લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભાજપના સાંસદ રમેશ બિધુડી દ્વારા સંસદમાં અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને 'ગંભીરતા'થી લેતાં ભવિષ્યમાં આવા વર્તનની પુનરાવૃત્તિ પર 'કડક કાર્યવાહી' કરવાની ચેતવણી આપી છે.
લોકસભામાં ગુરુવારે 'ચંદ્રયાન-3ની સફળતા' પર એક ચર્ચા દરમિયાન બિધુડીએ બહુજન સમાજ પાર્ટીના સાંસદ કુંવર દાનિશઅલીને નિશાન બનાવતાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
એ બાદ સંસદમાં હોબાળો મચી ગયો હતો અને વિપક્ષી નેતાઓએ દક્ષિણ દિલ્હીમાંથી ભાજપના સાંસદ રમેશ બિધુડી વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે સ્પીકરે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બિધુડીને એ એવું કહેતાં ચેતાવ્યા કે ભવિષ્યમાં જો આવું વર્તન ફરીથી કરવામાં આવશે તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર બિધુડીની ટિપ્પણી બાદ સંસદમાં હાજર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો.
બહુજન સમાજ પાર્ટીના સાસંદ દાનિશઅલીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, "મને આશા છે કે મારી સાથે ન્યાય થશે અને સ્પીકરસાહેબ કાર્યવાહી કરશે. જો આવું ના થયું તો ભારે મનથી હું સંસદ છોડવાનો વિચાર કરીશ. "
આ વચ્ચે સમાચાર સંસ્થા એએનઆઈ અને પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવાયું છે કે દાનિશઅલી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર સાંસદ રમેશ બિધુડીને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે.
આ વીડિયોમાં રમેશ બિધુડી જ્યારે વાંધાજનક શબ્દો બોલતા હતા ત્યારે ભાજપના સાંસદ ડૉક્ટર હર્ષવર્ધન તેમની પાછળ બેસીને સ્મિત આપતા નજરે પડી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમના આ વર્તન પર પણ વાંધો ઉઠાવ્યો છે.
આ મામલે થયેલ વિવાદ વચ્ચે રાહુલ ગાંધી શુક્રવાર સાંજે તેમને મળવા પહોંચ્યા.
દાનિશઅલીની ઑફિસે જણાવ્યું કે રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ દાનિશઅલીના ઘરે પહોંચ્યા.
આ મુલાકાત બાદ દાનિશઅલી અને રાહુલ ગાંધીએ ફરી “નફરતની બજારમાં મહોબતની દુકાન”વાળી વાત કરી.
દિલ્હીના તુઘલકાબાદમાં જન્મેલા બિધુડીનો ઉછેર અને ભણતર પણ દિલ્હીમાં જ પૂરું થયું.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવેલું કે તેમના પિતાએ ગામમાં શાળા, આર્યસમાજ મંદિર અને હૉસ્પિટલ માટે પોતાની જમીન દાન આપી દીધેલી.
80ના દાયકામાં દિલ્હી યુનિવર્સિટીની ભગતસિંહ કૉલેજના વિદ્યાર્થી રાજકારણ દ્વારા તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા હતા.
બિધુડી અને તેમનો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્યો છે.
બિધુડીની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થીકાળથી થઈ ગઈ હતી.
તેમણે 1993થી સક્રિયપણે રાજકારણમાં ઝંપલાવ્યું. તેઓ વર્ષ 2003થી મે 2014 સુધી દિલ્હી વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા.
વર્ષ 2019માં લોકસબા ચૂંટણીમાં રમેશ બિધુડીએ આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા અને કૉંગ્રેસના ઉમેદવાર અને બૉક્સિંગ ચૅમ્પિયન વિજેંદરસિંહને હરાવ્યા હતા.
રમેશ બિધુડી વર્ષ 2014થી ભાજપના સાંસદ છે. તેઓ 2014 અને 2019માં ભાજપની ટિકિટ પર દક્ષિણ દિલ્હી લોકસભાથી ચૂંટાયા છે.
આ દરમિયાન કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "તેમણે (બિધુડી) દાનિશઅલીને જે પણ કહ્યું એ અત્યંત નિંદનીય છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે માફી માગી એ પૂરતી નથી. આવી ભાષાનો ઉપયોગ ગૃહની અંદર કે બહાર ના કરવો જોઈએ."
"વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે નવી સંસદની શરૂઆત નારીશક્તિથી થઈ છે પણ આની શરૂઆત રમેશ બિધુડીથી થઈ છે. આ રમેશ બિધુડી નહીં પણ ભારતીય જનતા પાર્ટીના વિચાર છે. અમારી માગ છે કે રમેશ બિધુડીનું સભ્યપદ રદ થવું જોઈએ."
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભાજપના સાંસદ રમેશ બિધુડી દ્વારા સંસદમાં અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને 'ગંભીરતા'થી લેતાં ભવિષ્યમાં આવા વર્તનની પુનરાવૃત્તિ પર 'કડક કાર્યવાહી' કરવાની ચેતવણી આપી છે. લોકસભામાં ગુરુવારે 'ચંદ્રયાન-3ની સફળતા' પર એક ચર્ચા દરમિયાન બિધુડીએ બહુજન સમાજ પાર્ટીના સાંસદ કુંવર દાનિશઅલીને નિશાન બનાવતાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એ બાદ સંસદમાં હોબાળો મચી ગયો હતો અને વિપક્ષી નેતાઓએ દક્ષિણ દિલ્હીમાંથી ભાજપના સાંસદ રમેશ બિધુડી વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્પીકરે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બિધુડીને એ એવું કહેતાં ચેતાવ્યા કે ભવિષ્યમાં જો આવું વર્તન ફરીથી કરવામાં આવશે તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર બિધુડીની ટિપ્પણી બાદ સંસદમાં