોતી, ફર્ટિલાઈઝર્સ, ઈલેક્ટ્રોનિક કંપોનેન્ટ અને ક્રુડ ઓઈલ સામેલ છે. જ્યારે ઈઝરાયેલ પણ ભારતમાંથી મોટાપ્રમાણમાં નિકાસ કરે છે, જેમાં હીરા, જ્વેલરી, કંજ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ સામાન સામેલ છે.
અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે નાણાંકીય વર્ષમાં કુલ 10 અબજ ડૉલરનો વેપાર થયો છે, જેમાં નિકાસ 8.45 અબજ ડોલર અને આયાત 2.3 અબજ ડૉલર સામેલ છે. બંને દેશો માટે પોર્ટ, શિપિંગ સહિત ઘણા સેક્ટરો ઘણી બાબતે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં યુદ્ધના કારણે બંને દેશોના વેપાર પર અસર પડવાની સંભાવના છે.
ત્રીજો ઝટકો : ભારતીય સ્ટોક માર્કેટ પર યુદ્ધની અસર
ભારતીય શેર બજાર (Indian Stock Market) પર આજથી જ યુદ્ધની અસર જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે સ્ટોક માર્કેટ ખુલતાં જ 450 પોઈન્ટનો કડાકો બોલાયો છે, જેના કારણે બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશન (BSE Market Capitalization) 4 લાખ કરોડ ઘટીને 316 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. એટલે કે થોડી મિનિટોમાં જ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. યુદ્ધના કારણે ક્રુડ ઓઈલની કિંમતો વધતા ભારતીય ઓઈલ કંપનીઓના શેરોમાં કડાકો બોલાયો છે, તો શિપિંગ સેક્ટર (Shipping Sector) સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં પણ ધોવાણ થયું છે. ગત સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્ટોક માર્કેટ વધારા સાથે બંધ થયું હતું.
ચોથો ઝટકો : ...તો રશિયા-યુક્રેન યુદ્ધ જેવું સંકટ સર્જાશે
ભારત સહિત વિશ્વભરમાં યુદ્ધની અસર જોવા મળી રહી છે. વિશ્વભરની આયાત-નિકાસ પર યુદ્ધ લંબાવાની અસર પડી છે. ક્રુડ ઓઈલના સપ્લાયમાં અવરોધ ઉભો થઈ શકે છે અને સપ્લાય ચેન પ્રભાવિત થતા ઘણા જરૂરીયાતવાળા સામાન પર સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વખતે સ્થિતિ ડામાડોળ થઈ હતી, તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે