ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન મંગળવારે સવારે રશિયા પહોંચી ગયા છે.સમાચારો મુજબ કિમ રશિયાના પોર્ટ વ્લાદિવોસ્તૉકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
સોમવારે દક્ષિણ કોરિયાના મીડિયાએ એક સરકારી અધિકારીને તાકીને સમાચાર આપ્યા હતા કે કિમ જે બખ્તરબંઘ ટ્રેનનો ઉપયોગ કરીને વિદેશી પ્રવાસ કરે છે તે પ્યોંગયાંગથી રવાના થઈ ચૂકી છે.
આ કોરોના મહામારી પછીની તેમની પ્રથમ વિદેશ યાત્રા છે.
એક અમેરિકી અઘિકારીએ બીબીસીના અમેરિકી સહયોગી સીબીએસને કહ્યું હતું કે પુતિન અને કિમ યુક્રેનના યુદ્ધ માટે લીધેલાં હથિયારોની ડીલની શક્યતાઓ પર ચર્ચા કરશે.
કિમ 2019માં પોતાની ગઈ વિદેશ યાત્રામાં પુતિનની સાથે પોતાના પહેલા શિખરસંમેલન માટે વ્લાદિવૉસ્તોક જ ગયા હતા.
તેમની આ યાત્રા તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સાથે પરમાણુ ડિસએગ્રીમેન્ટ ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ થઈ હતી. તે સમયે તે ટ્રેનથી વ્લાદિવૉસ્તોક ગયા હતા. એવી ચર્ચા છે કે કિમની ટ્રેનમાં ઓછામાં ઓછી 20 બુલેટપ્રૂફ કાર લાદવામાં આવી છે. જેનાથી એનો ભાર સામાન્ય ટ્રેનો કરતાં વધી જશે.
આ કારણથી તે 59 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ઝડપે નહીં દોડી શકે. એવામાં વ્લાદિવૉસ્તોકની તેમની યાત્રા પૂર્ણ થવામાં દસ દિવસ લાગી શકે છે.
કિમ જોંગ ઉનને 1180 કિલોમીટરની આ યાત્રા પૂર્ણ કરવામાં 20થી વધુ કલાક લાગશે. આ ટ્રેન ભારે બખ્તરબંધ સુરક્ષાના કારણે અંદાજે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો તેની સરખામણીમાં લંડનની હાઇ સ્પીડ ટ્રેનની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક તો જાપાનની બુલેટ ટ્રેનની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક છે.
કિમની ટ્રેનનું નામ તાઇયાંધો છે. આ શબ્દ સૂર્ય માટે ઉપયોગમાં થતો કોરિયન શબ્દ છે. જેને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઈલ સુંગ સાથે પણ જોડાય છે.
લાંબા અંતરની યાત્રા ટ્રેનથી કરવાનો રિવાજ કિમ જોંગના દાદા કિમ ઈલ સુંગે શરૂ કર્યો હતો. તે વિયતનામ અને પૂર્વ એશિયાના દેશોની યાત્રા પર પોતાની ટ્રેનથી જ જતા હતા.