PM Modi Flagged 9 Vande Bharat trains : પીએમ નરેન્દ્ર મોદી રવિવાર એક સાથે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ નવી વંદે ભારત ટ્રેનમાં એક ગુજરાત માટેની ટ્રેન છે. નવી વંદે ભારત ટ્રેનની જોઇ લો યાદી.
PM Narendra Modi Flagged 9 Vande Bharat train, Here Check List : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યુ હતુ, જેમાં એક નવી વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને પણ મળી છે. . તમામ ટ્રેનો દેશના અલગ-અલગ રૂટ પરથી પસાર થશે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોના લોકોને નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનથી ઘણો ફાયદો થશે.
પીએમ મોદી આ નવી ટ્રેનોના ઉદ્ધાટન કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થયા હતા.તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશમાં આધુનનિક કનેક્ટિવિટીનો વિસ્તાર, એ અભૂતપૂર્વ અવસર છે. ઈંફ્રાસ્ટ્રક્ચર વિકાસની આ સ્પીડ અને સ્કેલ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓથી એકદમ મેચ થઈ રહ્યુ છે. આજ તો આજનું ભારત ઈચ્છે છે.ગુજરાતમાં જે ચાલનારી ટ્રેન છે તે અમદાવાદ જામનગર રુટ પર ચાલશે.20 સપ્ટેમ્બરે આ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે. જેમાં રાજકોટમાં સ્ટોપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને પહોંચશે.આપને જણાવી દઈએ કે, આ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે 5.30 કલાકે ઉપડશે અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે પહોંચાડી દેશે. આમ કહી શકાય કે, આ ટ્રેન જામનગરથી આપને ફક્ત ચારથી સાડા ચાર કલાકમાં પહોંચાડી દેશે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ ટ્રેન અઠવાડીયામાં છ દિવસ ચાલશે. અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડીયાના છ દિવસ નિર્ધારિત સમયે દોડતી રહેશે. આ ટ્રેનમાં આઠ ડબ્બા હશે.